બદામ ને આ રીતે ખાશો તો આટલા બધા રોગોને ખતમ કરી નાખશે જળમૂળ માથી

બદામના ઝાડ પર્વતો વાળા વિસ્તારો માં જોવા મળે છે. એશિયા, ઈરાન, ઈરાક, સાઉદી અરબ વગેરે દેશોમાં બદામ ના ઝાડો વધુ પ્રમાણમાં જોવા મળે છે. ભારત માં જમ્મુ કાશ્મીરમાં બદામના ઝાડ જોવા મળે છે. બદામ નું ઝાડ બહુ મોટું હોય છે. બદામના બે પ્રકાર હોય છે. એક કડવી બદામ અને બીજી મીઠી બદામ .બદામ અનેક ગુણો થી ભરપૂર છે. બદામમાંથી તેલ કાઢવામાં આવે છે. અને તે તેલ પણ ઘણું ઉપયોગી થાઈ છે.

શક્તિ માં વધારો કરવો

નાના બાળક ના શક્તિ માં વધારો કરવા માટે ગાયના ઘી માં થોડું માખણ, બદામ, ખાંડ અને મધ ભેળવીને ૭-૮ દિવસ સુધી ખાવું જેનાથી તમારી શક્તિ માં વધારો થશે.

માસિક ની સમસ્યાઓ

સાંજે 2 થી 3 બદામ ના દાણા પાણી માં પલાળી દેવા.સવારે ઊઠીને બદામ વાટી માખણ અને સાકર ભેળવી ખાવું. જેનાથી માસિક સંબંધી સમસ્યાઓ દૂર થાઈ છે.

યાદશક્તિ વધારે છે

રાત્રે સૂતા પહેલા બદામ ને પાણીમાં પલાળી દો અને સવારે પલલેલી બદામ ના ફોતરાં કાઢી માખણ અને સાકર ભેળવીને બે મહિના સુધી સેવન કરવું. જેનાથી મગજની નબળાઈ આવતી નથી.

આંખના રોગ

પલાળેલી બદામ ખાવાથી આંખ ના રોગ જેવા કે આંખો દુખવી,આંખોમાંથી પાણી નીકળવું, આંખને થાક લાગવો વગેરે રોગોમાં રાહત થાઈ છે.

કમરદર્દ

કમર દુખતી હોય તો બદામના તેલ નું માલિશ કરવું જેનાથી દુખાંવામાં રાહત થશે.બદામ ને સાંજે પાણીમાં પલાળી દો. સવારે થોડી વાર પકાવીને તેનું પીણું બનાવી લો. આ પીણાનું સેવન કરવાથી કમર દર્દ માં રાહત થાઈ છે.

ખોડો

જો તમને માથામાં બહુ ખોડો થયો હોય તો બદામને ગાયના દૂધ સાથે સેવન કરવું તેનાથી ખોરો થતો નથી. બદામને રાત્રે ગરમ પાણીમાં પલાળી. સવારે તેને થોડી વાર શેકીને રસ બનાવીને પીવાથી ખોરો થતો નથી.

ઊંઘ ન આવવી

બદામ અને કાજુ નું તેલ ભેગું કરીને માથામાં માલિશ કરવાથી સારી ઊંઘ આવે છે.

ત્વચા માટે

બદામને વાટીને એવી જગ્યાએ લગાવો જ્યાં ત્વચા ને લગતો પ્રોબ્લેમ હોય. શરીરમાં જે જગ્યાએ ખંજવાળ નો પ્રશ્ન હોય ત્યાં પણ ગલવાથી રાહત મળે છે.

નખની ઈજા પર

જો તમારો નખ ઊખડી ગયો હોય અને ત્યાં દુખાવો થતો હોય તો નખને ગરમ પાણીમાં બોલી સરખું ધોઈ લો. ત્યાર બાદ 12-12 gm ઘી, હળદર અને બદામને વાટીને નખ ઉપર લગાવો દર્દ અને ઈજા મટી જશે.

આંખોની તકલીફ

5-6 બદામ ના દાણા ને સૂતા પેલા પલાળીને સવારે તેની છાલ ઉતારીને એક એક બદામને સવારે ખુબ જ ચાવીને ખાવામાં આવે તો આંખોની દ્રષ્ટિ પણ તેજ થઈ જાય છે.

શરીર માં નબળાઈ

રોજ સાંજે 10-12 બદામ ના દાણાને પાણીમાં પલાળીને મૂકી રાખો ત્યાર બાદ સવારે ઝીણી વાટી ને હવે આ વાટેલી બદામમાં થોડું ગાય નું માખણ ભેળવીને થોડા મહિના સુધી સેવન કરવાથી તે નબળા શરીરને મજબુત બનાવે છે.

બાળકના પાલનપોષણ માટે

નાના બાળકને રાત્રે પલાળેલ અને વાટેલ બદામ ના લેપ બનાવી બાળકનને ધીમી આંગળીથી ચટવી દો જેથી બાળક નું દિલ-મગજ સ્વસ્થ રહેશે. અને બાળક ખુશ અને આનંદિત રહેશે.

Comments

comments


3,521 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 + = 10