અટલ બિહારી વાજપાયીના જીવનની એવી કેટલીક વાતો જે તમે ક્યાંય નહિ સાંભળી હોય

૧. કોલેજની ગર્લ ફ્રેન્ડ સાથે રહેતા હતા.

વાજ્પાયીની કોલેજ સમયની પ્રેમિકાએ બીજા જોડે લગ્ન કર્યા તે પછી પણ દિલ્હીની રામજસ કોલેજના કેમ્પસમાં તેઓ સાથે રહેતા હતા. વાજપાયી તેમનું જીવન તેમના જ બનાયેલા નિયમો પ્રમાણે જીવતા હતા અને એ સમયે આ રીતના સંબંધમાં રહેવું એ હિમ્મત વાળાઓનું જ કામ હતું.

૨. તે અને તેમના પિતા એક જ ક્લાસમાં ભણતા હતા.

હા, તમે સાચું જ વાંચ્યું છે. અટલ બિહારી વાજપાયી અને તેમના પિતા એક જ ક્લાસમાં તો હતા જ સાથે સાથે એક હોસ્ટેલ રૂમમાં પણ રહેતા હતા. તેમના પિતા, ક્રિષ્ણ બિહારી વાજપાયી એક કવિ અને સ્કુલમાં માસ્ટર હતા. કાનપુરની લો કોલેજ, DAV કોલેજમાં આ બંને જોડે ભણતા હતા.

આટલું જ નહિ, ૧૯૪૨માં ‘THE QUIT INDIA MOVEMENT’ દરમિયાન અટલ અને તેના ભાઈને એકસાથે ૨૩ દિવસ સુધી જેલમાં રાખ્યા હતા.

૩. રાજનીતિ તેમની પ્રથમ પસંદગી નહતી.

રાજનીતિ, એ અટલ બિહારી વાજપાયીની પ્રથમ પસંદગી હતી જ નહિ. તેઓને જર્નાલીસમમાં રસ હતો. એટલે એવું પણ કહી શકાય ક તેમનું નસીબ તેમને  રાજનીતિ સુધી ખેંચી લાવ્યું. પરંતુ તેઓએ તેમનું જર્નાલીસ્ટ તરીકે નું સપનું પૂરું કરી લીધું જયારે તેઓને ઉત્તર પ્રદેશના દીનદયાળ ઉપાધ્યાયના માસિક ન્યુઝ પેપર રાષ્ટ્રધર્મ, પંચજન્ય નામે અઠવાડિક ન્યુઝ પેપર તેમજ વીર અર્જુન અને સ્વદેશ નામનું દૈનિક ન્યૂસ પેપરમાં આસિસ્ટ કરવા મોકલ્યા હતા.

૪. જવાહરલાલ નહેરુએ કહ્યું હતું તેમનું ભવિષ્ય

તમને બધાને એ તો ખબર હશે કે અટલ બિહારી વાજપાયી, જવાહરલાલ નહેરુને ખુબ જ માનતા હતા. પરંતુ તમને એ ખબર નહિ હોય કે જવાહારલાલ નહેરુએ વાજપાયીને તેમની યુવાનીમાં જ ઓળખી લીધા હતા. એક દિવસ વાજપાયીજીનું ભાષણ સાંભળીને નહેરુજી બોલ્યા હતા કે આ વ્યક્તિ દેશનો ભવિષ્યનો વડાપ્રધાન બનશે અને પરિણામ તમારી સામે જ છે.

૫. પ્રાકૃતિક સૌન્દર્યના પ્રેમી

રાજનીતિની સાથે સાથે તેઓ કવિતાના પણ શોખીન હતા. અને આજ કારણે તેઓને કુદરત સાથે પ્રેમ હતો. તેઓને હિમાલયની નજીકના શહેરો ખુબ જ ગમતા હતા અને હિમાચલ પ્રદેશમાં આવેલું મનાલી તેઓનું પ્રિય હતું.

૬. તેઓએ CT SCAN કરાવવાની શા માટે ના પડી હતી?  

‘THE UNTOLD VAJPAYE- POLITICIAN AND PARADOX’ નામની ચોપડીમાં લેખક ઉલ્લેખ NP એ એક કિસ્સો લખ્યો છે જેમાં અટલ બિહારીજી CT SCAN કરવાની ના પાડે છે. ડોકટરે તેઓને CT SCAN કરવાનું કહ્યું ત્યારે તેનું મશીન જોઇને તેઓ એકદમ ચોંકી ગયા. અને ના પાડી દીધી CT SCAN કરાવાની….

લેખન .સંકલન : યશ મોદી 

 

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,580 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 + = 8

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>