આ વ્યક્તિ સંભાળે છે અંબાણીથી ૧૯ ગણી વધારે સંપતિ, જે ૨૫૦ દિવસ પ્લેનમા કરે છે સફર

૮૧ વર્ષના આ વ્યક્તિને પૈસાથી પૈસા બનાવવા માટે ઓળખવામા આવે છે અને આ કારણે જ વિશ્વભરના ઈન્વેસ્ટર તેમની સલાહ પર અબજો રૂપિયાનો દાવ લગાવે છે અને આ વ્યક્તિનુ નામ છે જોસફ માર્ક મોબિયસ કે જે હાલ લગભગ ૪૮ લાખ કરોડ રૂપિયા ૭૪૦ અબજ ડોલર ની વેલ્થ સંભાળે છે આ રીતે મોબિયસ ભારતના સૌથી અમીર શખ્સ મુકેશ અંબાણીથી ઘણી વધારે સંપતિ સંભાળે છે અને હવે આ વ્યક્તિ રિટાયર થવા જઈ રહ્યા છે.

આ વ્યક્તિ સંભાળે છે મુકેશ અંબાણીથી કરતા પણ ૧૯ ગણી સંપતિ

આ માર્ક મોબિયસ વિશ્વની અગ્રણી ફન્ડ મેનેજર ફ્રેન્કલિન ટેંપલટન ઈન્વેસ્ટમેન્ટના એક્ઝીકયુટિવ ચેરમેન છે અને વિશ્વભરના ઈન્વેસ્ટર તેમના પર ભરોસો કરે છે અને તેમની કંપની ૪૮ લાખ કરોડ રૂપિયાની વેલ્થ ઉપલબ્ધ કરાવે છે અને ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી સાથે તેમની તુલના કરવામા આવે તો તેમની કુલ પર્સનલ વેલ્થથી લગભગ ૧૯ ગણી સંપતિ સંભાળે છે અને બ્લૂમબર્ગ બિલેનિયર ઈન્ડેકસના જણાવ્યા પ્રમાણે અને હાલ મુકેશ અંબાણીની પર્સનલ વેલ્થ ૨.૬ લાખ કરોડ રૂપિયા ૪૦ અબજ ડોલર છે.

આ વ્યક્તિને કહેવામા આવે છે માર્કેટ ગુરુ

માટે આ કારણે મોબિયસને માર્કેટ ગુર પણ કહેવામા આવે છે કે જેમણે આફ્રિકા સિવાય એશિયા અને પૂર્વી યુરોપ અને લેટિન અમેરિકામા કમાણીની તકો શોધવામા સૌથી ભરોસામંદ માનવામા આવે છે.

આ વ્યક્તિ પ્લેનમા પસાર કરે છે ૨૫૦ દિવસો

તેમણે ૩૦ વર્ષ સુધી ફન્ડ મેનેજર તરીકે કામ કર્યું છે અને તેમની પર અમેરિકાના ઈન્વેસ્ટર્સને એટલો ભરોસો હતો કે તેમના માટે પ્રથમ ઈમર્જિંગ માર્કેટ ઈક્વિટી ફન્ડ બની ગયુ અને આ ફન્ડનુ લાબા સમય સુધી બેઝ સિંગાપુર રહ્યુ અને તેને આગળ વધારવા માટે તેને મોબિયસ વર્ષના ૨૫૦ દિવસ પોતાના ગલ્ફસ્ટ્રીમ-૪ પ્રાઈવેટ જેટથી સફર કર્યા કરતા હતા

અને ગલ્ફસ્ટ્રીમ-૪ પ્રાઈવેટ જેટથી મુસાફરી કરતા હતા અને તે સમગ્ર વર્ષ દરમિયાન ફેકટરીઓની મુસાફરી કરતા હતા અને રોકાણની શકયતાઓને તે ઓળખવા માટે દુરના ડિસ્ટ્રીબ્યુટર્સની મુલાકાત પણ કરતા હતા અને ટેંપલટનના ચેરમેન અને સીઈઓ ગ્રેગ જોનસને એક સ્ટેટમેન્ટમા કહ્યુ હતું કે ઈમર્જિંગ માર્કેટ ઈન્વેસ્ટમેન્ટની વાત હોય તો વિશ્વમાં કોઈ પણ શખ્સ મોબિયસનુ સ્થાન નહિ લઈ શકે.

આ વ્યક્તિએ સ્કોલરશીપથી કર્યો સંપૂર્ણ અભ્યાસ

ન્યુયોર્કમા જન્મેલા મોબિયસના પિતા જર્મન અને માં પ્યુર્ટો રિકો હતી અને તેને ૧૯૫૫ મા તે સ્કોલરશીપના સહારે બોસ્ટન યુનિવર્સિટીમા ભણ્યા અને ટયુશનના પૈસા એકત્રિત કરવા માટે નાઈટકલબમા પિયાનો વગાડયા કરતા હતા અને તેમણે પોલિટિકલ કન્સલ્ટન્ટના રૂપમા પણ કામ કર્યું છે અને તે પ્રથમવાર ૧૯૬૭ મા હોન્ગકોન્ગ ગયા અને ત્યા રિસર્ચ બિઝનેસની શરૂઆત કરી અને ટેંપલટન સાથે જોડાતા પહેલા તેમણે બ્રિટનના સ્ટોક બ્રોકરેજ ફર્મ વિકાર્સ અને ડો.કોસ્ટમા ડાયરેકટર તરીકે પણ કામ કર્યું છે આ શિવાય ૧૯૮૩ મા તાઈવાનમા મેગા ઈન્ટરનેશનલ ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ બની ગયા અને ૫૦ વર્ષની ઉંમરમા તેમણે જોન ટેંપલટન તરફથી ઓફર મળી અને બાદમાં તે આગળ વધતા ગયા.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,207 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 1 = 9

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>