આટલો પ્રાચીન છે પાણી પૂરીનો ઇતિહાસ, તમે પણ જાણી થઈ જશો આશ્ચર્ય ચકિત

મિત્રો , જેમ આપણા દેશ મા અનેક વસ્તુઓ ને રાષ્ટ્રીય સન્માન તથા બિરુદ આપવા મા આવ્યુ હોય છે. તેવી જ રીતે પાણીપુરી પણ ખાણી-પીણી ના બાદશાહ તરીકે ગણાય છે. હાલ , રાજ્ય સરકાર દ્વારા આ પાણીપુરી પર પ્રતિબંધ મૂકી દેવા મા આવ્યો છે. પરંતુ , આ વાનગી નુ નામ સાંભળતા જ નાના હોય કે મોટા સૌ કોઈ ના મોઢાં મા પાણી આવી જાય છે. આ પાણીપુરી આખા વિશ્વ મા એક જાણીતા નાસ્તા તરીકે ની ખ્યાતિ પામેલ છે.

ઉત્તર ભારત મા આ પાણીપુરી ને ગોલગપ્પા તથા પૂર્વ અને પશ્ચિમ ભારત મા તેને પાણીપુરી તરીકે જ ઓળખવા મા આવે છે. આ વાનગી એવી છે કે તમે ગમે ત્યારે તેને આનંદપૂર્વક સેવન કરી શકો. આ સ્વાદિષ્ટ તથા ચટાકેદાર વાનગી મોઢાં મા સ્વાદ પૂરો પાડવા ની સાથે-સાથે મોઢાં મા પડેલા ચાંદા અને અલ્સર જેવી સમસ્યાઓ મા પણ રાહત આપે છે. જો આ પાણીપુરી નુ પાણી એસેફેટિડા સાથે તૈયાર કરવા મા આવે તો પેટ મા ઉદ્દભવતી એસિડીટી ની સમસ્યા ને પણ દૂર કરે છે.

હાલ, પાણીપુરી માર્ગરિટા , ચોકલેટ પાણીપુરી તથા પાણીપુરી શોટ આખા વિશ્વ મા લોકપ્રિય બની છે. આ પાણીપુરી હાલ આઈસ્ક્રીમ ના માર્કેટ મા પણ પગપેસારો કરી રહી છે. પાણીપુરી ૨૦ કરતા પણ વધુ પધ્ધતિ થી બનાવી શકાય છે. જેમા ખટ્ટી પાણીપુરી , મીઠી પાણીપુરી , તીખી પાણીપુરી વગેરે નો સમાવેશ થાય છે. પાણીપુરી ને વધુ સ્વાદિષ્ટ અને લિજ્જતદાર બનાવવા માટે તેમા બટાકા, ડુંગળી અને આમલી નુ પાણી ઉમેરવા મા આવે છે.

આ ઉપરાંત આદુ ની ચટણી, મીઠી ચટણી , ગુલાબજળ સાથે પણ પાણીપુરી નુ સેવન કરવા મા આવે છે. આ પાણીપુરી અત્યંત પ્રાચીન વાનગી છે. તેનો પ્રારંભ મગધ રાજ્ય મા થયો હતો. જે હાલ દક્ષિણ બિહાર તરીકે ઓળખાય છે તેનુ મૂળ નામ કુલ્ફી છે. આ જગ્યાએ પ્રથમ વખત પાણીપુરી નુ સંશોધન થયુ હતુ. ત્યારબાદ આ વાનગી વિદેશ સુધી પ્રસરાઈ ગઈ હતી. આ વાનગી ને ઊંચી કેલરી ની શ્રેણી મા મુકવા મા આવે છે.

આ વાનગી મા એક ડિશ મા ૪-૬ નંગ હોય છે જેમા અંદાજિત ૧૦૦ કેલરી સમાવિષ્ટ હોય છે. આ પાણીપુરી સાથે સ્વાસ્થ્ય સંબંધિત અનેક લાભો તથા ગેરલાભો જોડાયેલા છે. આ એક જંકફૂડ છે જેથી તેનુ વધુ પડતુ સેવન આપણા શરીર મા ચરબી નુ પ્રમાણ વધારી શકે છે તથા આપણે મોટાપા જેવી સમસ્યાઓ થી પીડાવુ પડી શકે. આ માટે કોઇપણ આવી ખાણી-પીણી ની વસ્તુઓ નો વધુ પડતો ઉપયોગ ટાળવો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,190 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 × = 30

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>