જાણો અન્દ્રોઈડ users ને આવતા પ્રોબ્લેમ્સ વિષે

Android users can have five common problems, how to solve

આજકાલ મોટાભાગના યુઝર્સને સ્માર્ટફોનમાં મુશ્કેલીઓ આવતી રહે છે. તેમાં બ્લ્યૂટૂથમાં પ્રોબ્લમ હોવો, ઇન્ટરનેટ ધીમુ ચાલવુ કે બંધ થઇ જવુ. કેટલીક વખત આ મુશ્કેલીઓ નાની નાની હોય છે જેને કેટલીક ટ્રિક્સની મદદથી સોલ્વ કરી શકાય છે. અહિયા અમે તેમને એવી જ કેટલીક ટ્રિક્સ વિશે જણાવી રહ્યા છીએ જે તમારા કામમાં આવી શકે છે.

1. ડેટા કનેક્શન ના મળવુ:

Android users can have five common problems, how to solve

આ એન્ડ્રોઇડ સ્માર્ટફોન યુઝર્સ માટે એક સામાન્ય સમસ્યા છે જેમાં યુઝર્સને ડેટા કનેક્શન નથી મળતુ જેની પાછળ ડ્યુઅલ સિમનુ સેટિંગ્સ ચેન્જ થવુ કે કોઇ અન્ય કારણ જવાબદાર હોય છે. ડ્યુઅલ સિમ અથવા તો મોબાઈલ ઇન્ટરનેટ સેટિંગ્સ ઠીક કરવા માટે નીચે જણાવેલ ટિપ્સનો ઉપયોગ કરી શકો છો.

તમારા સ્માર્ટફોનમાં -

ઓપ્શનમાં જાઓ ત્યાર તમને સેલ્યુલર નેટવર્ક્સ અથવા મોબાઇલ નેટવર્ક્સ (Cellular Network Or Mobile Network) નામનો ઓપ્શન આપવામાં આવ્યો હશે. જેના પર ક્લિક કરો. ત્યાર બાદ તમને ડેટા કનેક્શન (Data Connection), 3G સર્વિસ, પ્રિફર્ડ નેટવર્ક, APN એડ્રેસ ઓપ્શન આપવામાં આવશે. અહિયા APN ઓપ્શન સિલેક્ટ કરો. ઉદાહરણ તરીકે તમારા ફોન ડ્યુઅલ સિમ છે. તેમા એક સિમ રિલાયન્સનુ છે જેમાં ઇન્ટરનેટ ચાલે છે. તો તેના પર ક્લિક કરો ત્યા તમને ઘણા બધા ઓપ્શનન્સ મળશે. તેમાંથી તમારે Reliance Netconnect ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. અથવા તમારા ફોનને જે પણ કંપનીનુ સિમ હોય અને જેમાં નેટ ચાલુ હોય તેને APN એન્ટર કરીને સેટિંગ્સને સેવ કરીદો. ત્યાર બાદ એક વખત તમારા સ્માર્ટફોનને બંધ કરીને ચાલુ કરો નેટ કામ કરતુ ચાલુ થઇ જશે.

2. એપ્સની સમસ્યા:

Android users can have five common problems, how to solve

કેટલીક વખત ખોટી એપ ડાઉનલોડ થવાના કારણે પણ પ્રોસેસર પર વધારે લોડ પડે છે.

શુ છે આનુ સમાધાન-

કોઇ પણ એપ ડાઉનલોડ કરતા પહેલા એપની પરમિશન અને રિક્વાયરમેન્ટ વિશે ધ્યાનથી વાંચી લો. તમે જે એપ ઇંસ્ટોલ કરી રહ્યા છો તે તમારા ફોનમાં કેટલા રિસોર્સિસનો ઉપયોગ કરશે તે વિશે પણ જાણકારી મેળવી લો. જો એપ મેમરી કાર્ડીની સાથે સાથે ફોનની ઇન્ટર્નલ મેમરીનો પણ ઉપયોગ કરી રહી છે તો તે એપ તમારા સ્માર્ટફોન માટે હેવી સાબિત થઇ શકે છે.

3 બ્લુટૂથ કનેક્શન ન થવું

મોટેભાગે સ્માર્ટફોન્સમાં જોવા મળ્યુ છે કે બ્લ્યૂટૂથનો ઉપયોગ કરવામાં યુઝર્સને મુશ્કેલી આવતી હોય છે. જેમાં મુખ્યત્વે બ્લ્યૂટૂથ કનેક્ટના થવુ અથાવ તો બીજા ડિવાઇસને સર્ચન કરવા જેવી મુશ્કેલીઓ આવતી હોય છે. આ પ્રોબ્લેમનુ શોલ્યુશન એજ છે કે એક વખત તમારા સ્માર્ટફોનને સ્વિચ ઓફ કરીને ઓન કરો, આમ કરવાથી કનેક્ટિવિટી ફિચર્સ ઠીકથી કામ કરશે. જો આમ કરવા છતા પણ પ્રોબ્લેમ આવતો હોય તો બ્લ્યુટુથના સેટિંગમાં જઇને કેશ મેમરી ક્લિયર કરી દો

Settings > Apps > All Apps > Select Bluetooth Share > Clear Cache/ Clear Data

એક વખત ડેટા ક્લિયર કરવાથી ડિવાઇસ ઠીકથી કામ કરવા લાગશે. જો એવુ ના થાય તો તમારા ડિવાઇસનુ સેટિંગ્સ ચેક કરી લો. કેટલીક વખત ડિવાઇસ વિઝિબલ ન હોવાના કારણે પણ આવા પ્રકારની મુશ્કેલી આવતી હોય છે. આ ઉપરાંત તમે ડિવાઇસનુ નામ અને પેયર્ડ ડિવાઇસ સેટિંગ્સ પણ ચેક કરી શકો છો.

4. સ્માર્ટફોન ચાર્જિંગ:

Android users can have five common problems, how to solve

કેટલીક વખત એવુ બને છે કે એક વખતમાં તમારો સ્માર્ટફોન ફુલ ચાર્જ નથી થતો. જો કે આવા પ્રોબ્લેમમાં પોર્ટ લુઝ હોવો કે ચાર્જિંગ પોર્ટ ખરાબ હોઇ શકે છે. ચાર્જિંગ પોર્ટમાં કચરો જામી જવાના કારણે પણ ફોનમાં ઠીકથી ચાર્જિંગ નથી થતુ.

ટૂથપિકનો ઉપયોગ કરો:

કેટલીક વખત હેડફોનના જેકમાં અથવા તો યૂએસબી પોર્ટમાં ડસ્ટ જામી જવાના કારણે તે ઠીકથી કામ નથી કરતા એવામાં હેડફોન અથવા તો યૂએસબી પોર્ટને ટૂથપિકથી સાફ કરી શકો છો. ટૂથપિકની આગળની સાઇડમાં થોડુ રૂ લગાવો અને ફોનમાં જામેલા કચરાને સાફ કરી શકો છો. તેના માટે એમોનિયા ક્લિનર, નેલ પોલિશ રિમૂવર અથવા તો આલ્કોહોલનો ઉપયોગ પણ કરી શકાય છે. પરંતુ તેનો ઉપયોગ યૂએસબી પોર્ટમાં ટાળવો કારણ કે ક્લિનર ફોનની અંદર પણ જઇ શકે છે.

તેમ છતા પણ ઠીકના થાય તો:

જો તેમ છતા પણ ઠીક ના થાય તો ચાર્જર બદલો. કેટલીક વખત ચાર્જરમાં ડેટા કાર્ડ ખરાબ થઇ જવાથી આવી સમસ્યા આવતી હોય છે. તેને બદલી શકાય છે.

5. ડિસ્ચાર્જ થવુ:

Android users can have five common problems, how to solve

જો ફોન જલ્દીથી ડિસ્ચાર્જ થઇ રહ્યો હોય તો તેના માટે બેકગ્રાઉન્ડમાં ચાલી રહેલી એપ્સ અને કનેક્ટિવિટી ફિચર્સ પણ જવાબદાર હોઇ શકે છે.

તેના નિવારણ માટે શુ કરશો-

સ્ક્રિન સેવર અથવા કનેક્ટિવિટી ફિચર્સ જેવા કે બ્લ્યૂટૂથ, વાઇ-ફાઇ, 3G અને NFC જરૂરિયાત ના હોય ત્યારે તે ઓપ્શન બંધ રાખો. જો આ ફિચર્સ ઓન હશે તો તમારા ફોનની બેટરી જલ્દી પુરી થઇ શકે છે.

ચાર્જિંગ દરમિયાન-

ફોનને જલ્દી ચાર્જ કરવો હોય તો તમારા ફોનમાં ચાર્જિંગ દરમિયાન ઇન્ટરનેટ કનેક્શન ઓફ રાખો. જો તમારો ફોન 3G કે વાઇ-ફાઇ સપોર્ટ કરતો હશે અને તે ઓપ્શન ઓન હશે તો ફેનની બેટરી વધારે ખર્ચ થશે. જો તમે ઓછા સમયમાં બેટરી ફુલ કરવા માંગતા હોવ તો ચાર્જિંગ દરમિયાન તમારા સ્માર્ટફોનને સ્વિચ્ડ ઓફ કરીદો

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,158 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − 6 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>