અપનાવો આ એક ચપટી આયુર્વેદિક દવા જે દૂર કરશે વધારાની ચરબી અને પેટને બનાવશે સ્લિમ…

આ ફોર્મુલા માટે એક વસ્તુ યાદ રાખવી કે આપણે જમ્યાના દોઢ કલાક પછીજ પાણી પીવાનું છે, અને પાણી કઈ રીતે પીવાનું છે એ પણ ઘણી મહત્વની વાત છે. અત્યારે તમે એક ગ્લાસ પાણી ભરી મોં પર લગાવી ગટ ગટ ગટ એકવારમાં જ પી લીધું, ગ્લાસ એક જ વારમાં પૂરો. અમુક લોકો મોં ખોલે છે અને ઉપરથી પાણી પીવે છે, અને પાણી સતત ગટકાવતા જાય છે. આ બંને રીત એકદમ ખોટી છે. જો તમે એ રીતે પાણી પીવો છો તો તમારા શરીરમાં ત્રણ રોગ તો જરૂર આવવાના છે. આવી રીતે પાણી પીવાથી પહેલો રોગ “એપેન્ડિસાઈટિસ”, બીજો રોગ “હર્નિયા” અને ત્રીજો રોગ “હાઇડ્રોસલ” થશે. જે લોકો પાણી ને ગટગટાઈને એક જ વારમાં પી જાય છે તેને હર્નિયા સૌથી વધારે થાય છે. આ ત્રણ રોગો થવાનું કારણ એક સાથે આખો લોટો અથવા આખો ગ્લાસ પાણી ગટકાવે છે.

તમારા મનમાં પણ સવાલ થઈ રહ્યો હશે કે તો પાણી પુવું કઈ રીતે? તો આજે અમે તમને પાણી પીવાનો સૌથી ઉત્તમ નિયમ જણાવીશું. આયુર્વેદમાં પાણી પીવાની સાચી રીત એ જણાવી છે જે રીતે તમે ચા પીવો છો, જે રીતે તમે કોફી પીવો છો, જે રીતે તમે ગરમ દૂધ પીવો છો. સીપ સીપ લઈને પાણી પીવાનું છે. એક સીપ લીધો પછી બીજો અને થોડીવાર પછી ત્રીજો એમ. આયુર્વેદની ગેરંટી છે કે જીવનમાં ક્યારેય પણ એને મોટાપો નહીં આવી શકે. અને ક્યારેય એ વ્યક્તિનું વજન વધશે નહીં. જેટલું વજન હોવું જોઈએ એટલું જ રહેશે.

અને હા જો તમારો વજન વધી ગયો હોય તો પણ તમે આ રીતે પાણી પિતા રહો 5-6 મહિનામાં 10 કિલો વજન ઘટી જશે. જે રીતે મોટાપો ધીરે ધીરે આવે છે, તે રીતે જ તે ધીરે ધીરે દૂર થશે. જેટલું વધેલું વજન છે એટલું જ ઘટશે. અને ઘટ્યા પછી સ્થિર થઈ જશે. તમે હંમેશા સીપ ભરીને જ પાણી પીવો. આનાથી બીજો ફાયદો એ થશે કે ઘુંટણનો દુખાવો છે તે સતત એક અઠવાડિયું પાણી પીવાથી ચોથા ભાગનો થઈ જશે. એવી જ રીતે જો એડી અને જોઈન્ટ પેઈન છે તો તે પણ 100% ઓછો થઈ જશે. અલબત માથામાં દુઃખાવો અને ચક્કર આવે છે તે એક વીક માં ગાયબ થઈ જશે.

આ ત્રણ ઔષધિ કરશે મોટાપો અને પેટની ચરબી ને દૂર

અળસી

અળસી નું સેવન પેટની ચરબીને ઓછી કરવામાં મદદ કરે છે. અળસીમાં ઓમેગા 3 ફેટી એસિડ અને ફાયબર ભરપૂર માત્રામાં મળી આવે છે. આ માટે તમારે અળસી ના બીજને પાંચ મિનિટ સુધી ગરમ કરવા પડશે.

જીરું

મિત્રો જીરું પણ એક બેસ્ટ આયુર્વેદિક ઔષધિ છે, સુકવેલું જીરું લઈ કે પછી તેને તડકામાં સુકાવી ને તેનું દરરોજ સેવન કરો. જે મેટાબોલિઝમને બુસ્ટ કરે છે અને ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે. જેનાથી ચરબી ઘટે છે.

અજમો

જે લોકોને પેટ માં ગૅસ અને પેટ પર જામેલી ચરબી દેખાઈ તેવો એ અજમાં નું સેવન કરવું જોઈ જે પેટ માટે ઘણો ફાયદાકારક હોય છે.

કેમ બનાવીશું આ 3 ઔષધિઓનું ચૂરણ

મિત્રો પેટ ની વધારાની ચરબી ને દૂર કરવા અને વજન ઘટાડવા માટે સૌપ્રથમ તમારે 3 ચમચી અળસીના બીજ, 2 ચમચી જીરું, 2 ચમચી અજમો લેવાનો છે. અને ખાસ કે અળસીના બીજ સુકાયેલા હોવા જોઈએ. આ ત્રણેયને સારી રીતે મિક્સ કરી પીસી લેવાના છે. જેથી તમારું ચૂરણ તૈયાર થઈ જશે. હવે તેને ચાળી લેવાનું છે.

ચૂરણનું કેવી રીતે સેવન કરવું જોઈએ

આ ચૂરણ ના સેવન કરવા માટે એક વાતનું ધ્યાન રાખવું કે તમારે જમ્યા પછી અને પહેલા નવશેકુ પાણી જ પીવાનું છે. અને આખો દિવસ પણ પર્યાપ્ત માત્રામાં પાણી પીવાનું છે. હવે એક ચમચી ચૂરણને નવશેકા પાણીમાં નાખી અને આ પાણી ને રોજ નાસ્તો કરતા પહેલા લેવાનું છે. આમ કરવાથી પેટની ચરબી દસ દિવસમાં જ ઓછી થઈ જશે. એક ચમચી ચૂરણ સવારે નાસ્તા પહેલા અને રાત્રે જમવા પહેલા લેવાની છે. ચૂરણ લેતા સમયે તમારે ઠંડી વસ્તુનું સેવન કરવું પડશે. કારણ કે અળસી ખાવામાં ગરમ હોય છે. જો તમને આમાંથી કોઈ વસ્તુ ખાવાથી સમસ્યા છે તો આ ચૂરણનું સેવન ન કરો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,927 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 + 1 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>