બોલીવુડના દિગ્ગજ તેમજ જાણીતા અભિનેતાઓમાંથી એક એટલે અમિતાભ બચ્ચન હાલની ઉંમરે પણ યુવાન અભિનેતાઓને શરમમાં મૂકીને એટલી એનેર્જીથી એક્ટિંગ કરે છે.
જો કે એક સમય એવો આવી ગયો હતો જયારે અમિતાભ બચ્ચન તેમનું બધું ગુમાવી બેઠા હતા પરંતુ તેમની મહેનતે તેમને શહેનશાહ બનાવ્યા. આજે તેઓ પાસેએટલી બધી પ્રોપર્ટી છે કે જેની કિંમત ૭૦૦ કરોડથી પણ વધુ થાય છે.
તો આજે, અમે એવી કેટલીક વસ્તુઓ લાવ્યાં છીએ જે અમિતાભ બચ્ચન પાસે છે.
એક લેખક તરીકે અમિતાભ બચ્ચન જોડે ખૂબ જ મોંઘી મોંઘી પેનોનું કલેક્શન છે. પરંતુ આ બધી પેનોમાંથી સૌથી મુલ્યવાન પેન છે Montblanc Honore de Balzac. આ પેનની કિંમત ૬૭.૭૯૦ રૂપિયા છે.
તેમના કલેક્શનમાં રાખેલી બધી પેનો ખૂબ જ મોંઘી છે.
બાકી બધા અભિનેતાઓની જેમ અમિતાભ બચ્ચનને પણ મોંઘી મોંઘી ગાડીઓનો શોખ છે. તેમની જોડે પોર્સ્ચ કીમેન S, મર્સીડીઝ ૩૫૦, રેન્જ રોવર, બેન્ટલીકોન્ટીનેન્ટલ GT અને રોલ્સ રોય્સ ફેન્ટમ જેવી મોંઘી ગાડીઓ છે જેમની કુલ કિંમત લગભગ ૧૩.૧૬ કરોડ જેટલી છે.
૩. ઘડિયાળ
પેન અને ગાડીઓની સાથે સાથે અમિતાભ બચ્ચન જોડે ‘લોન્જીનેસમાસ્ટર’ ઘડિયાળનું પણ સારું કલેક્શન છે જે ખૂબ જ મોંઘી હોય છે. આટલું જ નહિ, અમિતાભ બચ્ચને રણબીર કપુરને તેમના કલેક્શનમાંથી એક ઘડિયાળ પણ ગીફ્ટ આપી હતી જેની કિંમત હતી ૫૦ લાખ રૂપિયા.
૪. પ્રોપર્ટી
અમિતાભ બચ્ચન જોડે ઘણી બધી પ્રોપર્ટી છે. ફક્ત ભારતમાં જ નહિ, તેઓ પાસે ફ્રાંસમાં પણ એક ઘર છે.
આ ઉપરાંત મુંબઈના જનક કોમર્સિયલ બિલ્ડીંગમાં એક આખો ફ્લોર એમનો છે. જુહુમાં પણ તેમના ૩ બંગલા છે જેના નામ જાનકી કુટીર, જલ્સા અને પ્રતીક્ષા છે. હાલમાં તેઓ પ્રતીક્ષામાં રહે છે.
ભૂતકાળમાં થયેલા ખરાબ અનુભવો પછી અમિતાભ બચ્ચન રૂપિયાનું ખૂબ જ બુદ્ધિપૂર્વક રોકાણ કરે છે. સ્ટેમ્પેડ કેપીટલ નામની ફાઈનાન્સ ટેક્નોલોજી ફર્મમાં તેઓના ૧૯ કરોડથી પણ વધુ કિંમતના શેર છે.
પરંતુ એક વાત સ્પષ્ટ છે કેઆ તેમના આખા જીવનકાળ દરમિયાનની મહેનતનું પરિણામ છે.
લેખન સંકલન : યશ મોદી