આપણે દરરોજ ઉપયોગમા લેતા આ ૩ વસ્તુઓ કે સૌથી વધુ જવાબદાર છે કેન્સર માટે, આજે જાણી લો કાલે પસ્તાશો….

અત્યારે હાલમાં આપળે જાણીએ જ છીએ કે કેન્સરના રોગીયો ની સંખ્યા દિન-પ્રતિદિન વધવામાં જ છે. આપણા જ પરિવાર કે કુટુંબમાં જ કોઈને, કોઈ સગા સંબધીને કેંસર થયું હશે અથવા કેન્સરને કારણે અવસાન થયું હશે. આપણેને નવાઈ ત્યારે લાગે કે કોઈપણ જાતના વ્યસન ના હોવા છતાં પણ આ બીમારી થાય છે. આપણે એને “પ્રભુ-ઈચ્છા “ કહીને મન ને દુઃખ માંથી બહાર લાવીએ,પણ ખરેખર કેન્સર થાય છે કઈ રીતે?

તેનું સાચું કારણ શું છે એ જાણવાનો પ્રયત્ન તો કરતાજ નથી. આ એહવાલ માં કેન્સર થવાના કારણો જણાવ્યા છે. જો આ માહિતી ગમે તો દરેક વ્યક્તિ સુધી પહેચાડવામાં અમારા મદદરૂપ થાજો. તમારા પ્રતિદિન ના ઉપયોગમાં લેવામાં આવતી એ ત્રણ વસ્તુ વિશે જણાવીશું જેને કારણે કેન્સર જેવો ભયાનક રોગ થઇ આવે છે.

હાલના આ ઝડપી બદલાતા આ આધુનિક યુગમાં પોતાની સુખ-સુવિધાની વસ્તુઓને વધારવા માટે અને રોજ ઉપયોગમાં લેવામાં આવતી વસ્તુના ઉપયોગ વધુ સરળ બનાવવા માટે સતત નવી-નવી વસ્તુઓની શોધ થઇ રહી છે.

એવી ઘણી વસ્તુઓ હોય છે કે જે બનાવતી વખતે ઘણા નુકશાનકારક કેમિકલ પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં આવે છે અને એવી વસ્તુમાં કેમિકલ ના વધુ ઉપયોગ થવાને કારણે આ વસ્તુઓ આપણા આરોગ્ય માટે ઘણું નુકશાનકારક બની જાય છે

પણ આનાથી વધારે તકલીફની બાબત તો એ છે કે આજે મોટાભાગના લોકો આ વસ્તુઓથી થતા હાનીકારક પરિણામથી હજુ અજાણ છે અને સતત આ વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યા છે. એવી કોઈપણ વસ્તુ કે જે કુદરતી નથી અથવા તો માણસે કેમિકલનો ઉપયોગ કરીને બનાવેલા છે, તે આપણા શરીરમાં કોઈપણ રીતે પ્રવેશે છે અને તેનાથી નાની થી લઈને ઘણી ગંભીર બીમારીઓ થઇ શકે છે.

આ જાણીને તમે નવાઈ પામશો કે છેલ્લા દસ વર્ષમાં કીડની,ફેફસા, લીવરની ખરાબી અને કેન્સર જેવી ગંભીર બીમારીઓ ફેલાવા પાછળ મહત્વનું કારણ માણસ દ્વારા બનાવેલી આ કેમિકલયુક્ત વસ્તુનો હાથ છે. આપણી આજુ-બાજુ કેમિકલથી બનેલી વસ્તુ એટલી વધારે ફેલાઈ ગઈ છે કે જાણે-અજાણે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ.

આ કેમિકલયુક્ત વસ્તુઓ થી ભયાનક પરિણામ તેનો માત્ર એક વખત ઉપયોગ કરવાથી જોવા નથી મળતા પણ સમય જતાં ધીમે-ધીમે તે આપણા શરીરની અંદર અસર કરતા રહેતા હોય છે,જેને લીધે એકાએક એક દિવસ તે કોઈ મોટા રોગનું સ્વરૂપ ધારણ કરી આપળા જીવન સાથે જોડાઈ જાય છે.

કેન્સર જેના કારણે થાય છે એવી પ્રતિદિન ઉપયોગ માં લેવાતી ત્રણ વસ્તુઓ:

૧. નિકાલજોગ પ્લાસ્ટિક:

નિકાલજોગ પ્લાસ્ટિક અથવા તો ડિસ્પોઝેબલ પ્લાસ્ટિક જેનો ઉપયોગ સ્ટાયરોફોમ માંથી બનેલા કપ અને ડિસ્પોઝેબલ પ્લેટ માં થાય છે જે આજે વધતો જઈ રહ્યો છે. આનો ચા,કોફી અને સોફ્ટ ડ્રીંકમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સ્ટાયરોફોમ પોલી ટાઈમ્સ પ્લાસ્ટિક માંથી બનતું હોય છે.

આ ડિસ્પોઝેબલ પ્લેટ અને કપ પ્લાસ્ટિકના ગેસયુક્ત નાના-નાના દડા ભેળવીને બનેલી હોય છે. આ એક પ્રકારનું થર્મોકોલ જ ગણાય પણ તે એક સાદા થર્મોકોલ થી વધુ કડક અને મજબુત હોય છે. જે ગેસના માધ્યમ દ્વારા આને હળવા બનાવવામાં આવે છે તેમજ આ બધીજ બનાવવાની પ્રક્રિયામાં જે કેમિકલનો ઉપયોગ થાય છે તે આપણા આરોગ્ય માટે ઘણું નુકશાનકારક સાબિત થઇ શકે છે.

આમાં મળી આવેલ કેમિકલનું પરિક્ષણ જ્યારે જાનવરો ઉપર કરવામાં આવ્યું તો તેમાં થોડા એવા તત્વો પણ જોવામાં આવ્યા કે જેનાથી આપણા શરીરમાં કેન્સર ઉત્પન્ન થઇ શકે છે. સ્ટાયરોફોમ માંથી બનેલી વસ્તુઓ માં જયારે કોઈ ગરમ વસ્તુ નાખવામાં આવે છે, તો તેમાં રહેલા સ્ટેરીંગ મટીરીયલ તેમાં મિક્ક્ષ થવા લાગે છે. તેથી જ વર્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ના મત મુજબ અનુસરીને ઘણા દેશોએ આના ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

આના ઉપયોગથી થાઈરોઈડ,આંખોમાં ચેપ,થાક,નબળાઈ અને ચર્મ રોગ થવાની શક્યતાઓ ઘણી વધી રહી છે. કોલ્ડ ડ્રીંક્સ,પાણી અને ઠંડી વસ્તુ સ્ટાયરોફોમ માંથી બનેલા વાસણમાં સેવન કરવું ખરાબ નથી રહેતું પણ ગરમ વસ્તુ જેવી કે ચા-કીફી અને શુપ તેમાં નાખવાથી તે ન્યુરોટોકસીન્સ બની જાય છે.

જે આપણા મગજની નસોને નબળી કરી દે છે.પ્લાસ્ટિક હોવાને લીધે તેને રિસાઈકલ કરવું પણ ઘણું મુશ્કેલ બની જાય છે. જો કે આપણી સાથે-સાથે આ આપણા વાતાવરણ માટે પણ નુકશાનકારક છે.

૨. અગરબતી કે ધૂપ :

આપણા દેશમાં ધાર્મિક માન્યતા પ્રમાણે પૂજામાં અથવા તો કોઈ પણ ધાર્મિક કાર્ય માં અગરબત્તીનો ઉપયોગ થાય જ છે. લોકો પોતાની શ્રદ્ધા દર્શાવવા ભગવાન ની સામે અગરબત્તી કે ધૂપ સળગાવે છે. અગરબત્તીઓ નો ઉપયોગ આપડા સિવાય ચાયના,જાપાન,અરેબિયન કંટ્રીજ,મ્યાનમાર અને વિયેતનામ જેવા ઘણા એશિયન દેશોમાં પણ કરવામાં આવે છે. પણ શું તમે જાણો છો?અગરબત્તી માંથી નીકળતો ધુમાડો સિગરેટથી પણ વધુ ખતરનાક હોય છે.

ઇટાલીમાં આચરવા માં આવેલ એક સંશોધન પ્રમાણે અગરબત્તી સળગવાથી નીકળતા ધુમાડાથી પોલીયરોમોટીક હાઈક્રોકાર્બન અને કાર્બન મોનોઓક્સાઈડ જેવી ખતરનાક ગેસ નીકળે છે. જે પણ ફેફેસા ના કેન્સરને નોતરે છે. તેથી તેમાંથી નીકળતી ખતરનાક ગેસ સતત શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશ કરતી રહે છે.

જેની અસર આપણા મગજ અને ચામડી ઉપર પણ થવા લાગે છે. ભલે અગરબત્તી સળગાવવાથી સુગંધ આવતી હોય પણ તેનાથી ઘરની અંદરનું વાતાવરણ ઉપર ઘણી ખરાબ અસર પડે છે. અગરબત્તીની સુગંધ ઝડપથી ફેલાય છે. કેમ કે તેમાં કૈથોલીક નામનું કેમિકલ રહેલું હોય છે અને અગરબત્તી ઓલવાઈ જવા છતાં પણ અગરબત્તીમાં રહેલા કેમિકલ્સ લગભગ ૫ થી ૬ કલાક સુધી ઘરની અંદરના વાતાવરણમાં જળવાયેલ રહે છે

તેવામાં જે અસ્થમાના રોગી છે તે લોકોને આ બીમારી વધી શકે છે. જે લોકો સતત અગરબત્તીના સંપર્કમાં રહે છે, તેને સમયની સાથે-સાથે આરોગ્ય સબંધિત કોઈ ને કોઈ તકલીફ થાય છે. અગરબત્તીના ધુમાડા આપણી શ્વસન ક્રિયા ઉપર ઘણી ખરાબ અસર કરે છે અને સાથે જ તે ન્યુરોલોજીકલ અને કાર્ડીલોજીકલ તકલીફ પણ ઉભી કરી શકે છે.

આરોગ્ય માટે નુકશાનકારક હોવાની સાથે-સાથે અગરબત્તીનો ઉપયોગ ન કરવા પાછળ એક ધાર્મિક હેતુ પણ છે. ઘણી બધી કંપનીઓ અગરબત્તીમાં વાંસનો ઉપયોગ કરે છે અને હિન્દુ ધર્મમાં વાંસને સળગાવવામાં નથી આવતો કેમ કે વાંસનું લાકડું સળગાવવાથી નીકળેલી આગ જોવી હિન્દુ ધર્મમાં અપશુકન માનવામાં આવે છે અને તેને પતનનું પણ પ્રતિક કહેવામાં આવે છે.

એટલા માટે આપળે જોયું જ છે કે કોઈ પણ હવન કે પૂજામાં ક્યારે પણ વાંસના લાકડાનો ઉપયોગ થતો નથી. ચિત્તામાં પણ વાંસ ના લાકડાનો ઉપયોગ વર્જિત છે. જ્યોતિષશાસ્ત્ર માં પિતૃદોષ સૌથી ખરાબ દોષ માંથી એક ગણાવવામાં આવે છે કેમ કે તેને કારણે ઘરમાં અશાંતિ ફેલાય છે અને જીવનના દરેક ક્ષેત્રમાં સતત નિષ્ફળતાનો જ સામનો કરવો પડે છે.

ઘણા પોરાણિક ગ્રંથોમાં એવું દર્શાવે છે કે વાંસને સળગાવવાથી પિતૃ-દોષ થાય છે. હવે તમેજ વિચારો કે તમે ભગવાન સામે આવી અગરબત્તી સળગાવીને કોઈ સારા ફળપ્રાપ્તિ ની આશા કેમ રાખવી તેમજ બીજી બાજુ તમે જાતેજ ઘરમાં આ ઝેરીલા ગેસ દ્વારા રોગો અને નકારાત્મકતા ને આમંત્રિત કરી રહ્યા છો. તેથી અગરબત્તીનો ઉપયોગ કરતા પહેલા એ જરૂર જાણી લો કે તે સંપૂર્ણ રીતે કુદરતી અને કેમિકલ ફ્રી હોય અને વાંસના લાકડાનો ઉપયોગ ન કરવામાં આવ્યો હોય.

૩. મચ્છરને મારવા વાળી તેમજ જીવ-જંતુ મારવા માટેની કોઈલ

મચ્છરોને મારવા માટે ઉપયોગ માં લેવાતી કોઈલ તેમજ રેપેલેન્ટ મચ્છર ની સાથે-સાથે દરેક જીવિત વ્યક્તિ ઉપર પણ અસર કરે છે. લોકોને એ તો ખબર છે કે મચ્છરને ભગાડવા માટેની વસ્તુમાં ઝેરીલા પદાર્થનો ઉપયોગ થાય છે. જો તમે રોજના ૫ થી ૬ કલાક કે તેથી વધુ સમય સુધી મચ્છર ભગાડવા વાળી સળગાવીને તેમાં શ્વાસ લ્યો છો તો તેમાંથી નીકળતા કેમિકલ્સની આરોગ્ય ઉપર ખરાબ અસર પડે છે.

સવારે ઉઠતા ની સાથેજ માથામાં દુ:ખાવો કે ભારેપણા નો અનુભવ થવો,આળસ કે થાક લાગવો રાત આખી લગાવવામાં આવતી કોઈલ માં શ્વાસ લેવાનું પરિણામ હોઈ શકે છે. નુકશાનકારક કેમિકલ હોવાને કારણે તે ફેફસામાં ખરાબી, શ્વાસ ફૂલવો,હાફ અને અસ્થમા જેવી બીમારીઓને નોતરે છે.

ખાસ કરીને નાના બાળકોના આરોગ્ય ઉપર તેની સૌથી વધુ ખરાબ અસર પડે છે. ઓછી ઉંમરના બાળકોના નાના-નાના ફેફસા હોવાથી આની ખરાબ અસરને સહન કરવામાં અસમર્થ હોય છે અને તેવામાં તેને એલર્જી અને નાની ઉંમરમાં અસ્થમા થવાની શક્યતા ઘણી વધી જાય છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,294 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 4 = 6

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>