આજે પણ આ ૪ જીવો ભોગવી રહ્યા છે સીતા માતા નો આ દુર્લભ શ્રાપ, જાણો કયા ૪ જીવ…

હિંદુ ધર્મ ને આ વિશ્વ નો મહાન તેમજ સ્વ થી જુના ધર્મ ની માન્યતા પ્રાપ્ત છે. આપળા શાસ્ત્રો ના અધ્ધ્યન અને આપળા પુરાણો તેની સાબિતી પૂરે છે. તેવા પુરાણો મુજબ જો આગળ વિચારીએ તો હિંદુ ધર્મ મા દરેક મહિના નો પોતાનો ખાસ મહત્વ હોય છે. તો આજે આપડે વાત કરવી છે તેવા શ્રાદ્ધ મહિના ની કે જે પિતૃ તર્પણ માટે વધુ જાણીતો છે.

આ શ્રાદ્ધ મહિના ની મહિમા આદિકાળ થી ચાલી આવે છે અને લોકો સદીયો થી આનું અનુશરણ કરતા આવે છે. આ મહિના નો સંબંધ કેવલ આપળા સુધી જ સીમિત નથી પણ તે આપણા પૂર્વજો સાથે પણ સંકળાયેલો છે. ભારતીય ઈતિહાસ મુજબ શ્રાદ્ધ સાથે ઘણી કથાઓ જોડાયેલી છે. તો આજે જે વાત અમે કરવા જઈ રહ્યા છીએ તે ત્રેતા યુગ મા ભગવાન વિષ્ણુ અવતાર પ્રભુ શ્રી રામ સાથે સંકળાયેલ છે.

ત્રેતાયુગ ની વાત થઇ રહી છે અને આ પ્રસંગ નો ઉલ્લેખ ભારત ના મહાન ગ્રંથ ગણાતા ‘રામાયણ’ થી લેવામાં આવ્યો છે કે જયારે પ્રભુ શ્રી રામેં માતા કૈકેય અને પિતા દશરથ ના વચન માટે રાજપાટ નો ત્યાગ કરીને તે માતા જાનકી અને ભાઈ લક્ષ્મણ સાથે ૧૪ વર્ષ ના વનવાસ મા નીકળી ગયા હતા. આ વિયોગ તેમના પિતા થી સહન નો થતા તે સ્વર્ગે સીધાર્યા અને તેની જાણ જયારે વનવાસ મા વિચરતા આ લોકો ને થઇ તો તેમને ઘણું દુખ થયું.

હવે ત્રણેય પાછા ના ફરવા તો વચનબધ હતા પરંતુ પોતાના પિતા ના અવસાન થયું હોવાથી એક પુત્ર નો કર્તવ્ય તો તેમને પૂરો કરવાનો હતો. ત્યારે માતા જાનકીએ પિંડ દાન કરવાનું સૂચવ્યું અને ભ્રાતા લક્ષ્મણ ને આ પિંડ દાન ની સામગ્રી ની શોધ કરવા આદેશ કર્યો. માતા જાનકી ના આદેશ થી ભ્રાતા લક્ષ્મણ આ સામગ્રી ની શોધ મા નીકળી ગયા પણ સમય વીતતો ગયો અને વધુ વાર લાગવાથી માતા જાનકી ને તેમની ચિંતા થવા લાગી.

હવે આ પરિસ્થિતિ માથી બહાર આવવા માતા જાનકીએ તેમની મતિ ના ઉપયોગ કરી જાતે તે આ સામગ્રી ની શોધ મા નીકળી ગયા અને કેહવામાં આવે છે કે તેમને પિંડદાન સંપન્ન કર્યું અને જેના સાક્ષી રૂપે ત્યારે એક બ્રામણ, ગાય, ફાલ્ગુ નદી અને કાગડા નો સમાવેશ થાય છે. પ્રભુ શ્રી રામ જયારે પરત આવ્યા તો માતા સીતાએ તેમને જણાવ્યું કે તેમણે પુરા રીત રીવાજો સાથે આ પિંડદાન સંપન્ન કર્યું છે અને જેના પુરાવા રૂપે આ ચાર હાજર હતા.

માતા જાનકી ને વિશ્વાસ હતો કે તે ચારેય પ્રભુ શ્રી રામ સામે સત્ય બોલશે પરંતુ તે ચારોએ અસત્ય ભાખ્યું અને આ પિંડદાન ની વાત ને ખોટી સાબિત કરવાનો પ્રયાસ કર્યો. આવું થવાથી પ્રભુ શ્રી રામ માતા જાનકી પર ક્રોધિત થવા લાગ્યા અને તેમના ક્રોધ થી બચવા માટે માતા જાનકીએ પિતા દશરથ ની આત્મા નું આવ્વાહન કર્યું અને તેમની આત્મા ત્યાં પ્રગટ થઇને જણાવ્યું કે તેમનું પિંડદાન માં જાનકી દ્વારા પુરા રીત રીવાજો મુજબ સંપન્ન થયુ છે અને તે ચારેય અસત્ય બોલી રહ્યા છે.

આ સાથે માતા જાનકી ને આ ચારેય પર ક્રોધ આવ્યો અને તેમને આ ચારેય ને શ્રાપ આપ્યો જે તેવો આજ પણ ભોગવી રહ્યા છે. માતા જાનકીએ શ્રાપ આપતા કહ્યું હતું કે “ તમને ભલે બધીજ જાત નું ભોજન મળે, કોઈ રાજાનું રાજ મળે પણ તે છતાં તમે હંમેશ માટે રેહશો નિર્ધન તેમજ ગરીબ”.

ત્યાર પછી માતા જાનકીએ ઉલ્લેખ કરતા કહ્યું હતું કે આ બ્રાહ્મણ ને બધું મળશે પણ રેહશે નિર્ધન અને ગરીબ, ફાલ્ગુ નદી ને કહ્યું કે પાણી હોવા છતાં રેહશે હમેશા દુખી, ગાય ને કહ્યું કે પૂજાતા રેહશો પણ ભાટકીને એંઠવાળો ખાવાનો શ્રાપ અને કાગડા ને કહ્યું કે એકલા રેહવાનું અને ઝઘડીને ખાવાનું. તો આજે પણ આપડે આ શ્રાપ ને જોઈ રહ્યા છીએ જે ચિરકાળ થી ચાલ્યો આવે છે અને હજુ તેવો તેને ભોગવી પણ રહ્યા છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,306 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 × = 2

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>