બહારથી ઘરે આવ્યા હોય અને જમવાનું બનવાનો સમય ના હોય તો ઝટપટ બનાવી નાખો આ બોમ્બે સેન્ડવીચ

મિત્રો દરેક લોકોના જીવનમાં આવો પ્રસંગ બન્યો હશે કે જ્યારે લોકો બહાર કામકાજથી કે પછી કોઈ પ્રસંગ માં જઈને જ્યારે ઘરે પાછા આવે છે ત્યારે જમવા બનાવવાનો પૂરતો સમય રહેતો નથી. ગૃહિણી જો કોઈ એવી રસોઈ બનાવે કે જેનાથી સમયનો પણ બચાવ થાય અને ઘર પરિવારના લોકો પણ ખુશ થઈ જાય તો એનાથી ઉત્તમ કઈ ન હોઈ શકે. આ સમયે ગૃહિણી પાસે કોઈ એવી રેસીપી હોવી જરૂરી છે કે જે ઓછા સમયમાં ઝડપથી તૈયાર થઈ જાય. આજે અમે તમારી સાથે એક એવી રેસિપી શેર કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે બોમ્બે સેન્ડવીચ.

જરૂરી સામગ્રી

  • બ્રેડ ડુંગળી સ્લાઈસ
  • ટમેટા સ્લાઈસ
  • લીલી ચટણી
  • ચીઝ
  • બટર
  • કાકડી સ્લાઈસ
  • બાફેલા બટેકા સ્લાઈસ
  • બાફેલા બીટ સ્લાઈસ
  • ચાટ મસાલો

બનાવવાની રીત

મિત્રો સમયનો બચાવ કરીને ફટાફટ બેટી આ સ્વાદિષ્ટ વાનગી બનાવવા માટે તમારે ઉપર જણાવેલી વસ્તુ ની જરૂર પડશે. સૌપ્રથમ તમારે ત્રણ બ્રેડ પર બટર અને લીલી ચટણી લગાવવાની રહેશે. સૌપ્રથમ એક બ્રેડ લઈને તેના ઉપર કાકડી અને બટાકા ની સ્લાઈસ ગોઠવી દો.

હવે આ વસ્તુ ઉપર એક બીજી બેડ ગોઠવો. બીજા નંબરની બ્રેડ ઉપર તમારે ટમેટા, ડુંગળી અને બીટ ની સ્લાઈસ મુકવાની રહેશે. આ બધી વસ્તુ મુકીને તેના ઉપર ત્રીજી બ્રેડ રાખી દો. તમે તેની અંદર કેપ્સીકમ મરચું પણ ઉમેરી શકો છો.

આટલું કર્યા બાદ સેન્ડવીચ ને ગ્રીલ કરવા માટે મૂકી દો. ગ્રીલ થઇ ગયા બાદ તેના ઉપર ચીઝ,ચાટ મસાલો અને ટમેટાનો સોસ ઉમેરીને બ્રેડના ચાકાની મદદથી ચાર કટકા કરી ને પીરસવા માટે તૈયાર કરો. ચટણી સાથે બોમ્બે સેન્ડવીચ ની મજા માણો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,348 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − 1 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>