આજે બનાવો સ્વાદિષ્ટ આચરી સેવ ..

આપણે અલગ અલગ પ્રકારની સેવ ખાધી છે જેમકે રતલામી સેવ ,લાલ સેવ ,મોરી સેવ વગેરે. આજે હું સેવ અને અથાણાંના મસાલાના combination વાળી સેવ લાવી છું. જે અલગ પણ છે અને ટેસ્ટી પણ છે. મને ખબર છે તમને આ ટેસ્ટની સેવ જરૂર ભાવશે. તો ચાલો બનાવીયે.

સામગ્રી :-

  • * ૨ વાટકી બેસન,
  • * ૧/૪ ટી.સ્પૂન લંવીગ પાવડર,
  • * ૧ ટી.સ્પૂન લાલમરચું,
  • * ૧/૪ ટી.સ્પૂન હીંગ,
  • * ૧ ટી.સ્પૂન જીરું અને અજમાનો પાવડર,
  • * ૨ ટી.સ્પૂન અથાણાં નો મસાલો ( મેથીયો સંભાર ),
  • * મીઠું સ્વાદ પ્રમાણે,
  • * ૩ ટી.સ્પૂન તેલ મોણ માટે,
  • * તેલ તળવા માટે.

રીત :-

એક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી તેલનુ મોણ નાખી મિકસ કરી જોઈતા પ્રમાણમાં પાણી નાખી લોટ બાંધવો.

આ લોટને ૧૦ મિનીટ માટે રેસ્ટ આપો.

હવે સેવના સંચા ને અને સેવની જારીને તેલથી ગ્રીસ કરી લો.

ત્યારબાદ લોટને કેળવીને સંચામાં ભરી ગરમ તેલમાં સેવ પાડી લો.ગેસની ફલેમ પહેલાં મિડિયમ રાખવી પછી ફાસ્ટ કરી સેવ તળવી.

બધી સેવ તળી લો.  

એટલે ઠંડી કરી એર ટાઈટ ડબ્બામાં ભરી લેવી.

નોંધ : -
* મે આ સેવ સંચાથી પાડી છે તમે સેવના ઝારા થી પણ પાડી શકો છો.
* સેવ ની મિડયમ જારી લેવી .
* મીઠું લોટ ચાખીને નાખવું કેમકે અથાણાં ના મસાલા માં મીઠું હોય છે માટે.
* મે બેસન લીધું છે મે ઘરનો ચણાનો લોટ પણ લઈ શકો છો.
* અજમો અને જીરું પાવડર ચારીને લેવો.

રસોઈની રાણી : કાજલ શેઠ (મોડાસા)

મિત્રો આપસોને મારી રેસીપી કેવી લાગી? કોમેન્ટમા અચૂક જણાવજો…..જેથી નવી વાનગી આપવામાં મને ઉત્સાહ રહે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,271 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 + 3 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>