એવા ૮ ફૂડ કે જેમના સેવનથી સ્ત્રીઓ ને ગર્ભધારણ કરતા સમયે કોઈપણ જાતની સમસ્યા સર્જાતી નથી

મિત્રો , કોઈ પણ સ્ત્રી જ્યારે વૈવાહિક સંબંધે જોડાય છે ત્યારે તેના મન મા તેના આવનાર ભાવિ વિશે અનેક મનશાઓ જોડાયેલી હોય છે. તેમા ની એક મનશા હોય છે માતા બનવા ની. પરંતુ , હાલ ના આ દૂષિત વાતાવરણ અને અયોગ્ય આહાર ના સેવન ના કારણે સ્ત્રીઓ અનેક શારીરિક સમસ્યાઓ થી પીડાય છે અને આ સુખ થી વંચિત રહી જાય છે.

આ સમસ્યા સ્ત્રી ને માનસિક તણાવ આપે છે. પરંતુ , જો આ સ્ત્રીઓ પોતાની જીવનશૈલી સુધારી નાખે અને યોગ્ય સમયે યોગ્ય આહાર ગ્રહણ કરવા ની ટેવ પાડે તો તેમનુ આ માતા બનવા નુ સ્વપ્ન પણ પૂર્ણ થઈ શકે છે. આ સમસ્યા થી રક્ષણ મેળવવા માટે નીચે મુજબ ના આહાર ને નિયમિત ભોજન મા સમાવેશ કરવો.

રતાળુ :
આ ફળ સ્ત્રીઓ ની પ્રજજન ક્ષમતા ને વધુ પડતી કાર્યક્ષમ બનાવવા માટે ઉપયોગી બને છે. આખા દિવસ મા આપણે રતાળુ નુ સેવન અવશ્ય કરવુ જોઈએ. કારણ કે , રતાળુ મા પુષ્કળ પ્રમાણ મા વિટામીન સી , વિટામીન બી તથા વિટામીન બી-૬ સમાવિષ્ટ હોય છે. જે સ્ત્રી ના શરીર મા રહેલા પ્રજનનતંત્ર ને મજબૂતાઈ પૂરી પાડે છે.

ફૈટી ફિશ :
સાલ્મન , સાર્ડિન , હેરીંગ તથા અન્ય પ્રકાર ની ફેટ ફિશ પ્રજનન ક્ષમતા ને કાર્યક્ષમ બનાવવા માટે સહાયરૂપ બને છે. તેમા ઉચ્ચ સ્તર નુ ઓમેગા-3 ફૈટી એસિડ સમાવિષ્ટ હોય છે. જે પ્રજનન અંગો મા રક્ત નો પ્રવાહ વધારે છે.

આદુ :
આદુ નુ નિયમીતપણે સેવન કરવા થી પાચનતંત્ર મજબૂત બને છે તથા શરીર પર રહેલા સોજા દૂર થાય છે. આદુ ને સબ્જી અથવા ચા જેવી વસ્તુઓ મા ઉમેરી ને સેવન કરવા મા આવે તો શરીર ના સ્વાસ્થ્ય માટે લાભદાયી સાબિત થઈ શકે.

તજ :
તજ નુ સેવન કરવા થી અંડાશય યોગ્ય રીતે ઉત્તેજિત થઈ શકે. આ ઉપરાંત જે સ્ત્રીઓ પોલીસિસ્ટિક ઓવરી સિંડ્રોમ મા થી પીડાતી હોય તેમણે અવશ્ય તજ નુ સેવન કરવુ જોઈએ. તેમના માટે તજ નુ સેવન ખૂબ જ લાભદાયી સાબિત થાય છે.

બીન્સ અને દાળ :
બીન્સ અને દાળ મા પુષ્કળ પ્રમાણ મા આયર્ન તથા વિટામીન્સ સમાવિષ્ટ હોય છે. જે સ્ત્રી ના શરીર મા માતૃત્વ ધારણ કરવા માટે પૂરતા પોષકતત્વો પૂરા પાડે છે. જેથી , ગર્ભ ધારણ કરતા સમયે કોઈ સમસ્યા સર્જાય નહી.

ટમેટા :
ટમેટા નુ સેવન એ પ્રજનન ક્ષમતા ને મજબૂત બનાવવા માટે અત્યંત કારગર સાબિત થાય છે. આ ઉપરાંત ટમેટા નુ નિયમીત સેવન કરવા થી હોર્મોન્સ નિયંત્રીત રહે છે અને ઓવ્યુલેશન ના પ્રમાણ મા સુધારો રહે છે.

ડ્રાયફ્રુટ્સ :
ડ્રાયફ્રુટ્સ એ પ્રોટીન , વિટામીન તથા મિનરલ્સ નો એક શ્રેષ્ઠ સ્ત્રોત છે. આ નટ્સ સ્ત્રીઓ ના શરીર ના ગર્ભધારણ કરવા માટે સહાયરૂપ બને છે તથા ફ્રી રેડિકલ્સ ને દૂર કરે છે. માટે દૂધ સાથે અથવા તો સલાડ સાથે ડ્રાયફ્રુટ્સ નુ સેવન કરવા થી લાભ થાય છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,130 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 × 1 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>