આ રીતે તમારી ઘરે જ બનાવો સ્વાદિષ્ટ સ્ટ્રોબેરી ક્રીમ રોલ આ રહી બનાવવાની રેસિપિ

મિત્રો , આપણા ગુજરાતીઓ બે જ વસ્તુ ના ભારે શોખીન છે. એક તો નવી-નવી જગ્યાએ હરવા-ફરવા નુ અને બીજુ ઘરબેઠા નવી-નવી વાનગીઓ બનાવી તેને ટેસ્ટ કરવા નુ. હાલ આપના માટે એક સ્વાદિષ્ટ વાનગી ની રેસિપિ લાવ્યા છીએ જે જોઈને તમારા મોઢાં મા પાણી આવી જશે. આ વાનગી છે સ્ટ્રોબેરી ક્રીમરોલ. તો ચાલો જાણીએ આ વાનગી બનાવવા ની પધ્ધતિ વિશે.

સ્ટ્રોબેરી ક્રીમરોલ બનાવવા માટે ની જરૂરી સાધન-સામગ્રી :
ઈંડા – ૨ નંગ , કસ્ટર્ડ સુગર – પા ચમચી , મેંદો – પા કપ , વેનીલા એસેન્સ – અડધી ચમચી . પીસેલી સુગર – ૨ ચમચી , માખણ – ૨ ચમચી.

પૂરણ તૈયાર કરવા માટે ની સામગ્રી :
વ્હીપ્ડ ક્રીમ – પા કપ , સ્ટ્રોબેરી જામ – ૧ ચમચી , બારીક સમારેલી સ્ટ્રોબેરી – ૨ ચમચી.

સૌપ્રથમ એક એલ્યુમિનિયમ ના પાત્ર મા માખણ ચોપડી દો. ત્યારબાદ તે પાત્ર મુજબ નુ એક બટર પેપર મૂકી દો. ત્યારબાદ આ બટર પેપર પર માખણ ચોપડી ને રાખવુ. ત્યારબાદ એક બીજા પાત્ર મા ઈંડા ના મિશ્રણ મા કસ્ટર્ડ સુગર ઉમેરી બ્લેન્ડર વડે વ્યવસ્થિત રીતે ૩ થી ૪ મિનિટ સુધી મિક્સ કરી લો.

ત્યારબાદ તેમા મેંદો અને વેનીલા એસેન્સ ઉમેરો અને તેને પણ વ્યવસ્થિત રીતે મિક્સ કરી લો. આ તૈયાર થયેલા મિશ્રણ ને પેલા માખણ લગાવેલા પાત્ર મા ઉમેરી તેને ઓવન મા ૨૦૦ સે. તાપમાન પર ૮ મિનિટ સુધી બેક કરી લો. ત્યારબાદ તેને ઠંડુ થવા માટે સાઈડ મા રાખી દો. તે ઠંડુ થઈ જાય એટલે આ પાત્ર ની કિનારી ને ધારવાળા ચપ્પુ વડે અલગ કરી લો.

હવે આ મિશ્રણ પર પીસેલી સુગર છાંટી ને આ પાત્ર ને ઊંધુ કરી ને હળવે થી બટર પેપર ખેંચી ને બહાર કાઢી લો. હવે આ મિશ્રણ પર તૈયાર કરેલુ પૂરણ સરખી રીતે પાથરવુ. હવે આ મિશ્રણ ને એક બાજુ થી રોલ કરી ને બીજી બાજુ રોલ કરો અને ૩૦ મિનિટ સુધી ફ્રીજ મા રાખી મુકો. ત્યારબાદ ચાકુ વડે ૭ સરખા ભાગ કરી લો અને સર્વ કરો. તો તૈયાર છે તમારુ સ્વાદિષ્ટ સ્ટ્રોબેરી ક્રીમ રોલ.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,113 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 7 = 14

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>