આજે જ ઘરે બનાવો ક્રિસ્પી અને ટેસ્ટી “મસાલા વડા”, બાળકો થી લઈને મોટા સુધી બધાને ભાવશે…

આપળા ગુજરાત ના રીત રીવાજ મુજબ મોટેભાગે લોકો આ શ્રાવણ માસ મા આવતા શીતળા સાતમ માટે અગાવ થી ઘરે ઘણી વાનગીઓ બનાવે છે. એવી માન્યતા પણ છે કે જે પણ વાનગીઓ બનાવવા મા આવે તે છ્ઠ ના દિવસે બનાવીને ચૂલા ને ઓલવી દેવામા આવે છે અને સાતમ ના દિવસે આ ઠંડું ભોજન ખવાય છે.

તો તે માટે આ વખતે તમે પણ તમારા ઘરે રાંધણ છઠ્ઠ ના દિવસે ઘણી જાત-જાત ની વાનગીઓ બનાવશો અને તેમાં તમે સમાવેશ કરી શકો છો આજ ની આ મસાલા વડા ની રેસીપી નો. તો ચાલો જાણીએ કે કેવી રીતે બનાવવા આ મસાલા વડા કે જેને માત્ર બાળકો જ નહિ પરંતુ મોટા પણ ખાઈ ને આંગળીઓ ચાટતા રહી જાશે. તો ચાલો જાણીએ આ સરળ રેસિપી વિશે.

આ મસાલા વડા બનાવવા ઉપયોગ મા લેવાતી સામગ્રી:

આ વાનગી માટે તમારે જોશે ૧૫૦ ગ્રામ છીણેલું નારિયલ, ૧૫૦ ગ્રામ સીંગદાણા, ૪૦૦ ગ્રામ ચણાદાળ, ૧૦૦ ગ્રામ ચણા નો લોટ, આદું તેમજ મરચાં વાટેલા, કોથમીર, હળદર, ગરમ મસાલો, ખાંડ, દ્રાક્ષ, લાલ મરચું, લીંબુ, થોડાક તલ તેમજ નમક સ્વાદનુસાર.

હવે આ મસાલા વડા બનાવવા ની રીત:

આ વાનગી બનાવતાં પેહલા સીંગદાણા તેમજ ચણા ની દાળ ને એક દિવસ અગાવ રાતે ગરમ પાણી મા પલાળીને રાખી મુકવા. સવારે સીંગદાણા ના છોડા કાઢી તેમાં નારિયેળ નું છીણ, વાટેલુ આદું તેમજ મરચાં, કોથમીર નાખી તેને સારી રીતે ભેળવી લેવા અને જો જરૂર લાગે તો તેને વાટી અથવા તો મીક્ષર મા નાખી ભેળવી લેવું. ત્યારબાદ તેમાં ખાંડ, દ્રાક્ષ, લીંબુ નો રસ તેમજ સ્વાદ મુજબ નમક ઉમેરી ને તેના નાના-નાના ગોળા વાળી લેવા.

હવે રાતે પલાળેલ ચણા ની દાળ ને પણ વાટી તેમાં સ્વાદ મુજબ નમક, હળદર, લાલ મરચું, ગરમ મસાલો, ચણા નો લોટ અને તેલ નું મોણ નાખવું અને તેને સામાન્ય ખીરાં જેવું તૈયાર કરી લેવું. હવે કઢાઈ મા તેલ ગરમ થવા દો અને તેલ ગરમ થાય એટલે ચણા ના ખીરા મા તૈયાર કરેલ જે નાના-નાના ગોળા છે તેને બોળી સોનેરી થાય ત્યાં સુધી તળવા. તળાય ગયા બાદ થઇ ગયા તમારા મસાલા વડા તૈયાર હવે તેને તમે સાતમ માટે રાખી શકો છો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,946 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 + = 5

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>