Apple અને Facebook વચ્ચે શરૂ થઈ મોટી લડાઈ!

Apple અને Facebook વચ્ચે શરૂ થઈ મોટી લડાઈ!

અમેરિકાની બે સૌથી મોટી કંપનીઓના માલિક સામસામે આવી ગયા છે. શરૂઆત એપલના સીઇઓ ટીમ કુક તરફથી થઇ હતી, પરંતુ ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગ પણ આમાં જવાબ આપવમાં પાછળ રહ્યા નહોતા. આ આખો મુદ્દો ત્યારે સામે આવ્યો જ્યારે ટીમે એવું નિવેદન આપવામાં આવ્યું કે ફેસબુક લોકોની પર્સનલ માહિતીને વેચીને રૂપિયા કમાય છે, તો આપણે વિચારવું જોઇએ.

ટાઇમ મેગેઝિનની સાથે મુલાકાતમાં ફેસબુકના માલિક ઝુકરબર્ગે આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે ‘મને આ વાતથી આશ્ચર્ય થાય છે કે લોકો એવું વિચારે છે કે અમે જાહેરાતનો વ્યવસાય અમારા ગ્રાહકોને ધ્યાનમાં રાખ્ય વગર કરીએ છીએ. જો આવું હોય તો આ એકદમ બોગસ પ્રકાર કહેવાય. લોકોને લાગે છે કે જો એપલને તેઓ પૈસા આપી રહ્યા છે તો કંપની પોતાના ગ્રાહકોની સાથે છે? જો એવું હોત તો એપલ પોતાની પ્રોડક્ટ એકદમ સસ્તી વેચતી હોત.

Apple અને Facebook વચ્ચે શરૂ થઈ મોટી લડાઈ!

આ ચર્ચા ટીમ કુક દ્વારા શરૂ કરવામાં આવી હતી, જેમાં સૌથી પહેલાં તેમણે કહ્યું કે ગુગલ અને ફેસબુક પોતાના ગ્રાહકોને પ્રોડક્ટની જેમ ઉપયોગ કરી રહ્યા છે. આવું ભાગ્ય જ જોવા મળે છે કે જ્યારે દુનિયાની બે સૌથી મોટી કંપનીઓના માલિક ખુલ્લેઆમ એક બીજા વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા હોય. આના સહારે જ તે બીજી કંપનીઓની જાહેરાત પોતાના ગ્રાહકોને વેચે છે.

તો બીજી તરફ એપલ એના કરતાં એકદમ વિરદ્ધ કાર્ય કરે છે. કંપની પાસે યૂઝર્સની ખૂબ જ ઓછી જાણકારી હોય છે અને કંપની પોતાના ગેજેટ, ગ્રાહકોની વચ્ચે છે. કુકના નિવેદનને પોતાની પ્રોડક્ટસની સેલ વધારવાનો પ્રયાસ હોવાનું કહેવામાં આવે છે પરંતુ હાલમાં એપલની સેવા ‘આઇ ક્લાઉડ’ને હેક કરીને 100થી વધાકે સેલેબ્રિટીઝની પર્સનલ તસવીરો હેક કરી હતી.

ઉલ્લેખનીય છે કે કુલ યૂઝર્સની સંખ્યા 1.3 બિલિયન છે અને ગુગલની પાસે એક બિલિયન યૂઝર્સ છે. ટ્વિટરની પાસે સેકડો મિલિયન યુઝર્સ છે અને તમામ સેવાદાતાઓ યૂઝર્સની પર્સનલ જાણકારીનો ઉપયોગ કરે છે.

Comments

comments


3,588 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − = 2