બધા લોકોને સતાવતી સમસ્યા એટ્લે છાતી અને ગાળામા જામેલો કફ, કાયમી માટે છુટકારો મેળવો આ સરળ ઘરેલુ નુસ્ખાઓથી…

જો તમને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય અને સતત છીંકો આવતી હોય તો આ બધાં લક્ષણ છાતીમાં કફ જમા થવાના છે. છાતીમાં કફ થવાથી તાવ પણ આવી જાઈ છે. આ કફની સારવાર કરવામાં ના આવે તો શ્વાસ સંબંધી બીમારી અને બીજી અનેક બીમારીઓ થાઈ છે. શરદી, ફ્લૂ, વાયરલ ઈન્ફેક્શન, સાયનસ, વધુ પડતી સ્મોકિંગ વગેરેના લીધે કફ થાઈ છે. તો ચાલો જાણીએ ઘરેલુ નુસખા અજમાવી ને કફ મટાડવાના ઉપાયો.

મધ અને આદું

શરદી અને કફ મટાડવા માટે આદુ અને મધ શ્રેષ્ઠ ઔષધી માનવામાં આવે છે. આદું અને મધ ખાવાથી શરદી અને ઉધરસમાં ફાયદો થાય છે આદુને પીસી તેમાં મધ નાખી ચાટવું. દિવસ માં બે વાર ચાટવું. જેનાથી છાતી અને ગળામાં જામેલો કફ છુટો પડી જશે.

સફેદ મરી

બજાર માં બે પ્રકારના મરી મળે છે કાળા અને સફેદ આ બન્ને મરી સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. સફેદ મરી નો અનેક ઔષધીઓમાં ઉપયોગ કરવામાં આવે છે. મરી ખાવામાં તીખા હોય છે. માટે મરી ખાવાથી છાતી માં જામેલો કફ છૂટો પડી જાઈ છે. અડધી ચમચી સફેદ મરી ને ખાંડી તેમાં એક ચમચી મધ મેળવી મિક્ષ કરી લેવું. આ પેસ્ટ પીવાથી કફ મટે છે.

દ્રાક્ષનો રસ

બજાર માં લીલી અને સૂકી એમ બન્ને પ્રકારની દ્રાક્ષ મળે છે. દ્રાક્ષનું સેવન હેલ્થ માટે બહુ ફાયદાકરક માનવામાં આવે છે. દ્રાક્ષમાં પ્રકૃતિક એક્સપેક્ટોરેન્ટ હોય છે માટે દ્રાક્ષ ને ફેફસા મા જામેલા કફ માટે ફાયદાકારક માનવામાં આવે છે. બે ચમચી દ્રાક્ષનો રસ લેવો, તેમાં બે ચમચી મધ મિક્ષ કરવું. આ મિક્સરને દિવસમાં બે વાર ખાવું. જેનાથી કફ મટી જાઈ છે.

લીંબુ ચા

લીંબૂમાં સિટ્રિક એસિડ રહેલું છે. અને મધમાં એન્ટિસેપ્ટિક તત્વ રહેલું છે. માટે તેના સેવન થી કફની સમસ્યા દૂર થાઈ છે. કાવો ચા બનાવી તેમાં એક ચમચી તાજા લીંબૂનો રસ નાખવો અને એક ચમચી મધ નાખીને પીવું તેનાથી કફ માં ફાયદો થાઈ છે.

મીઠું નાખી ગરમ પાણીના કોગળા કરવા

ગરમ પાણી કરી તેમાં નમક નાખી તે પાણીથી કોગળા કરવાથી ગાળામાં થતાં દુખવામાં રાહત થાઈ છે. અને છાતીમાં જામેલો કફ છૂટો પડે છે.

ગાજર

ગાજરમાં વિટામિન સી હોય છે. તેમાં રહેલું એન્ટીઓક્સીડેન્ટ તત્વોને કારણે ગાજર ઈમ્યૂન સિસ્ટમને વધારે છે. અને ગાજર માં બીજા ઘણા બધાં વિટામિન અને પોષક તત્વો હોય છે જે ઉધરસ અને કફ મટાડે છે. ગાજરનો રસ કાઢી તેમાં મધ નાખી દિવસ માં બે વાર પીવાથી કફ મટે છે.

લીંબુ અને લસણ

લીંબૂમાં સિટ્રિક એસિડ હોય છે. અને લસણ માં અનેક ગુણો હોય છે. બને ના સેવન થી ગાળાનો સોજો મટે છે. એક કપ પાણી ઉકાળી તેમાં ત્રણ લીંબૂનો રસ નાખી અને થોડુંક વાટેલું લસણ નાખવું અને અડધી ચમચી કાળા મરીનો પાઉડર નાખી એક ચપટી મીઠું નાખવું. પછી આ પાણી પીવું. જેના સેવન થી કફ માં રાહત થાઈ છે.

હળદર

હળદર એન્ટીસેપ્ટિક છે. હળદર અનેક રોગો માં ઉપયોગી થાઈ છે હળદર થી સોજો મટે છે. એક ગ્લાસ ગરમ દૂધમાં હળદર અને અડધી ચમચી કાળા મરીનો પાઉડર નાખી પીવાથી ગાળાનો સોજો મટે છે અને શરદી ઉધરશ માં રાહત થાઈ છે.

ડુંગળી અને લીંબુ

શરદી માં ડુંગળી ખાવાનું કહેવામા આવે છે કારણ કે ડુંગળીમાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ પોષકતત્વો હોય છે જેથી રોજ એક ડુંગળી ખાવાથી શરદી ઉધરશ અને કફ માં રાહત થાઈ છે. અથવા એક ડુંગળી લઈને તેને પીસી લેવી. હવે તેમાં એક લીંબૂનો રસ નાખી એક કપ પાણીમાં આ મિશ્રણ નાખીને થોડી વાર ઉકાળવું પછી તેમાં ચમચી મધ નાખવું. આ મિશ્રણને દિવસમાં બે વાર પીવાથી છાતી માં ગળફા અને કફ છૂટા પડે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,377 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 1 = 5

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>