આજે જ તમારી ઘરે ટ્રાય કરો બુંદેલખંડનુ પ્રખ્યાત રસાજ રાયતું, ઘરના હર એક સભ્યો થઇ જશે ખુશ

ભારત ના મોટેભાગે દરેક વિસ્તારો પોતાની ખાણી-પીણી માટે જગવિખ્યાત તો છે જ તેમાં ની એક રેસીપી વિષે આપણે આજ ના આ આર્ટીકલ મા ચર્ચા કરીશું. તો અહિયાં વાત થાય છે ઉત્તરપ્રદેશ મા ઘણી જાણીતી અને સવ કોઈ ને ભાવતી એવી રસાજ રાયતા વિષે ની. આ વાનગી સમગ્ર ભારત માં લોકપ્રિય છે પરંતુ જો આ બુંદેલખંડ ની હોય તો તેની તો વાત જ કઈક ઔર છે.

આ વાનગી રાજસ્થાન મા બનતી ચણા ના લોટ ની ગટ્ટા ની જેમ જ બનાવવા મા આવે છે. તો અહિયાં જે રેસીપી વિષે આપણે આજે જાણીશુ તે પણ આ રીત થી જ બનાવવા મા આવે છે. આ રસાજ નુ પ્રખ્યાત રાયતા પણ ચણા ના લોટ માંથી જ બનાવવા મા આવે છે. તો ચાલો જાણીએ બુંદેલખંડ મા તેને કેવી રીતે બનાવવા મા આવે છે.


આ બુંદેલખંડ નુ પ્રખ્યાત રસાજ રાયતા બનાવવા જોઈતી વસ્તુઓ:
એક વાટકી ચણા નો લોટ, એક વાટકી દહીં, ૧૦૦ ગ્રામ ખાંડ, થોડાક દાડમ ના દાણા, એક નાની વાટકી કિશમિશ, એક નાની વાટકી જીણા સમારેલા કાજૂ, એક નાની વાટકી ચારોળી, એક નાની વાટકી બદામ, પાણી જરૂર પ્રમાણે, નમક સ્વાદ અનુસાર અને જરૂર મુજબ નુ તેલ.

હવે આ રાયતા બનાવવા ની રીત:

હવે સવ થી પેહલા એક વાટકી મા ચણા નો લોટ લઈ લો અને તેમા જરૂર પ્રમાણે પાણી અને નમક ઉમેરી ને એક ઘટ્ટ મિશ્રણ જેવુ તૈયાર કરી લો. ત્યારબાદ ગેસ ચાલુ કરી ધીમા તાપે એક વાસણ મા તેલ ઉમેરી ને તેને ગરમ થવા દો. આ તેલ ગરમ થવા લાગે એટલે તેમાં અગાવ તૈયાર કરેલ ચણા નુ મિશ્રણ ઉમેરી દો અને તેને સતત હલાવતા રહો જેથી તે ઘટ્ટ થવા લાગે. ત્યારબાદ તે સાવ નરમ લોટ જેવુ થવા લાગે એટલે ગેસ ને બંધ કરી દો.

ત્યારબાદ આ મિશ્રણ ને એક મોટી થાળી મા નીચે તેલ લગાવી ને પાથરી દો અને તેને ઠંડું થવા દો. જ્યાં સુધી આ મિશ્રણ ઠંડું થાય છે ત્યાં સુધી મા એક બીજા પાત્ર મા ઉપરોક્ત જણાવ્યા અનુસાર દહીં લઇ લો અને તેમા ખાંડ, કિશમિશ, કાજુ બદામ, દાડમ ના દાણા, ચારોળી ઉમેરી ને તેને સારી રીતે ભેળવી લો.

આટલું કર્યા સુધી મા તો અગાવ થાળી મા પાથરેલુ મિશ્રણ ઠંડું થઇ ગયું હશે આથી તેના પનીર જેવા નાના-નાના કટકા કરી લો અને તેને એક બાજુ રાખી મુકો. હવે ગેસ ચાલુ કરી મધ્યમ તાપે એક વાસણ મા તેલ ગરમ થવા માટે મુકો અને તેમા આ નાના-નાના કટકાઓ ને તળવા નાખો અને સાથોસાથ તેમા અગાવ તૈયાર કરેલું દહીં નુ મિશ્રણ ઉમેરી દો.

આ મિશ્રણ ને ઓછા મા ઓછી ૧૫ મિનીટ સુધી ગેસ પર પકવતા રહો અને પછી ગેસ બંધ કરી દો. તો લો તૈયાર છે તમારું બુંદેલખંડ નુ જાણીતુ રસાજ નુ રયાતા હવે તેને જમવા ની સાથે પરોસી શકાય છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,289 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 5 = 30

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>