બાળકથી લઇને વૃદ્ધના શરીરની શુદ્ધી માટે દુધ અને અંજીરનુ આ રીતે કરો સેવન

આપણા શરીર મા કોઈ પણ જાત ની તકલીફ હોય તો અંજીર નુ સેવન ખુબ જ લાભદાયી નીવડે છે અને તેમા રહેલ અનેક તત્વો આપણા માટે ખુબ જ ગુણકારી સાબિત થાય છે. તો વાચકો આપણે જાણીએ અંજીર થી થતા લાભ અને તેના ઉપયોગ વિશે.

દરરોજ ફક્ત બે જ અંજીર નો ઉપયોગ કરવાનો છે. તે પણ એમ ને એમ નહી એક ગ્લાસ દુધ સાથે ઉપયોગ કરવાનો. અંજીર સાથે પણ દુધ પી શકાય અને અંજીર આરોગ્યા બાદ ઉપર થી પણ પી શકાય છે. આ પ્રયોગ ને ૧૫ થી ૨૦ દિવસ સુધી એકધારો કરવા થી તમારા રહેલ નબળાઈઓ દુર કરી શક્તિ પેદા કરે છે. તમારા શરીર મા આવેલ તફાવત તમે જાતે જ અનુભવી શકશો.

આ વસ્તુ નો ઉપયોગ ગમે તે ઉમર ની વ્યક્તિ કરી શકે છે. બાળકો આ વસ્તુ નુ સેવન કરે તો તેને પોષણ પ્રાપ્ત થાય છે અને વિપુલ માત્રા મા ઊર્જા મળે છે. તેમજ તેના હકારાત્મક પરિણામો પ્રાપ્ત થાય છે. તો આ પ્રયોગ કરવા થી કેવા-કેવા પરીણામો પ્રાપ્ત થાય છે તેના વિશે જાણીએ.

આ નુસ્ખો અપનાવવા થી જુના મા જુના કફ ના દર્દ મા રાહત થાય છે. માનવ શરીર મા રહેલ રક્ત સાથે ભળેલ અશુદ્ધિ ને દુર કરવા માટે ઉપયોગી. ચર્મ રોગ ની સમસ્યા મા પણ દુધ સાથે અંજીર ખાવા થી રાહત અનુભવાય છે. અંજીર મા અનેક તત્વો રહેલા હોય છે જે કફ , પિત્ત , વાયુ વિકાર અને લોહી સંબધીત બિમારી ને દુર કરે છે.

જે વ્યક્તિ કોઈપણ કાર્ય કરવા સાથે થકાવટ અનુભવે , આળસ આવે , નિંદર આવતી હોય તો આવી તકલીફ ના નિવારણ માટે દુધ સાથે અંજીર નો ઉપયોગ કરવા થી લાભ થાય છે. યુવતીઓ ને પણ લાભ પહોચાડે છે. અંજીર રક્ત ને શુદ્ધ કરે છે જેના કારણે માણસો ની ત્વચા ખુબ જ સુંદર બને છે. જેથી ચર્મ રોગ દુર થાય છે અને ત્વચા કોમળ રહે છે.

અંજીર ના ઉપયોગ થી કફ તેમજ ક્ષય ના રોગ દુર થાય છે. એક મહીના સુધી બે થી ત્રણ અંજીર ને રાત ના સમયે પાણી મા બોળી રાખી સવારે આરોગવા થી બાવાસીર ની તકલીફ મા રાહત મળે છે. તો આ રીતે શરીર શુદ્ધિ માટે દુધ સાથે અંજીર નો પ્રયોગ કરવા થી ખુબ જ સારા પરીણામ પ્રાપ્ત થાય છે. તેમજ આરોગ્ય મા વધારો કરે છે.

Comments

comments


4,722 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 8 = 1