કાઠિયાવાડી થાબડી પેંડા બનાવતા શીખો સ્ટેપ બાય સ્ટેપ ફોટો અને વિડીઓ સાથે.

મિત્રો, ભાઈ-બહેનનાં પ્રેમનું પર્વ રક્ષાબંધન નજીક આવી રહ્યું છે. આપણી પરંપરા મુજબ આ દિવસે બહેન ભાઈની સુખ-સમૃદ્ધિ અને દીર્ઘાયું માટે રાખડી બાંધી, સ્વીટ ઓફર કરી મોં મીઠું કરાવે છે. તો આજે આપણે રક્ષાબંધન સ્પેશ્યિલ સ્વીટ પેંડા બનાવીશું, પેંડા ઘણી બધી રીતે બને છે જેમાંના એક અને સૌને ખુબ જ ભાવતા થાબડી પેંડા બનાવવાની રેસિપી શેર કરવા જઈ રહી છું. ખુબજ ઈઝી છે અને વધારે ઇન્ગ્રેડિએન્ટ્સની પણ જરૂર પડતી નથી, તો તમે પણ ઘરે જ બનાવીને તમારા પ્યારા ભાઈને ખવડાવજો.

સામગ્રી :

ingredients

Ø 500 મિલી વધુ ફેટવાળું દૂધ,

Ø 1/2 કપ ખાંડ,

Ø 1/2 ટેબલ સ્પૂન ઘી,

Ø 1/2 ટેબલ સ્પૂન લીંબુ નો રસ,

Ø ચપટી એલચી પાવડર,

Ø થોડા ડ્રાયફ્રૂટ્સ,

રીત :

1) થાબડી પેંડા બનાવવા માટે સૌ પ્રથમ એક જાડા તળિયાવાળી કડાઈમાં મોટા બર્નર પર દૂધ ગરમ કરવા મુકો. દૂધ ફૂલ ફેટવાળું લેવું જેથી પેંડા સરસ કણીદાર બને.મેં અમુલ ગોલ્ડ લીધું છે પણ આપણે કોઈપણ વધુ ફેટવાળું દૂધ લઈ શકીએ સ્ટવની ફ્લેમ મીડીયમથી થોડી વધુ રાખી સતત હલાવતા રહીને દૂધને ઉકાળો.

1

2) પેંડાને ડાર્ક બ્રાઉન ( ચોકલેટી ). કલર આપવા માટે ખાંડને કેરેમલાઈઝ કરીશું. ખાંડને કેરેમલાઈઝ કરવા માટે નાના બર્નર પર ખાંડને મેલ્ટ કરો. સ્ટવની ફ્લેમ મીડીયમ રાખીને સતત હલાવતા રહીને ખાંડને મેલ્ટ થવા દો. આપણે પાણીનું એકપણ ટીપું નાખ્યા વગર ખાંડને મેલ્ટ થવા દેવાની છે. ખાંડ પીગળીને લીકવીડ થઈ જાય એટલે તરત જ સ્ટવની ફ્લેમ ઑફ કરી દો.

2

3) આ બાજુ એટલી વારમાં દૂધમાં પણ ઉભરો આવી જશે. હવે સ્ટવની ફ્લેમ ધીમી કરીને તેમાં પીગળેલી ખાંડ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

3

4) પેંડાને સરસ દાણેદાર બનાવવા માટે 3 થી 4 મિનિટ પછી તેમાં અડધી ટેબલ સ્પૂન લીંબુનો રસ ઉમેરો. સતત હલાવતા જ રહો અને સ્ટવની ફ્લેમ વધારી દો. લીંબુનો રસ નાખ્યા બાદ થોડીવારમાં દૂધનું ટેક્ચર કર્ડલ થઈ જશે.

4

5) થોડીવારમાં તો ઘણું ખરું દૂધ બળી જાય છે અને કન્સીસ્ટન્સી થીક થઈ જાય છે. હવે તેમાં અડધી ટેબલ સ્પૂન ઘી ઉમેરો, ઘી નાંખવાથી પેંડાનો રીચ ટેસ્ટ આવે છે અને સાથે શાઈની ટેક્ચર આવે છે.

5

6) બધું જ દૂધ બળી ગયા બાદ સ્ટવની ફ્લેમ ઑફ કરી દો અને ચપટી એલચી પાવડર નાંખી મિક્સ કરી લો. સ્ટીલની પ્લેટમાં કાઢી સહેજ ઠંડુ થવા દો.

6

7) સહેજ ઠંડુ પડી ગયા બાદ નાનકડા પેંડા વાળી લો, મુઠીમાં લઈ મસળીને પેંડા વાળવાથી સરસ શેઈપ આપી શકાય. મનપસંદકોઈપણ શેઈપ આપી ડ્રાયફ્રુટ્સથી ગાર્નિશ કરી લો.

7

8) તો મિત્રો, તૈયાર છે થાબડી પેંડા તો આ રક્ષાબંધન પર હાથથી બનાવીને ભાઈનું મોં મીઠું જરૂર કરાવજો.ખરેખર ખુબ જ સ્વાદિષ્ટ, બહાર મળતા પેંડા જેવા જ બને છે

8

નોંધ :

દૂધ બળી જાય કે તરતજ સ્ટવની ફ્લેમ ઓફ કરી સ્ટીલની પ્લેટમાં લઈ લો. જો દૂધ બળી ગયા બાદ થોડો વધુ ટાઈમ સ્ટવ પર રહી જાય તો પેંડા કડક થઈ શકે છે, માટે દૂધ બળી ગયા બાદ તરત જ સ્ટવ ઑફ કરી દેવો.

રસોઈની રાણી : અલકા સોરઠીયા

આ રેસિપીનો વિડીયો જોવા અહીં ક્લિક કરો :

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,083 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 2 = 3

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>