એઇડ્સ જેવી ગંભીર બીમારી કેવી રીતે થઈ શકે? કારણ જાણી તમારા પણ હોંશ ઉડી જશે…

એઇડ્સ એક ખતરનાક જીવલેણ બિમારી છે એમાં કોઇ શંકા ને સ્થાન નથી. આ બિમારીનો સંતોષકારક ઇલાજ પણ સંભવ નથી. સરકાર દ્વારા ફેલાવવામાં આવતી જાગૃકતા અભિયાન મુજબ એ ખ્યાલ તો આપને હશે જ કે, અમુક પ્રકારના કારણોથી એઇડ્સ પ્રસરે છે. જેમાં જાતીય સમાગમ વગેરેનો સમાવેશ થાય છે. એઇડ્સ વિશે ઘણી ખોટી માંન્યાતો પણ ફેલાયેલી છે. આથી એક વાત કહેવી જરૂરી છે કે, આપની પાસે એઇડ્સ વિશે પૂર્ણ જાણકારી હોવી જરૂરી છે.

આજે અમે જણાવી રહ્યાં છીએ એઇડ્સ વિશે ની સંપૂર્ણ વાતો જે જાણવી ખુબ જ અગત્યની છે. એ વાત પછી પણ પહેલાં તો જાણી લો એઇડ્સ વિશેની એ ભ્રમણાઓ અથવા તો ભ્રામક અને ખોટી અફવાઓ જેનાથી તમારે સાવચેત રહેવાનું છે. આવી અફવાઓ નીચે પ્રસ્તુત છે એ સાથે જ એ વિશેની હક્કીકતનો પણ અમે પર્દાફાશ કરવાની કોશિશ કરી છે.

(૧)લોકવાયકા : આલિંગન/ચુંબનથી એઇડ્સ ફેલાય છે.

સત્યતા : ના, આ સત્ય નથી. એઇડ્સ તો લોહી, યોની, વિર્ય, ગુદા દ્રવ્ય અથવા તો સ્તન દુધને લીધે ફેલાય છે. થૂકથી પણ ફેલાય છે પણ એ માટે ૨-૩ ડોલ જેટલું થૂંક જરૂરી છે! હવે ચુંબનમાં તો બે-ત્રણ ટીપાં પણ થૂંક ના આદાન-પ્રદાન નથી થતા. પણ હાં, એક વાત નુ ધ્યાન અવશ્ય રાખો કે ચુંબનલાયક વ્યક્તિના મોઢામાં એવો કોઇ ઘાવ નથી જેમાંથી લોહી નીકળતું હોય અને બીજી સલામતી આપનારી વાસ્તવિકતા એ પણ છે કે, એટલી બધી ખાસ જરૂર ના હોય તો ચુંબન રહેવા જ દો!

(૨)લોકવાયકા : ઘણા લોકો સાથે સેક્સ કરવાથી એઇડ્સ મટી શકે છે.

સત્યતા : સાવ બકવાસ વાત છે, ક્યારે આવું વિચારવું પણ નહિ. શું આમ કરવાથી એઇડ્સ નો ઈલાજ થાય! જેના વિશે વિચારતા પણ મૂર્ખામી લાગે એવી.

(૩)લોકવાયકા : મચ્છર થી પણ એઇડ્સ ફેલાય છે.

સત્યતા : સાહેબ, મચ્છર મેલેરીયા ફેલાવી શકે એની ના નહી, પણ એ એઇડ્સ નથી ફેલાવતું! એની જાત માથે આવો આરોપ તો ના થોપો,થોડો તો બિચારા માથે વિશ્વાસ રાખો.

(૪)લોકવાયકા : તમે ગમે એટલી સાવચેતી રાખો પણ એઇડ્સ થી રક્ષણ નથી.

સત્યતા : ખરા રૂપમાં મેળવી શકાય. સંભોગ વખતે નિરોધનો ઉપયોગ અને સાથી પ્રત્યે સંપૂર્ણ વફાદારી દર્શાવો તો એઇડ્સ થતો નથી.

(૫)લોકવાયકા : બંને વ્યક્તિ એઇડ્સગ્રસ્ત હોય તો કોન્ડોમની જરૂર નથી.

સત્યતા : ખરેખર એવું નથી. સંભોગ દરમિયાન નિરોધ સુરક્ષા કવચ પુરૂં પાડે છે એ ના ભુલશો. ભલે બંને વ્યક્તિને એઇડ્સ હોય તો પણ કોન્ડોમનો યુઝ હકારાત્મક જ છે. બની શકે જો આમ ન કરો તો એ વ્યક્તિમાંથી બીજું કોઇ ઇન્ફેક્શન આવીને તમારા શરીરમાં જગ્યા બનાવી લે.

(૬)લોકવાયકા : એઇડ્સ માત્ર અનુચિત કામ કરનારને જ થાય છે.

સત્યતા : ના આ પણ ખોટી લોકવાયકા છે જો એવું હોત તો વેશ્યાવૃત્તિ ચાલતી જ ન હોત. બધા લોકો શું એવા જ હોય છે જે માત્ર એક જ વ્યક્તિ સાથે સેક્સ કરે છે? ના,બધા દૂધે ધોયેલા હોતા નથી અને સદીઓથી આવા ધંધા તો ચાલતા આવ્યાં છે. ત્યારે તો એઇડ્સ વિશે કોઇ જાણતું પણ નહોતું. એઇડ્સ તો રક્તદાનથી પણ થાય, જન્મજાત પણ આવે અને આપના એકમાત્ર સાથીને ચેપ હોય તો પણ થાય.

(૭)લોકવાયકા : જો તમને એઇડ્સ છે તો સમજો તમારો વંશવેલો ખતમ!

સત્યતા : ખોટી વાત એઇડ્સ હોય તો પણ તમે બેબી પ્લાનિંગ કરી શકો અને સારા ડોક્ટર ની સલાહ લઇને સમાગમ કરો તો જરૂરથી સંપૂર્ણ સુરક્ષિત બાળકોને જન્મ આપી શકો. આ વાત મેડીકલ રીસર્ચમાં પણ સામે આવેલી છે.

(૮)લોકવાયકા : એઇડ્સગ્રસ્ત વ્યક્તિને જોઇને કહી શકાય કે એને એઇડ્સ છે.

સત્યતા : આ વાત પણ તદંતર ખોટી અફવા છે એક એઇડ્સગ્રસ્ત રોગી બધાંની જેમ સ્વસ્થ જ દેખાય છે. સત્યતા તો એ છે કે, એઇડ્સ થયાંના ૧૦ વર્ષ પછી જ એના પ્રથમ સંકેત દેખાય છે અને હવે તો મેડીકલ એમ પણ કહે છે કે, આનાથી પણ વધુ વર્ષ સુરક્ષિત અને સ્વસ્થ રીતે જીવી શકાય છે.

અફવાઓ તો જાણી લીધી. હવે જાણીએ કે ખરેખર ક્યાં કારણોને લીધે એઇડ્સ થાય છે. આવો જાણીએ આ ત્રણ વિશેષ કારણો વિશે :

(૧) સમાગમ કે સંભોગ:-

જો કોઇ વ્યક્તિ એવી વ્યક્તિ સાથે સંબંધ રાખે કે જેને એઇડ્સ છે તો પુરી સંભાવના છે કે, જે-તે સ્વસ્થ વ્યક્તિ પણ પ્રેમરૂપી આગના દરિયામાં હોમાઇ જશે. આથી સલાહ છે કે, સમાગમ વખતે નિરોધનો ઉપયોગ કરો.

(૨)દાઢી કરવાની બ્લેડ:-

કોઇ અન્ય વ્યક્તિ દ્વારા વપરાયેલ શેવિંગ બ્લેડનો ઉપયોગ ક્યારે પણ ના કરવો. જો એ વ્યક્તિને એઇડ્સ હશે તો સંભાવના છે કે, એ બ્લેડનો ફરીથી ઉપયોગ કરનારને પણ એઇડ્સ થઇ શકે.

(૩)ઇન્જેક્શન કે સોય:-

એક વાર ઉપયોગ માં લીધેલ સોય થી એઇડ્સ થવાની શક્યતાઓ વધી જાય છે. એવું બની શકે કે એ વ્યક્તિ ને એઇડ્સ હોય જેના શરીર માં પેહલી વખત આ સોય નો ઉપયોગ થયો હોય. ડોક્ટર તો પૈસા બચાવવા આવું કરે પણ તમે તમારી જીંદગી નહી બચાવી શકો.

એઇડ્સ ના લક્ષણો:-

સતત તીવ્ર તાવ રહેવો, રોજેરોજ થાક નો અનુભવ, નીંદર આવવી, વજનનું ઘટવું, રાત્રે સુતી વખતે પરસેવો વળવો, દશ્ત લાગવી, ચામડીમાં રેશા પડવા જેવા લક્ષણો એઇડ્સ થયાંનો સંકેત આપે છે. એઇડ્સ એક ચેપી રોગ છે અને એટલેજ તે વધારે ગંભીર છે. તેનું પુર્ણ નામ છે “એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિસિયન્સી સિન્ડ્રોમ”.

એઇડ્સ એક વાયસરને લીધે પ્રસરે છે તેને હ્યુમન ઇમ્યુનોડેફિસિયન્સી વાઇરસ કહે છે. જેને ટુકું નામ HIV છે. જરૂરી નથી કે જે માણસમાં HIV વાઇરસ હોય તેને એઇડ્સ પણ હોય. અલબત્ત, આ માટે તમારે એકદમ વહેલી તકે એ વાઇરસનો ઇલાજ કરાવી એનો નાશ કરવો પડે. તો તમે બચી શકો છો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,623 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − = 2

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>