જાણો આઈફોન 7 નાં Features વિષે

Apple iphone 7 Rumors: leaked features, price and release date

આઇફોન 6 અને 6 પ્લસની સફળતા બાદ એપલ હવે આઇફોન 7ના લોન્ચિંગ પર કામ કરી રહી છે. સંભવ છે કે આ સ્માર્ટફોન એપલના અત્યાર સુધીનો પાવરફુલ સ્માર્ટફોન હશે. એવામાં તેના ફિચર્સ, કિંમત અને લોન્ચિંગ ડેટ વિશે બજારમાં અફવાહો ફેલાવાની શરૂ થઇ ગઇ છે. તમને જણાવી દઇએ કે આઇફોન 6 કંપનીનો અત્યાર સુધીનો બેસ્ટ સેલિંગ સ્માર્ટફોન રહ્યો છે. જો કે કંપનીએ પોતાના આગામી સ્માર્ટફોન વિશે કોઇ અધિકારિક જાણકારી નથી આપી. એવામાં ફક્ત ધારણાઓ બાંધવામાં આવી રહી છે કે એપલના નવા સ્માર્ટફોનનુ નામ આઇફોન 7 હોઇ શકે છે. એવુ જાણવા મળી રહ્યુ છે કે ફોનના ફિચર્સ સારા અને પાવરફુલ હશે. એવામાં અમે તમને આઇફોન 7 વિશે મળેલી જાણકારીમાં લાર્જ સ્ક્રિનથી લઇને નવી ડિઝાઇન સુધીની તમામ જાણકારી જણાવી રહ્યા છીએ.

અફવાહોનુ માનીએ તો એપલ આ વર્ષે પણ પોતાના 2 સ્માર્ટફોન બજારમાં લોન્ચ કરશે. અફવાહ એ પણ ચાલી રહી છે કે આ નવા સ્માર્ટફોનમાં અન્ય સ્માર્ટફોન્સ કરતા ડિસ્પ્લે થોડી મોટી આપવામાં આવી છે. તમને જણાવી દઇએ કે તેમાં 5.5 ઇંચની ડિસ્પ્લે હોઇ શકે છે. આઇફોનની ડિસ્પ્લે ક્વેલિટી યુઝર્સમાં ગણી પસંદ છે. તેમ છતાં કંપની આગામી સ્માર્ટફોન આઇફોન 7માં હાયર રિઝોલ્યુશન આપે તેવુ માનવામાં આવી રહ્યુ છે.

Sapphire glass થી બનશે ડિસ્પ્લે

એવી ખબર મળી રહી છે કે કંપની આઇફોન 7 માં 5.5 ઇંચની ડિસ્પ્લે આપી શકે છે. જે QHD (20000 પિક્સલ) રિઝોલ્યુશન ક્વોલિટી આપશે. આ ડિસ્પ્લેને બનાવવા માટે sapphire glass નો ઉપયોગ કરવામાં આવશે. તમને જણાવી દઇએ કે sapphire glass નો ઉપયોગ એપલ કંપનીએ પહેલી વખત પોતાની નવી એપલ વોચ બનાવવા માટે કર્યો હતો.

Apple iphone 7 Rumors: leaked features, price and release date

કર્વ્ડ હશે આઇફોન 7

આઇફોન 7 ની બોડીની વાત કરીએ તો તેની બોડી થોડી કર્વ્ડ હશે. તમને જણાવી દઇએ કે આ પહેલા સેમસંગે પણ પોતાના ગેલેક્સી એસ 6માં થોડો કર્વ્ડ શેપ આપ્યો હતો. જાણકોરીનુ માનીએ તો આઇફોન 7 માં ફ્લેક્સિબલ ડિસ્પ્લે આપવામાં આવશે.

કેમેરો બનાવતી કંપની સાથે ડીલ

કેમેરા ક્વોલિટી વિશે વાત કરીએ તો ફોનમાં DSLR કેમેરો આપવામાં આવી શકે છે. જો કે ખબર તો એ પણ મળી રહી છે કે એપલના આઇફોન 7 માં કેમેરો બનાવવા માટે એક કંપની સાથે લગભગ 127 કરોડની ડીલ પણ કરવામાં આવી છે. આ ફોનનો કેમેરામાં પોસ્ટ-શૂટ રિફોકસિંગ અને 3D મોડલિંગ જેવા ફિચર્સ પણ આપવામાં આવશે.

આઇફોન 7 માટે પ્રોસેસર બનાવશે સેમસંગ

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે આઇફોન 7 માટે સેમસંગ A9 ચિપસેટ બનાવવાનુ શરૂ કરી દીધુ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે કંપની આઇફોન 7 અને આઇફોન 7 પ્લસમાં મોસ્ટ પાવરફુલ ચિપસેટ આપવા જઇ રહી છે. કંપની આ સ્માર્ટફોનમાં ફોર્સ ટચ ટેક્નોલોજી પણ આપી શકે છે. તમને જણાવી દઇએ કે આ ટેક્નોલોજી એપલ વોચમાં આપવામાં આવી હતી. જો કે અફવાહ તો એવી પણ ફેલાઇ રહી છે કે આઇફોન 7 USB-C કનોક્ટિવિટી સાથે લોન્ચ કરવામાં આવશે. આ ફોન iOS9 પર કામ કરશે.

Apple iphone 7 Rumors: leaked features, price and release date

કિંમત અને રિલીઝ ડેટ

કંપનીએ પોતાના નવા સ્માર્ટફોનને આ વર્ષે બજારમાં લોન્ચ કરશે. જાણકારોનુ માનીએ તો સપ્ટેમ્બરમાં કંપની એક એવેન્ટમાં આઇફોન 7 અને આઇફોન 7 પ્લસને લોન્ચ કરી શકે છે. આઇફોન 7માં 32GB વેરિએન્ટની કિંમત 56,000 હોઇ શકે છે ત્યારે 64GB વેરિએન્ટ વાળા સ્માર્ટફોનની કિંમત 61,000 રૂપિયા અને 128 GB વેરિએન્ટની કિંમત 66,000 રૂપિયા હોવાનુ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. જો ખબરોનુ માનીએ તો આઇફોન 7 પ્લસની કિંમત 65,000 રૂપિયાથી શરૂ થઇ શકે છે. સાથે સાથે આ સ્માર્ટફોનને પણ ત્રણ મેમરી વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવી શકે છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,668 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 × 9 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>