દુકાન જેવા જ સ્વાદિષ્ટ ફરાળી બફવડા પેટીસ ઘરે બનાવવાની સરળ રીત

આપણે બજાર માંથી ઉપવાસ માં કે ખાસ કરીને જન્માષ્ટમી માં બજાર માંથી કંદોઈ ની દુકાનેથી બફવડા લાવીયે છીએ. મેં ઘરે જ બફવડા બનવ્યા છે. બફવડા ખુબજ સરસ ને સ્વાદિષ્ટ બન્યા હતા ને એક પણ બફવડા ફાટ્યા પણ નોતા. તો તમે પણ ઘરે બનાવજો ને મને કે જો કે કેવા બન્યા હતા તમારા ફવડા ??? મને કોમેન્ટ કરી ને કેજો. તો ચાલો બનાવીએ બફવડા……

સામગ્રી :–

  • 1.5 ચમચા સીંગદાણા નો કરકરો પાવડર
  • 1.5 ચમચા ટોપરા નો છીણ
  • 1 ચમચો વરિયાળી
  • 1 ચમચો શેકેલા તલ
  • 1 ચમચો આદુ મરચા ની પેસ્ટ
  • 1 ચમચી દળેલી ખાંડ
  • 1/2 ચમચી ગરમ મસાલા
  • 1/2 ચમચી લીંબુ નો રસ
  • નમક
  • 6 – 7 ચમચા આરા રુટ
  • 5 મઘ્યમ કદ ના બાફેલા બટાકા
  • ફ્રાય કરવા તેલ

રીત :–vlcsnap-2018-08-31-15h24m20s009
1) પહેલા બાફેલા બટાકા લાય તેમાં નમક & થોડો થોડો આરા રુટ નાખી ને ગઠા ના રહે તે રીતે મેષ કરી ને મિક્સ કરી લો.vlcsnap-2018-08-31-15h24m10s2602) જો તેમાં ગઠા ના રહે તેનું ધ્યાન રાખવું ને સરસ વળે તેવો માવો બનાવો.
3) 5 બટાકા હોય તો 5 થયો 6 મોટી ચમચી આરા રુટ ની જરૂર પડે છે.
4) હવે 2 ચમચી બટાકા નો માવો રાખી બાકીનો માવો બીજા વાસણ માં લાય લો.
5) તેમાં હવે થોડું નમક નાખી + 1 ચમચી આરા રુટ + સીંગદાણા નો કરકરો પાવડર + ટોપરા નો છીણ + વરિયાળી + શેકેલા તલ + આદુ મરચા ની પેસ્ટ + દળેલી ખાંડ + ગરમ મસાલા + લીંબુ નો રસ નાખી ને સરસ રીતે મિક્સ કરી દો.vlcsnap-2018-08-31-15h24m48s343
6) હવે તેમાંથી નાના નાના 8-9 ગોળા બનાવો કે ટિક્કી બનાવી લો. જો ના વળે તો થોડો આરા રુટ ને બટાકા નો માવો ઉમેરીને બનાવો.vlcsnap-2018-08-31-15h27m06s691
7) પહેલા હાથ આરા રુટ વાળા કરી ને પછી જે બટાકા નો માવો બનાવ્યો હતો તેમાથી જે ટિક્કી બનાવી હતી તેના કરતા બે ગણો મોટો લુવો લાય તેમાંથી હાથે થી થેપી ને મોટી ચપટી ટિક્કી બનાવી તેમાં જે મસાલા વળી ટિક્કી હતી તે મૂકીને સારી રીતે બંધ કરી દો..vlcsnap-2018-08-31-15h27m21s897
8) તે રીતે બધી પેટ્ટીસ બનાવી લો. મારી અહીં 5 બટાકા માંથી મોટી 8 પેટીસ બની હતી.vlcsnap-2018-08-31-15h28m51s673
9) હવે તેને થોડું તેલ મૂકી ને મધ્યમ તાપ પર સોનેરી રંગ થાય ત્યાં સુધી તળી લો.new Bufff Vada
10) તૈયાર છે ફરારી બફવડા પેટીસ તેને લીલી ચટણી કે આંબલી ખજૂર ની ચટણી સાથે સર્વે કરો .

નૌધ :–
1) બટાકા ના માવામા આરા રુટ બટાકા કેવા છે તેના ઉપ્પર હોય છે એટલે થોડો થોડો ઉમેરીને માવો બનાવો. ને ગાઠ ના રહે તેનું ધ્યાન રાખવું.
2) ને અપડે જયારે પેટીસ બાનવીયે ત્યારે તેને સારી રીતે બંધ કરવી. અથવા તે ફૂટશે તેલમાં.

સંપૂર્ણ રેસીપીનો વિડીયો જોવા અહીંયા ક્લિક કરો :


રસોઈની રાણી — સીમા રાણીપા (કિચકૂક) (Kitchcook)

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,747 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 + 2 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>