એક વખત વાવી દો આ ઝાડ જે 30 વર્ષ સુધી આપશે ફળ, જેની ૧ કિલોની કિંમત છે ૩૦૦ રૂપિયા

મિત્રો દરેક લોકો પૈસા કમાવવા માટે કોઈના નો મોટો બિઝનેસ શોધતા હોય છે. પણ અમુક બિઝનેસ એવા હોય છે કે જેમાં એક વખત રોકાણ કરવાથી lifetime માટે તે આવકનું સાધન બની જતું હોય છે. આવતી બન્યું હતું એક એન્જિનિયર સાથે. ખેડૂત પુત્ર આ એન્જિનિયરે પોતાના ખેતરમાં ડ્રેગન ફળની ખેતી કરીને વર્ષો સુધી મેળવી શકાય તેવી આવક શોધી લીધી હતી. આ યુવાનનું કાર્ય બીજા ખેડૂતો માટે પ્રેરણાદાયક બની ગયું છે.

આપણે જે યુવાનની વાત કરી રહ્યા છીએ તેણે કેમિકલ એન્જિનિયરિંગ કરેલ છે. જે સુરત ના ધરમપુર પાસે આવેલ ઑજરપાડા ગામ નો રહેવાસી છે. આ ખેડૂતપુત્રે પોતાના ખેતરમાં મિનરલ્સ અને વિટામિન્સથી ભરપૂર એવા ડ્રેગન ફળની ખેતી શરૂ કરી હતી. આ યુવાનના કહેવા પ્રમાણે આ ફળ ની રોપણી એક જ વખત કરવી પડે છે. ત્યારબાદ તે ૩૦ વર્ષ સુધી ફળની ઉપજ આપે છે. કાંટાવાળું આ ફળ આવકનો એકદમ સારો સ્ત્રોત બની ચૂક્યા છે.

ભારતમાં લોકો આપણને પીતાયા તરીકે ઓળખે છે, જ્યારે વિદેશમાં લોકો તેને ડ્રેગન ફળ ના નામથી ઓળખે છે. આ ફળના ખેતી કરનાર યુવકનું નામ ગુણવંતભાઈ છે કે જે મિલો ની અંદર કેમિકલની સપ્લાય કરે છે. એક દિવસ તેને વિચાર આવ્યો કે તે પૈસા કમાવવા માટે ખેતીમાં કંઈક અલગ કરશે. ઘણો બધો અભ્યાસ કર્યા બાદ તેને જાણવા મળ્યું કે દવા બનાવવા માટે ડ્રેગન food અને વિદેશથી મંગાવવામાં આવે છે. જો આ ફળની ખેતી કરવામાં આવે તો અસંખ્ય રૂપિયા કમાઈ શકાય. તેણે તપાસ કરી કે ભારતમાં આ ફળ કઈ જગ્યાએ થઈ શકે. તે જાણવા મળ્યું કે મહારાષ્ટ્રમાં એક ખેડૂત આ ફળની ખેતી કરે છે. તે મહારાષ્ટ્ર જઈને ખેતી કરવાની બધી જાણકારી ભેગી કરી.

આ ફળની ખેતી કરવા માટે સૌપ્રથમ તેના રોપા ની જરૂર પડે છે જેને બહારથી મંગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ મંગાવેલા રોપાઓનું રોપણી કરવા માટે છ ફૂટ થી વધારે ઉંચા એવા ૮૦૦ જેટલા સિમેન્ટના પાકા પોલો બનાવવામાં આવ્યા. આ ફળની ખેતી એકદમ સસ્તી છે કારણકે તેમાં ખાતરની જરૂર પડતી નથી. ફક્ત દરરોજનું એક લીટર પાણી જ તેના માટે કાફી છે. માત્ર દોઢ વર્ષમાં રોકાણ કરેલા દરેક નાણા પાછા મેળવી શકાય છે. તેણે ૧૮ મહિનામાં લગભગ ૩૦૦ કિલો જેટલું ડ્રેગન ફળનું ઉત્પાદન કરેલું. આ ફળની કિંમતની વાત કરવામાં આવે તો તના લગભગ એક કિલોના ૨૦૦ થી લઈને ૩૦૦ રૂપિયા મળે છે. ખેડૂતનો મોટાભાગના બધો જ માલ સુરતમાં વેચાઈ જાય છે.

ડ્રેગન ફળથી થતાં ફાયદાઓ
ડ્રેગન ફળ માં ખૂબ વધારે માત્રામાં વિટામીન્સ અને મીનરલ્સ મળી રહે છે, જેના કારણે શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિ વધે છે. તેથી શરીરમાં સ્વાઇન ફ્લૂ, ડેન્ગ્યુ, બી.પી, વધારે પડતાં વજનમાં, કે પછી શરીરમાં શ્વેતકણના અભાવમાં ખૂબ જ ઉપયોગી સાબિત થયું છે. હાર્ટને લગતી બીમારીમાં પણ આ ફળ કારગર સાબિત થઈ છે. તેના સેવનથી શરીરમાં રહેલું ખરાબ કોલેસ્ટ્રોલ બહાર નીકળે છે. જેના કારણે વ્યક્તિનું વજન પણ ઓછું કરી શકાય છે. પાચનતંત્રને મજબૂત બનાવે છે. અને સુગરને નિયંત્રણમાં રાખે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,304 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 3 = 5

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>