Android મોબાઈલ યુઝર્સના ફોનમાં આ 10 એપ તો હોવી જ જોઈએ

featured2

આજે સ્માર્ટફોન તો બધા પાસે જ હોય છે. આપણે તેને યોગ્ય રીતે ઉપયોગ કેમ કરવો તે પણ જાણતા હોઈએ. છીએ. છતા એક બેસ્ટ ફોન માટે મોબાઇલમાં કઈ કઈ એપ્લીકેશન રાખવી તે આપણને ખબર નથી હોતી. તે અંગે આજે અમે તમને તમારા સ્માર્ટફોનમાં રાખવા લાયક એપ વિષે જણાવવા છીએ. જો આ એપ તમારા ફોનમાં ન હોય તો તમારો ફોન સ્માર્ટ નહિ પણ ડબ્બો કહેવાય. તો જાણો અલગ અલગ પ્રકારની અને બેસ્ટ એપ વિષે…

ટીમ વ્યુવર (TeamViewer)

આ એક એવી એન્ડ્રોઇડ એપ છે જેની મદદથી તમે દુરથી પણ સ્માર્ટફોનને કંટ્રોલ કરી શકો છો.

સુપર બેકઅપ (Super Backup)

આ એપનું નામ જાણીને જ તમને ખબર પડી ગઈ હશે કે આ કેવા પ્રકારની એપ છે ખરું ને? વેલ, આ એપ સ્માર્ટફોનનો બેકઅપ લેવા કામમાં આવે છે. આ તમારા સ્માર્ટફોનનો કોન્ટેકટ્સ, એસએમએસ અને એપ્લિકેશન્સ નો બેકઅપ લે છે.

ઇન્ટરકોમ ફોર એન્ડ્રોઇડ (Intercom for Android)

માની લો કે તમારે કોઈ સામાનની જરૂર છે અને તમે તે માટે કોઈને કોલ કરી મંગાવશો. આનાથી તમારા પૈસાનો ખર્ચ થશે. આ માટે આ એપ્લીકેશન તમારા કામમાં આવશે. આ એપ તમારા સ્માર્ટફોનને વોકી ટોકી માં બદલી નાખશે.

AtHome Camera – Home Security

આ એપ્લિકેશન તમારા સ્માર્ટફોનને CCTV કેમેરામાં બદલશે. આનાથી તમારા પૈસા પણ બચશે.

એમએક્સ પ્લેયર (MX Player)

આ એપ્લીકેશન કોઇપણ વિડિઓ ફોર્મેટ, ડ્યુઅલ ઓડિયો અને સબટાઈટલને પ્લે કરી શકે છે.

CamScanner HD

આ એપ્લીકેશન ની મદદથી કોઇપણ સ્માર્ટફોનને તમે સ્કેનરમાં બદલી શકો છો.

Cricbuzz

આ એપ્લીકેશન તમને ક્રિકેટ જગતની લાઈવ ખબરો આપતી રહેશે અને સ્કોર્સ પણ જણાવશે.

Skype

આ એપથી તમે વિડિયો કોલ, વોઇસ કોલ અને ગ્રુપ કોલ પણ કરી શકો છો.

xender

આના વિષે તો લગભગ બધા જાણતા જ હશે. છતાં પણ જણાવી દઈએ કે તમે આ એપની મદદથી ફાઈલો અને ફોલ્ડર્સ એકબીજા સાથે શેર કરી શકો છો.

AirDroid: File Transfer/Manage

આ એપ તમને કોમ્પ્યુટર માંથી ફાઈલ્સ ટ્રાન્સ્ફર કરવામાં મદદ કરશે. ઉપરાંત આ એપની મદદથી તમે મોબાઈલને કંટ્રોલ પણ કરી શકે છે.

Comments

comments


18,257 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 4 = 6