બંધારણની કલમ ૩૭૦ શીરાની જેમ ગળે ઉતરે એવી સરળ સમજૂતી.

ભારત અને પાકિસ્તાનનાં ભાગલા પાડવા માટે બ્રિટિશ સરકારે બનાવેલા કાયદામાં ૫૬૨ દેશી રજવાડાઓ માટે એક વિશેષ જોગવાઈ કરવામાં આવી હતી. આ જોગવાઈ પ્રમાણે જે તે રાજ્યના રાજા એમની ઈચ્છા પ્રમાણે પોતાના રાજ્યને ભારત સાથે કે પાકિસ્તાન સાથે જોડવા માટે સ્વતંત્ર હતા. જો રાજા પોતાના રાજ્યને ભારત કે પાકિસ્તાન પૈકી કોઈપણ દેશ સાથે જોડવા ન માંગતા હોય તો પોતે અલગ દેશ તરીકે એનું અસ્તિત્વ ચાલુ રાખી શકે.

maharaja

મૂળ વાત એવી છે કે, સ્વતંત્રતા બાદ નાના રજવાડાઓને ભારત સાથે જોડવામાં આવ્યા હતા. પરંતુ આઝાદી વખતે કાશ્મીરના મહારાજા હરિસિંહે ભારત કે પાકિસ્તાન સાથે જોડાવાના બદલે સ્વિઝરલેન્ડ જેવો દેશ બનાવવા પોતાનું અલગ અસ્તિત્વ ચાલુ રાખવાનો નિર્ણય કરેલો હતો. ૨૦મી ઓકટોબર ૧૯૪૭ના રોજ આઝાદ કાશ્મીર ફોર્સે પાકિસ્તાન આર્મી સાથે મળીને કાશ્મીર પર ચઢાઈ કરી. સામનો કરવા માટે ગયેલી મહારાજા હરિસિંહની ફોઝનાં કેટલાય સૈનિકો સામેના લોકો સાથે જોડાઈ ગયા એટલે બાકી વધેલા સૈનિકો મુકાબલો કરવા સક્ષમ ન રહ્યા. પાકિસ્તાની આર્મી સતત આગળ વધી રહી હતી.

maharaja hariing sign janva jevu

મહારાજા હરિસિંહને જ્યારે એવું લાગ્યું કે, હવે એ કોઈપણ સંજોગોમાં ટકી શકે તેમ નથી એટલે એમણે એમનાં દીવાન મહેરચંદ મહાજનને મદદ માટે ભારત મોકલ્યો. ભારત સરકારે મદદ માટે મનાઈ કરી દીધી કારણકે કાશ્મીર ભારત સાથે જોડાયેલું નહોતું. ગુહખાતુ સંભાળતા સરદાર પટેલે કહ્યું કે કાશ્મીર ભારત સાથે જોડાવા માટેના જોડાણખતમાં સહી કરી આપે તો એ ભારતનો હિસ્સો ગણાય પછી ભારત કાશ્મીરને મદદ કરી શકે. ભારત સરકારની આ વાત સ્વીકારીને મહારાજા હરિસિંહએ ૨૬મી ઓક્ટોબર ૧૯૪૭ના રોજ જોડાણખત પર રહી કરીને કાશ્મીરને ભારત સાથે જોડી દીધું. કાશ્મીર હવે ભારતનો હિસ્સો બની ગયું એટલે તુરંત જ ભારતના સૈન્યને કાશ્મીરમાં ઉતારવામાં આવ્યું અને પાકિસ્તાની આર્મીને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો.

કશ્મીર ઘાટીમાં બહુમત પ્રજા મુસ્લિમ હતી પણ જમ્મુ, લેહ લડાખ માં અને ભારતની બહુમત પ્રજા હિંદુ હતી. કાશ્મીરના લોકોને ભય હતો કે ભારત એની સાથે કેવું વર્તન કરશે. કાશ્મીરના નેતા શેખ અબ્દુલ્લા ભારતના તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુના સારા મિત્ર હતા આથી શેખ અબ્દુલ્લા પોતાની રજુઆત લઈને જવાહરલાલ નહેરુ પાસે આવ્યા. શેખ અબ્દુલ્લાની માંગણી હતી કે કાશ્મીરની પ્રજાને સાંત્વના આપવા માટે ભારત સરકાર કાશ્મીરને વિશેષ બંધારણીય અધિકારો આપે. આવા વિશેષ અધિકારોની યાદી તૈયાર કરીને શેખ અબ્દુલ્લાએ નહેરુજીને રજુઆત કરી.

નહેરુજીએ કહ્યું કે તમે ડો.ભીમરાવ આંબેડકરને મળો. બંધારણનો મુસદો તૈયાર કરવાની જવાબદારી એમની છે. શેખ અબ્દુલ્લા પોતાની માંગણી લઈને ડો. આંબેડકરને મળ્યા. ડો. આંબેડકરજીએ ચોખ્ખા શબ્દોમાં નાં પાડતા જણાવેલું કે દેશના બીજા નાગરિકો કરતા કાશ્મીરના નાગરિકોને વિશેષ અધિકારો કેવી રીતે આપી શકાય ? શેખ અબ્દુલ્લા ફરીથી નહેરુજી પાસે આવ્યા. નહેરુજીએ સરદાર પટેલને બોલાવીને શેખ અબ્દુલ્લાની માંગ કોંગેસની વર્કિંગ કમિટીમાં મંજૂર કરાવવા માટે કહ્યું પણ સરદાર સહીત વર્કિંગ કમિટિએ પણ આ બાબતનો વિરોધ કર્યો.

નહેરુ થોડા વધુ લાગણીશીલ હતા ( હું અંગત રીતે માનું છું કે ભારતના ઘડતરમાં નહેરુજીનું અમૂલ્ય પ્રદાન રહ્યું છે પણ માનવસહજ ભૂલો પણ કરી છે.) આથી કાશ્મીરની પ્રજા માટે શેખ અબ્દુલ્લાની માંગણીઓને ધ્યાનમાં લઈને બંધારણની કલમ ૩૭૦ માટેનો મુસદો તૈયાર કરવા માટે ગોપાલસ્વામી આયંગરને કહેવામાં આવ્યું અને ગમે તે ભોગે આ મુસદો બંધારણ સભામાં મંજૂર કરાવવાની જવાબદારી સરદાર પટેલને સોંપવામાં આવી. આ સ્થિતિ વચ્ચે ગોપાલસ્વામી આયંગરે સંઘીય સંવિધાન સભામાં કલમ ૩૦૬-એ દાખલ કરી જે બાદમાં કલમ ૩૭૦ બની ગઈ. તત્કાલીન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કાશ્મીરની પરિસ્થિતિ થાળે પાડવા માટે હંગામી કલમ (જે થોડા સમય પછી રદ થઈ શકે તેવી કલમ ) તરીકે કલમ ૩૭૦ને બંધારણમાં ઉમેરવામાં આવી અને કાશ્મીર રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો. કાશ્મીરમાં વકરેલા અલગતાવાદ માટે પણ આ કલમને જ જવાબદાર ઠેરવવામાં આવે છે.

કાશ્મીર રાજ્યને નીચે મુજબના કેટલાક વિશેષ અધિકારો પ્રાપ્ત થયેલા હતા, જે દેશના બીજા રાજ્યના નાગરિકોને મળતા નહોતા.

આર્ટિકલ 370 વિશે – જાણવા જેવું બધું જ.

flaggg

  • આર્ટિકલ ૩૭૦ના કારણે જ જમ્મુ-કાશ્મીરનો પોતાનો અલગ ઝંડો અને પ્રતીક પણ હતું.
  • જે રીતે ભારત દેશનું પોતાનું બંધારણ છે એવી જ રીતે કાશ્મીરનું પોતાનું અલગ બંધારણ હતું. (જે ૧૭-૧૧-૧૯૫૬નાં રોજ કાશ્મીરે પોતાનું બંધારણ અપનાવ્યું હતું.)
  • કાશ્મીરના નાગરિકને બેવડું નાગરિકત્વ મળે છે. એક ભારતનું નાગરિકત્વ અને બીજું કાશ્મીરનું નાગરિકત્વ જ્યારે અન્ય રાજ્યના નાગરિકોને માત્ર ભારત દેશનું એક જ નાગરિકત્વ મળટુ હતું.
  • જમ્મુ-કાશ્મીરના લોકો અલગ થી ભારતની નાગરિકતા પણ ધરાવતા હતાં.
  • જમ્મુ-કાશ્મીરમાં ભારતના રાષ્ટ્રધ્વજ અથવા તો રાષ્ટ્ર પ્રતીકોનું અપમાન કરવામાં આવે તો અપરાધ ગણાતો નહોતો.
  • આર્ટિકલ ૩૬૦ હેઠળ દેશમાં આર્થિક કટોકટી લાગુ કરવાની સત્તા છે તે કલમ પણ અહીંયા લાગુ કરી શકાતી નહોતી.
  • ભારતની સંસદ દ્વારા ઘડવામાં આવેલા કોઈ કાયદાને જો કાશ્મીરની વિધાનસભા મંજૂરી ન આપે તો તે કાયદાને કાશ્મીરમાં લાગુ કરી શકાય નહિ. (સંરક્ષણ, વિદેશી બાબતો અને સંદેશાવ્યવહાર સિવાય)  અન્ય બાબતે કેન્દ્ર સરકાર કાશ્મીરમાં દખલ દઈ શકતી નહોતી.તેના કારણે જ જમ્મુ-કશ્મરી ઉપર બંધારણનો આર્ટિકલ ૩૫૬ લાગુ પડતો નહોતો. રાષ્ટ્રપતિ પાસે રાજ્યના બંધારણને પણ બરખાસ્ત કરવાનો કોઈ અધિકાર નહોતો.
  • જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલની જગ્યાએ સદર-એ-રિયાસત અને મુખ્યમંત્રીના બદલે પ્રધાનમંત્રીનો ઉપયોગ થતો.
  • કેન્દ્ર સરકાર જો કાશ્મીરમાં સંઘીય કાયદા લાગુ કરવા માગે તો રાજ્ય સરકારની પરવાનગી લેવી પડતી.
  • અહીંયાં સુપ્રીમ કોર્ટના આદેશ પણ માન્ય રાખવામાં આવતા નહોતા.
  • કાશ્મીરમાં ભારત સરકાર ક્યારેય નાણાકીય કટોકટી જાહેર કરી શકતી  નાં હતી
  • જમ્મુ-કાશ્મીરની કોઈ મહિલા ભારતના અન્ય રાજ્યના નાગરિક સાથે લગ્ન કરે તો તેની કાશ્મીરની નાગરિકતા રદ થઈ જતી હતી.
  • કાશ્મીરની મહિલા પાકિસ્તાની નાગરિક સાથે લગ્ન કરે છે તો તેના પતિને પણ કાશ્મીરની નાગરિકતા મળી જતી હતી.
  • આ આર્ટિકલનાં કારણે પાકિસ્તાનીઓ પણ જો કાશ્મીરમાં રહેતા હોય તો તેમને ભારતની નાગરિકતા મળી જતી હતી..
  • અન્ય રાજ્યના લોકો અહીંયાં જમીન ખરીદી શકતા નહોતા.
  • જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાનો કાર્યકાળ ૬ વર્ષનો હતો જયારે ભારતના અન્ય રાજ્યોમાં વિધાનસભા પાંચ વર્ષ જ કાર્યકાળ ધરાવે છે.
  • અહીંયાં મહિલાઓ ઉપર શરિયત લાગુ કરવામાં આવ્યો હતો.
  • જમ્મુ-કાશ્મીરમાં પંચાયત ને કોઈ અધિકાર નહોતો મળતો.
  • ૩૭૦નાં કારણે જ કાશ્મીરમાં આરટીઆઈ પણ લાગુ કરી શકાતો નહોતો.
  • કાશ્મીરમાં આરટીઈ અને કેગ પણ લાગુ થતા નહોતો..
  • અહીંયાં અન્ય રાજ્યના લોકો સરકારી નોકરી પણ કરી શકતા નહોતા. તેમને કોઈ પોસ્ટિંગ અપાતું નહોતું.
  • કાશ્મીરમાં અલ્પસંખ્યકોમાં હિંદુઓ અને શીખો છે. તેમને ૧૬ ટકા અનામત પણ મળતી.

આવા તો નાનાં મોટા કેટલાય વિશેષાધિકાર બંધારણની કલમ ૩૭૦ દ્વારા કાશ્મીરને આપવામાં આવ્યા હતા. આ જ કલામના અનુસંધાને ૧૪-૫-૧૯૫૪ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદનાં હુકમથી બંધારણમાં કલમ ૩૫એ ઉમેરવામાં આવી અને કાશ્મીરના કાયમી નાગરિકોના અધિકારોની જોગવાઈ કરવામાં આવી જે મુજબ કાશ્મીરમાં રહેતા હોય પણ કાશ્મીરના કાયમી નાગરિક ન હોય તો તેમને સરકારી નોકરી કે સરકારી યોજનાઓનો લાભ મળતા નહોતા અને કાશ્મીરની વિધાનસભામાં મતદાન પણ કરી શકતા નહી.

the-constitution-of-jammu-and-kashmir-its-development-and-comments-original-imadj7d8ajvhsxk3

શું હતું કાશ્મીરનું બંધારણ?

વર્ષ ૧૯૫૬માં જમ્મુ-કાશ્મીરમાં પોતાનું બંધારણ બનાવવામાં આવ્યું હતું. આ બંધારણ પ્રમાણે સ્થાનિક નાગરિક એવી જ વ્યક્તિ ગણાતી જે ૧૪ મે ૧૯૫૪થી રાજ્યની નાગરિક હોય અથવા તો તેની પહેલાંના ૧૦ વર્ષથી રાજ્યમાં જ રહેતી. તે ઉપરાંત આ તારીખથી ૧૦ વર્ષ પહેલાંથી કોઈ જમીન કે સંપત્તિ તેના નામે હોય તો પણ તેને નાગરિકતા અપાતી. તેની વિશેષ વ્યવસ્થા એવા નાગિરકો માટે પણ આપવામાં આવેલી જે ભાગલા દરમિયાન પાકિસ્તાન ગયા હતા અને થોડા સમય પછી પાછા આવીને કાશ્મીરમાં વસ્યા હતા. આવા નાગરિકોને કાશ્મીરની નાગરિકતા આપવા અંગે વિશેષ છૂટ આપવામાં આવી હતી.

GADGATE

આમ તો કાશ્મીર ની રાજ્ય સરકાર ની મંજુરી વિના હટી શકે નહીં પણ પણ મોદી- શાહ ફેબ્રુઆરીમાં SC ST AMENDMENT BILL થકી કાશ્મીરમાં કાયદો લાવી ચૂક્યા હતા કે જો કાશ્મીરમાં સરકાર ના હોય તો ત્યાંનો ગવર્નર નિર્ણય લઈ શકે છે. બંધારણની કલમ ૩૭૦ રદ કરવા માટે બંધારણમાં જ જોગવાઈ કરવામાં આવી છે. જે મુજબ ભારતના રાષ્ટ્રપતિ જમ્મુ કાશ્મીર બંધારણસભાની મંજૂરી સાથે એક જાહેનામુ બહાર પાડીને આ હંગામી કલમને રદ કરી શકે. ભારતના બંધારણે આપેલા આ અધિકારનો ઉપયોગ કરીને ભારતના રાષ્ટ્રપતિ મહામહિમ રામનાથ કોવિંદે તેમને મળેલા વિશેષાધિકારનો ઉપયોગ કરતા તા.૫મી ઓગસ્ટ ૨૦૧૯ને સોમવારના રોજ જાહેરનામું બહાર પાડીને જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા 1954ના અનુચ્છેદ 370ને બંધારણની કલમ ૩૭૦ નાબૂદ કરી દીધો.article370_union_territories_660_080519015504

કલમ 370 : મોદી સરકારના એક નિર્ણયથી હવે કાશ્મીરમાં શું-શું બદલાશે?

  • આ સાથે જમ્મુ-કાશ્મીરને વિધાનસભા સાથેના કેન્દ્રશાસિત પ્રદેશ તથા લદ્દાખને અંદમાન નિકોબાર દ્વીપસમૂહની જેમ વિધાનસભા વગરના કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો છે.
  • કાશ્મીરીઓ માટે અનુચ્છેદ 370નો મુદ્દોએ ભાવનાત્મક મુદ્દો છે, એટલે કાયદો અને વ્યવસ્થાની સંભવિત સ્થિતિને જોતાં આડત્રીસ હજાર જવાનોને જમ્મુ-કાશ્મીર મોકલવામાં આવ્યા છે. .
  • ત્યારે જાણો કે અનુચ્છેદ 370 નાબૂદ થવાથી કાશ્મીરીઓ તથા અન્યત્ર રહેતા ભારતીયોને કઈ રીતે ફેર પડશે.

શું ફેર પડશે?

  • અનુચ્છેદ 370 નાબૂદ થતાં અન્ય રાજ્યમાં વસતા નાગરિકો હવે જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદી શકશે.
  • અગાઉ રાજ્યને વિશેષ દરજ્જો મળેલો હોવાથી અન્યત્ર વસતાં ભારતીયો ત્યાં જમીન ખરીદી શકતા ન હતા.
  • સરળ શબ્દોમાં કહીએ તો જો તમે ગુલમર્ગમાં હોટલ ખરીદવા ઇચ્છો તો ખરીદી શકાશે અને ત્યાં રહેવા માટે ઘર ખરીદો તો ત્યાંની મતદાર યાદીમાં નામ નોંધાવી શકશો.
  • અગાઉ કાશ્મીરમાં જન્મ ન થયો હોય તેવા નાગરિકોને કાશ્મીરમાં જમીન કે સ્થાવર સંપત્તિ ખરીદવાના અધિકાર ન હતા.
  • જો કોઈ કાશ્મીરી યુવતી અન્ય રાજ્યના યુવકને પરણે તો પણ કાશ્મીરમાં સંપત્તિ ધારણ કરવાના તેના અધિકાર છિનવાઈ જતા હતા.
  • આ સિવાય શહેરી જમીન (ટોચમર્યાદા તથા નિયંત્રણ) ધારો, 1976 પણ લાગુ પડશે, કોઈ વ્યક્તિ મહત્તમ કેટલી જમીન ધરાવી શકે તે અંગે નિયંત્રણ લાગુ પડશે.
  • જમ્મુ-કાશ્મીરમાં લઘુમતી સમુદાયના નાગરિકોને 16 ટકા અનામત મળી શકશે.
  • રાજ્યમાં હિંદુ, બૌદ્ધ, શીખ તથા જૈન લઘુમતીમાં હોવાથી તેમને નોકરીઓમાં અનામત મળશે.
  • હવે સુપ્રીમ કોર્ટના તમામ ચુકાદા જમ્મુ-કાશ્મીરની ઉપર પણ લાગુ પડશે.
  • રાજ્યમાં ભારતના રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રીય પ્રતીકોના અપમાનને હવે ગુનો ગણવામાં આવશે. અગાઉ ભારતીય રાષ્ટ્રધ્વજને સળગાવવાની ઘટનાઓ વારંવાર બનતી હતી. આ સિવાય જમ્મુ-કાશ્મીરનો અલગ ઝંડો પણ હતો, જે રાજ્યની તમામ સરકારી ઇમારતો ઉપર ભારતના તિરંગાને સમાંતર ફરકાવવામાં આવતો હતો.
  • જોકે, હવે કેન્દ્ર સરકાર તમામ બાબતોમાં કાયદા ઘડી શકશે. ઉલ્લેખનીય છે કે, રાઇટ-ટુ-ઇન્ફર્મેશન ઍક્ટ અને રાઇટ-ટુ-ઍજ્યુકેશન જેવા કાયદા લાગુ થતા ન હતા.
  • કેન્દ્ર સરકાર દ્વારા સંસદ મારફત જે કોઈ કાયદા બનાવવામાં આવશે, તે સીધા જ જમ્મુ-કાશ્મીર ઉપર લાગુ થઈ શકશે.
  • જમ્મુ-કાશ્મીરની પંચાયતોને અધિકાર મળશે. અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા જે આર્થિક સહાય મોકલવામાં આવતી હતી તે રાજ્ય સરકાર મારફત ગ્રામ પંચાયત સુધી પહોંચતી હતી.
  • જોકે, છેલ્લા કેટલાક સમયથી કેન્દ્ર સરકારે સીધા જ નાણા ગ્રામ પંચાયતોને મોકલવાનું શરૂ કર્યું હતું.
  • બંધારણની કલમ 326 લાગુ પડશે. મતલબ કે અઢાર વર્ષથી વધુ ઉંમરના નાગરિકો મતદાન કરી શકશે.
  • આ સિવાય જમ્મુ-કાશ્મીરના નાગરિકોને વિશેષાધિકાર નાબૂદ થઈ ગયા છે.
  • અમિત શાહે સોમવારે જે બિલ રાજ્ય સભામાં રજૂ કર્યું તેની જોગવાઈ મુજબ જમ્મુ-કાશ્મીરને વિધાનસભાની સાથે (દિલ્હીની જેમ) વિશેષ રાજ્યનો દરજ્જો મળશે.
  • જ્યારે લદ્દાખ અલગથી (અંદમાન નિકોબારની જેમ) કેન્દ્ર શાસિત પ્રદેશ બનશે અને તેની પોતાની વિધાનસભા નહીં હોય.UT-of-Jammu-Kashmir-and-Ladakh-

Comments

comments


6,066 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 8 = 9