બંને મિત્રોના મૃત્યુની આગાહી પડી સાચી, જાણો કોણ છે એ અટલજીના મિત્ર…

આ વિશે ખૂબ જ ઓછા લોકોને ખબર છે કે અટલ બિહારી વાજપાયીના જીગરજાન એવા મિત્ર કવિ ગોપાલદાસે ૯ વર્ષ પહેલાં એક ભવિષ્ય વાણી કરી હતી કે તેમનું અને અટલજીનું મૃત્યુ લગભગ ૧ મહિનાના અંતરે થશે અને ખરેખરમાં થયું પણ એવું.

કવિ ગોપાલદાસ ખૂબ જ જાણીતા ગીતકાર અને કવિ હતા, તેઓએ હિન્દી ફિલ્મો માટે પણ ઘણા બધા ગીતો લખ્યા હતા. આ ઉપરાંત તેઓની જ્યોતીષશાશ્ત્રમાં પણ નિપુણતા હતી. તેઓને ૧૯૯૧માં અને ૨૦૧૭માં પદ્મશ્રી તેમજ પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા હતા.

૨૦૦૯માં ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ આર. વેંકટરામનના મૃત્યુનો તેઓને ખુબ જ મોટો આઘાત લાગ્યો હતો અને અટલજી અને વેંકટરામનને તેમના પરમમિત્રો તરીકે ગણાવ્યા હતા.

૧૮ જુલાઈ ૨૦૧૮ના રોજ કવિ ગોપાલદાસનું દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં જ નિધન થયું હતું અને અટલજીનું મૃત્યુ પણ એ જ હોસ્પિટલમાં આઝાદી પછીના દિવસે એટલે કે ૧૬ મી ઓગસ્ટે થયું હતું. બંનેના મૃત્યુ વચ્ચે ૨૮ જેટલા દિવસનું અંતર રહ્યું હતું.

એક સમયે ગોપાલદાસજી એ અટલજીને કહ્યું હતું કે તે બંનેના જન્માક્ષર લગભગ એકસરખા જ છે અને બંને ઉપર શનિદેવનો ખાસ પ્રભાવ રહેશે. આ ઉપરાંત, મૃત્યુના થોડા વર્ષો પહેલા અમને બંનેને ગંભીર બીમારી થશે. પરંતુ સારી વાત એ છે કે બૃહસ્પતિની કૃપાથી અમારા હાથ પગ ચાલતા રહેશે. તેમજ અમારા બંનેનું મૃત્યુ પણ લગભગ ૩૦ દિવસના અંતરાલમાં થશે. જો કે અટલજી તેઓના મૃત્યુના ૩૦ દિવસ પહેલા કોમામાં જતા રહ્યા હતા.

ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારીજીનો દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો છે પરંતુ તેમના કરેલા કામો અને ભારત દેશ પ્રત્યેની દેશભક્તિ ક્યારેય વિલીન નહી થઈ શકે. દેશ આવા કાર્યો પ્રત્યે સમર્પિત નેતાને કદાપિ ભુલાવી નહિ શકે.

લેખન સંકલન : યશ મોદી

આપને આ માહિતી કેવી લાગી એ જણાવજો.

 

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,641 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 + = 6

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>