આદુ અને તજ ની ચા ના આ ઘરેલુ ઉપાયથી શરીરની ચરબી અને જાડાપણુ કરો ફટાફટ દુર, જાણો બનાવવાની રીત…

આજ ના આ આધુનિક યુગ મા સમય ના અભાવ ને કારણે લોકો પોતાની જાત ઉપર પણ ધ્યાન નથી આપી શકતાં. રોજ કેટલા લોકો બાહર નું જમી જમીને બીમાર પડે છે. તેમાંય આજ નો જંક ફૂડ તો મહત્વ ની ભૂમિકા ભજવે છે તેનાથી નો ધાર્યા હોય તેવા રોગો થાય છે. તેમજ આજે તો મોટા મા મોટી દર ત્રીજા વ્યક્તિ ને સમસ્યા છે જાડાપણું. તમે પણ શરીરના વધતા વજન થી પરેશાન હો તો આજે તમારા માટે લાવ્યા છીએ આ એક ખાસ ઉપાય.

તો ચાલો આજે જાણીએ કે જો તમે પણ આ મોટાપા ની મુશ્કેલી નો અનુભવ કરી રહ્યા છો તો હવે ચિંતા છોડી દો કેમકે આજે અમે તમને એવી ઘરેલું ચા વિશે જણાવશું કે જેના આકાર નાના છે પરંતુ ગુણ બહુ મોટા. તો અહિયાં વાત કરવામાં આવે છે ખુબ જ અસરકારક તત્વ તજ અને આદુ ના પ્રયોગ થી બનાવાતી ચા નો.

ચા શબ્દ સાંભળતાં તમને હાસ્ય લાગશે પરંતુ આ સત્ય છે.સાંભળવા મા સાધારણ જેવી લાગતી ચા હકીકતે એટલી અસરકારક છે કે જો રોજ આ રીતે તેનો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી ખાલી વજન જ નહિ પરંતુ શરીર મા જામેલ મેટાબોલીજમ ને પણ દુર કરી મદદરૂપ થાય છે. તો ચાલો જાણીએ કે કઈ રીતે આ ચા બનાવી શકાય અને તેને કી રીતે અરોગાવી જોઈએ.

તો હવે ૫ ગ્રામ તજ ના ટુકડા અને ૫ ગ્રામ આદુના ટુકડા ને સાથે ભેળવી પીસી લો અને ૨૦૦ ગ્રામ જેટલા પાણી મા નાખીને ઉકળવા માટે મૂકી દો. જયારે આ ઉકળતું પાણી માત્ર ને માત્ર ૧૦૦ ગ્રામ રહે ત્યારે તેને ગાળી ને મૂકી દો અને આ ચા પીવા લાયક થાય ત્યાં સુધી ઠંડી થવા દો. જયારે પીવાલાયક ઠંડી થાય તો તેને પી લેવું જોઈએ. સ્વાદ માટે આ ચા મા લીંબુ પણ ભેળવી શકાય છે.

આ ચા ને નિયમિત પણે દિવસમાં બે વખત લેવી જોઈએ. એક વખત સવારે ભૂખ્યા પેટે અને બીજી વખત સાંજે સૂર્ય આથમતો હોય ત્યારે આ ચા પીવી જોઈએ. આ ચા પીધા બાદ જો ૧૫ થી ૨૦ મિનીટ સુધી કોઈ પણ પરિશ્રમ કે હળવી કસરત કરવામાં આવે તો સોના મા સુગંધ ભળે તેવી વાત થઈ જાય છે.

જો રોજ આ ચા દિવસ મા બે વખત પીવામાં આવે તો તમે જોઈ શકશો કે માત્ર એક મહિના મા તમારું વજન ૩ થી ૫ કિલો સુધી ઓછું થાય છે. આ ચા પાચનતંત્ર ને મજબુત કરી શરીર ની શારીરિક કુદરતી ક્રિયાઓને કાર્યશીલ કરે છે. તજ મા રહેલ તત્વો શરીરના બંધ પડેલ શુક્ષ્મ છિદ્રો ને ખોલે છે તેમજ શરીર મા જામેલી વધારાની ચરબી ને ઓગાળવાનું કામ પણ કરે છે અને ચા મા રહેલ આદુ શરીર મા પરસેવો ઉત્પન કરી, આ ઓગળેલ ચરબીને શરીરમાંથી બહાર કાઢવાનું કામ કરે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,334 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 + = 11

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>