એક ૧૫ વર્ષ ની દીકરીની આ હરકત માટે પિતાએ પોતે જ લગાવ્યો દીકરીના રૂમમાં કેમેરો, રેકોર્ડીંગ જોઇને તેના માતા પિતા પણ રહી ગયા દંગ

મિત્રો , હાલ વિશ્વ મા અનેક એવી સહસ્યમયી ઘટનાઓ બનતી રહેતી હોય છે કે જેના વિશે આપણે કલ્પના પણ ના કરી શકીએ. હાલ આવી જ એક ઘટના વિશે આપણે આજ ના લેખ મા ચર્ચા કરવા ની છે. હાલ એક એવી યુવતી વિશે વાત કરવા ની છે જેની વય ફક્ત ૧૫ વર્ષ છે અને આ બનાવ એવો બન્યો કે જે જાણી ને તમારા રુવાડા ઊભા થઈ જશે. આ યુવતી સાથે જે બનાવ બન્યો ત્યારબાદ તેના પિતાએ તેના રૂમ મા એક કેમેરો લગાવ્યો અને જે વાત સામે આવી તે અત્યંત વિચિત્ર હતી.

આ યુવતી ની હરકતો જોઈ ને તેના માતા-પિતા આશ્ચર્ય મા મુકાઈ ગયા. તો ચાલો, આ સંપૂર્ણ ઘટના વિશે માહિતી મેળવીએ. આ યુવતી નુ નામ છે કેથી. એક દિવસ કેથી રોજ ની જેમ પોતાના રૂમ મા સૂવા માટે ચાલી ગઈ હતી. પરંતુ , તે જ્યારે પરોઢે ઊઠી તો તેના માતા-પિતાએ એક વાત નોટીસ કરી કે કેથી ના શરીર પર ઘા ના નિશાન જોવા મળ્યા હતા. જે કેથી ના શરીર પર રાત્રિએ સૂવા જતા સમયે ન હતા.

પરંતુ , તે સવારે ઊઠી ને આવી તો તેના શરીર પર આ નિશાન દેખાયા. તેથી કેથી ના માતા-પિતાએ તેને પૂછયુ કે શરીર પર આ નિશાન કેવી રીતે પડયા ? પરંતુ , આમા નવાઈ ની વાત તો એ છે કે કેથી ને પોતાને પણ ખ્યાલ ના હતો કે તે નિશાન શરીર પર કેવી રીતે બન્યા હતા. કેથી ના માતા-પિતા એ સમયે આ વાત ટાળી દે છે. પરંતુ, જેમ-જેમ વધુ દિવસો વ્યતીત થતા તેમ કેથી સવારે ઊઠે ત્યારે તેના શરીર મા તે નિશાન કરતા પણ મોટા નિશાન જોવા મળે.

હવે , કેથી ના માતા-પિતા આ પરિસ્થિતિ વિશે વિચારી ને તણાવ મા મુકાઈ ગયા. પરંતુ , દોઢ અઠવાડીયા પછી તેના શરીર પર થી આ નિશાન સદંતર ગાયબ થઈ ગયા અને તે પછી કેથી પોતાની સ્કૂલ ના સમર કેમ્પ મા જતી રહી. પરંતુ , જ્યારે તે કેમ્પ મા રાત્રે સુવા માટે જતી અને સવારે ઊઠી ને નીકળતી તો શરીર પર ફરી આ નિશાન દેખાવા માંડયા. જે જોઈને શિક્ષકો પરેશાન થઈ ગયા.

કેથી ના શરીર પર આ નિશાન નિહાળી ને શાળા ના શિક્ષકો પણ ચિંતાગ્રસ્ત થઈ ગયા અને તેણે કેથી ના માતા-પિતા ને કોઈપણ જાત ની જાણ કર્યા વગર બાળ કલ્યાણ સુરક્ષા વિભાગ નો સંપર્ક સાધ્યો અને તેને બોલાવ્યા અને કહ્યુ કે , કેથી ના માતા-પિતા તેના પર અત્યાચાર કરી રહ્યા છે. પરંતુ , બીજી બાજુ આ વાત અંગે કેથી ના માતા-પિતા પણ અત્યંત ચિંતા મા હતા. કેથી ના માતા-પિતાએ તેને દાકતર પાસે લઈ જવા નુ નક્કી કર્યુ.

જેવા તેઓ બહાર નિકળ્યા કે ત્યા તેમના ઘરે બાળ સુરક્ષાવાળા પહોચી ને તેમને પ્રશ્નો કરવા લાગ્યા અને કહ્યુ કે, અમને એવી જાણકારી મળી છે કે તમે તમારી પુત્રી કેથી પર ખૂબ જ અત્યાચાર કરો છો. પરંતુ , કેથી ના માતા પિતા ખૂદ આ સમસ્યા ને લઈ ને મૂંઝવણ મા હતા. તેમણે આ અધિકારીઓ પાસે પોતાનો પક્ષ રાખવા નો પ્રયત્ન કર્યો. પરંતુ તેમણે કઈ જ સાંભળ્યા વગર તેમના પર ગુનાહિત પ્રવૃતિ ના ચાર્જીસ લગાવી તેમને પોલીસ સ્ટેશને લઈ જવા મા આવ્યા.

પરંતુ , કેથી એ પોતાના સ્ટેટમેન્ટ મા સ્પષ્ટપણે જણાવ્યુ કે પોતાની સાથે ઘટના ઘટી છે તેમા તેના માતા-પિતા નો કોઈ જ વાંક નથી. ત્યારબાદ તેમણે કેથી ના માતા-પિતા ને છોડી દીધા. પણ આ બાળ સુરક્ષા વિભાગ ના અધિકારીઓ હજુ પણ કેથી ના માતા-પિતા ને દોષિત નજરે જોઈ રહ્યા હતા. કારણ કે , હજુ પણ કેથી ના શરીર પર રહેલા નિશાન નુ રહસ્ય અકબંધ હતુ અને દાકતરો પણ આ વિશે નુ કારણ જાણવા મા અસફળ રહ્યા.

આ બાળ સુરક્ષા ના અધિકારીઓ કેથી ના પિતા ની ઓફિસે જઈ ને તેમની પૂછતાછ કરવા માંડયા. જેથી , તેમને નોકરી મા થી કાઢી મુકવા મા આવ્યા હતા તથા તે બેકાર બની ગયા હતા. એક દિવસ કેથી ના પિતા ના મગજ મા એક આઈડીયો આવ્યો. તે માર્કેટ મા જઈ ને એક કેમેરો ખરીદી લાવ્યા અને જેવી કેથી સૂવા ગઈ એ સમયે તેમણે કેમેરા ને રેકોર્ડીંગ મોડ પર રાખી દીધો અને તે પણ સૂઈ ગયા અને સૂતા-સૂતા વિચારતા હતા કે કાલે આ પાછળ ના રહસ્ય નો ખ્યાલ આવી જશે.

પરોઢ થતા જ કેથી ની બોડી પર ફરી નિશાન જોવા મળ્યા હતા. ત્યારબાદ કેથી ના પિતા એ કેમેરા ને ટી.વી. સાથે કનેક્ટ કરી રેકોર્ડીંગ જોવા નુ શરૂ કર્યુ. ત્યાર બાદ તેમણે જે દ્રશ્ય નિહાળ્યા તે જોઈ ને તેમના રૂંવાડા ઊભા થઈ ગયા. તેમણે નિહાળ્યુ કે તે ઊંઘ મા ચાલી રહી હતી અને વિચિત્ર હરકતો પણ કરી રહી હતી. જેમ કે , શરીર ખેચવુ , જમીન પર આળોટવુ , પછડાવવુ વગેરે જેવી વિચિત્ર હરકતો કરી રહી હતી અને પોતાના શરીર ને હાનિ પહોચાડી રહી હતી.

કેથી ના માતા-પિતા આ દ્રશ્ય નિહાળી ને ખૂબ જ ગભરાઈ ગયા અને આ રેકોર્ડીંગ તેમણે બાળ સુરક્ષા ના અધિકારીઓ ને દેખાડયુ. જેથી તેમના પર લાગેલા આરોપો દૂર થયા અને કેથી ના માતા-પિતાએ એક સ્પેશિયાલિસ્ટ પાસે કેથી ની સારવાર શરૂ કરાવી. આ નિદાન દરમિયાન એ વાત સામે આવી કે કેથી ને રાત્રે સૂવા સમયે યુટ્યુબ પર ભયાનક વિડીયો જોવા ની આદત હતી. તે આ ભયાનક વિડીયો જોવા નો ખૂબ જ ક્રેઝ ધરાવતી હતી.

આ હોરર વિડીયો નો સીધો પ્રભાવ તેના સબકોન્સિયસ માઈન્ડ પર પડતો. દાકતર એવુ જણાવે છે કે આ એક એવો સ્લીપીંગ ડીસઓર્ડર છે જેમા વ્યક્તિ ઊંઘ મા જેવુ જુએ છે તેવુ વાસ્તવિકતા મા કરે છે. આ સમસ્યા એવી છે કે ઊઠયા બાદ આપણ ને ખ્યાલ પણ નથી હોતો કે આપણે ઊંઘ મા શુ કર્યુ. મિત્રો , વર્તમાન સમય મા લોકો મા યુટયુબ નો ક્રેઝ ખૂબ જ વધી રહ્યો છે અને ઘણા લોકો ને તો નિયમીત યુટયુબ પર વિડીયો નિહાળી ને સુવા ની આદત પડી ગઈ છે.

જો તમે પણ આવી રીતે રાત્રે યુટયુબ પર વિડીયો જોવા ની આદત ધરાવો છો તો તમે પણ આવનાર ભવિષ્ય મા આ સ્લીપીંગ ડીસઓર્ડર ની સમસ્યા થી પીડાઈ શકો છો. આ ઉપરાંત જો તમારા બાળકો પણ આ ટેવ ધરાવતા હોય તો તેમના પર ધ્યાન રાખવુ કે તે ફોન મા શુ જોઈ રહ્યા છે અને આ આદત દૂર કરવા ના પ્રયત્નો કરવા.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,840 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 8 = 24

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>