એઆઈબી નો કોમેડિયન તન્મય ભટ્ટ વિવાદોમાં સંપડાયો છે. એઆઈબી નો એન્કર તન્મય સચિન તેંડુલકર અને લતા મંગેશકર પર કરવામાં આવેલ મજાકને સોશિયલ મીડિયામાં નાખ્યા બાદ રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના નો ગુસ્સો સાતમાં આસમાને ચડ્યો છે. આના માટે સેના એ પોલીસમાં એફઆરઆઈ નોંધાવી છે અને આ શો ને બંધ કરાવવાની ઘમકી પણ આપી છે.
તન્યમને મારવાની ઘમકી પણ આપવાની આવી છે. બે મિનીટના સ્નેપચેટ વિડીયોમાં કોમેડી કરતા સમયે તન્મયે સચિન અને લતા મંગેશકરને કેટલાક અપમાનજનક શબ્દ કહ્યા હતા. મહારાષ્ટ્રની સરકાર ગુગલ, યુટ્યુબ અને ફેસબૂક માંથી આ વિડીયો બ્લોક કરવા કોન્ટેક્ટ કરી છે.
તન્યમએ આ વિડીયો માં વિરાટ કોહલીને લઈને લતા મંગેશકર અને સચિન તેંડુલકર વચ્ચે ઝધડો બતાવવામાં આવ્યો છે. જ્યારથી આ વિડીયો સામે આવ્યો છે ત્યારથી લોકો રોષે ભરાયા છે. જોકે બધા લોકો જાણે છે કે સચિન તેંડુલકર અને લતા મંગેશકર બંને ભારતનું ગૌરવ છે. આ બંને ને પદ્મા અને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો છે.
આ વિડીયોને લઈને બોલીવુડમાં સ્ટાર્સ પણ ગુસ્સે છે. અનુપમ ખેરે ટ્વીટરમાં જણાવ્યું કે, ‘મને 9 વાર બેસ્ટ કોમિક એક્ટરનો પુરસ્કાર મળ્યો છે અને મારામાં જબરદસ્ત સેન્સ ઓફ હ્યુમર છે પરંતુ આ હ્યુમર નથી. આ અશોભનીય છે.’ એક્ટર રિતેશ દેશમુખે તન્મયની આલોચના કરતા જણાવ્યું કે, ‘હું સ્તબ્ધ છુ, આ નિરાદર જરા પણ કુલ નથી.’
શું છે AIB roast?
આ ભારતનો પહેલો એવો શો છે જેમાં આવતા સેલિબ્રિટી ગેસ્ટની મજાક ઉડાવવામાં આવે છે. આમાં નાના મોટા મજાકથી લઈને ગાળો બોલવામાં આવે છે. AIB એ ઈંટરનેટમાં ખુબજ પોપ્યુલર શો છે. યુટ્યુબમાં આના લાખો ફોલોવર્સ છે.