આજે વાસી ખોરાકને ગરમ કરીને ખાવાની ટેવ ૮૦ % ભારતીયોને છે, તેની સાઈડ ઈફેકટ જાણીને તમારી ટેવ પણ છૂટી જશે…

દોસ્તો ઘણી વાર ખોરાક વધુ બનવાને કારણે કે પછી બે વખત ખોરાક બનાવાની આળસ ના કારણે આપણે વાસી ખોરાક ને ફ્રિજ માં સાચવી મૂકીએ છીએ અને બાદ માં તેને ગરમ કરીને ખાઈએ છીએ. તો ચાલો આ વાસી ખોરાક કેજેને એક વખત ફ્રિજ માં મૂક્યો હોય અને પછી ફરી ગરમ કરવામાં આવે તો શું ઇફફેક્ટ થશે તે જોઈએ.

વાસી ખોરાક ગરમ કરી ખાવાથી ફૂડ પોઇજિંગ થઈ શકે છે.

વાસી ખાણી પીણીને ગરમ કરીને ખાવાથી ફૂડ પોઇજિંગ જેવી સમસ્યાઓ થઇ શકે છે. ઘણા લોકો ગેસની તકલીફ થી પીડાઈ છે જે વાસી ખોરાક ખાવાથી થાઈ છે. જો તમે ઉનાળા માં રાત્રિ ના સમયે ચોખા ખાતા હોય તો રાત્રે એ ભારે પડે છે. કેમકે રાત્રે એસીમાં સૂતા હોવાથી સવારે અપચોની સમસ્યા રહેશે. અલબત ટાઇફોડ અને કમળો થવાનું મેજર કારણ પણ વાસી ખોરાગ જ છે.

પહેલાથી કાપેલી શાકભાજી કે ફળો નુકશાન કારક છે

ઘણી વખત આપણે રસોઈ માં વપરાતી શાકભાજી સમય પહેલા કાપીને રાખી દઈએ છીએ. ફ્રૂટ્સ માં પણ અડધું ફ્રૂટ્સ ખાઈને બાકીનું ફ્રિજ માં રાખી દેવાની ટેવ ઘણી ગૃહિણી ની હોય છે. પરંતુ હેલ્થ એક્સપર્ટના મંતવ્ય પ્રમાણે, મોસમના ફેરબદલ ના કારણે શાકભાજી અને ફળો હવા સાથે સંપર્કમાં આવતાં જડપથી પ્રતિક્રિયા કરવાનું શરૂ કરે છે. અને તેમાં રહેલા પોષક તત્વો, વિટામિન્સ, ખનિજ ધીમે ધીમે સમાપ્ત થાય છે.

પૅકિંગ કરેલ ફૂડસ પણ તંદુરસ્ત નથી હોતા.

આજે લોકોને બહારની ખાણી પીણીની લાત લાગી છે. લોકો જૂસ કે બીજા નાસ્તા બહારથી માંગવીને ખાઈ છે. આ બધી જ ખાણી પીણી પૅકિંગ માં આવે છે. જે ક્યારે અને કેટલા દિવસ પહેલા બનેલી હશે તેનો કોઈ અંદાજો ના લગાવી શકાઈ. જેથી રેડી ટુ યુજ ફૂડ પણ હેલ્થ માટે સારા નથી.

ઘરમાં પહેલે થી લોટ બાંધી ને ન રાખવો જોઈએ.

ખાસ કરીને ગૃહિણીઓ રસોઈ બનાવટી વખતે રોટલી નો અંદાજ લગાવ્યા વગર લોટ બાંધી દેતી હોય છે. બાદમાં વધેલા ઘઉં ના લોટ ને ફ્રિજમાં રાખી મુકવો અને પછી તેની રોટી બનાવવવી જે આરોગ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. કારણકે લોટમાં એવા તત્વો છે જે પાણીના સંપર્ક માં આવતા બેક્ટેરિયા પેદા કરે છે. જેનાથી કોઈ પણ જાતનો રોગ આમંત્રિત થાઈ છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,385 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 + = 7

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>