ATM મશીન સાથે જોડાયેલ જાણવા લાયક આવશ્યક વાતો

atm-eats-deposit-contact-financial-institution-immediately-story

*  ATM નું આખું નામ Automated teller machine છે.

*  ATM બનાવનાર સ્કોટલૅન્ડના જોન શેફર્ડ બૈરનનો જન્મ ૨૩ જુન ૧૯૨૫ માં ભારતના મેધાલય રાજ્યના શિલોંગમાં થયો હતો. તેમના જન્મ સમયે તેમના સ્કોટીશ પિતા વિલફ્રીડ બૈરન ચીતગામ માં પોર્ટ કમીશનર ના ચીફ એન્જિનિયર હતા.

*  ATM બનાવવાનો આઈડિયા તેમને ન્હાતા આવ્યો હતો. તેમને વિચાર્યું કે જો ચોકલેટને મશીન માંથી કાઢી શકાય તો પૈસાને ૨૪ કલાકમાં મશીનમાંથી કેમ ન કઢાય? બાદમાં તેમને આનું નિર્માણ કર્યું.

*  આખી દુનિયામાં ૩૦ લાખ ATM છે, જેનાથી ભારતમાં ૨.૫ લાખ છે.

*  વિદેશમાં પહેલું ATM મશીન ૨૭ જુન ૧૯૬૭માં લંડન ના બારકલેજ બેંકમાં લગાવવામાં આવ્યું.

*  ભારતમાં પહેલું ATM ૧૯૮૭માં હોંગકોંગ એન્ડ શાંધાઈ બેન્કિંગ કોર્પોરેશન દ્વારા મુંબઈ માં લગાવવામાં આવ્યું હતું.

*  તમને જાણીને આશ્ચર્ય થશે કે ATM માંથી ફક્ત નોટો ન નહિ ઘરેલું પણ કાઢી શકાય છે. ગોલ્ડ પ્લેટ કાઢતું પહેલું ATM અબુધાબી ની ‘અમીરાત પેલેસ હોટેલ’ ની લોબીમાં મુકવામાં આવ્યું. આમાંથી લોકો ૩૨૦ પ્રકારના ગોલ્ડ કાઢી શકે છે.

101746_gold_to_go_Abu_Dhabi

*  ATM બનાવનારે ક્યારેય આ મશીન ની પેટન્ટ નથી કરાવી. તેઓ આ ટેકનોલોજી ને સિક્રેટ રાખવા માંગતા હતા.

*  શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે આનો પીન ૪ ડીજીટલ કોડમાં જ કેમ આવે છે? ખરેખર, આનો ડીજીટલ કોડ ૪ નહિ પણ ૬ આંકડામાં હતો. પરંતુ જોન શેફર્ડ ની પત્નીને ૬ અંક યાદ રાખવામાં મુશ્કેલી થતી હતી, જેથી તેની પત્ની ને પરેશાન જોઈ તેમને ૪ અંક રાખવાનું નક્કી કર્યું. સ્વીટ ના!

*  વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું ATM ‘નાથુ-લા’ માં છે, જે સમુદ્રતળથી ૧૪૩૦૦ ફૂંટની ઊંચાઈએ છે. આને ખાસ કરીને ભારત-ચીની બોર્ડર પર આર્મી માટે બનાવવામાં આવ્યું છે.

*  તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં ATM માંથી શુક્રવારે વધુ પૈસા કાઢવામાં આવે છે.

Comments

comments


12,704 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 + = 17