આ વસ્તુના સેવનથી હાડકા ને બનાવો લોખંડ જેવા મજબુત, અને હાડકાની દરેક સમસ્યાથી મેળવો છુટકારો…

દરેક વ્યક્તિ ને પોતાનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે અને શરીર મજબુત બને તે માટે તે જાત-જાત ના પ્રયોગો કરતા હોય છે. આજ નો યુવા તો પોતાના મસલ્સ બનાવવા પાછળ ગાંડોતુર બને છે. એટલું કરતા કરતા તે ઘણી બીમારીઓ નો શિકાર બને છે અને જેનું કારણ છે આજ નો ખાન-પાન. જેના લીધે સમય જતા હાડકા નબળા પડે છે અને હાડકા થી લગતી બીમારી પોતાનું ઘર બનાવી લે છે.

તો ચાલો આજે આપળે વાત કરીએ કે આજ ના આ યુગ મા જયારે ખોરાક સાવ ખોટાં થઇ ગયા છે તો શું ખાવાથી આપળા હાડકા મજબુત બનશે તેમજ શરીર લોખંડ જેવું ફૌલાદી બનશે. તો ચાલો આજે વાત કરીએ આ ૭ વસ્તુની કે જેના પ્રયોગ થી હાડકા તો મજબુત બનશે તેમજ સાથે-સાથે શરીર બીજી કોઈ પણ બીમારી નો ભોગી પણ નહિ બને.

બદામ

આમાં ભરપુર માત્રા મા રહેલ વિટામીન ઈ અને એન્ટીઓક્સીડેન્ટ હાડકા ના દુખાવામા તેમજ સોજા માં રાહત આપે છે. જો રોજ બદામ ખાવામાં આવે તો તેમાં વધુ પ્રમાણ મા મળતા કેલ્શિયમ થી હાડકા મજબુત થાય છે અને તેનાથી સાંધાઓ ની બાહરી મેમ્બ્રેન પરત ખરાબ પણ નથી થતી અને સાંધા માં ચીકાશ જળવાઈ રહે છે.

સફરજન

એક એવું ફળ કે જે બોનમેરો બનાવવા માં મદદગાર સાબિત થાય છે તેમજ તેને નિત્ય આરોગવા માં આવે તો સાંધાઓ ના દુખાવા થતા નથી તેમજ ઘુટણ ને લાગતા ઝટકા થી પણ રક્ષણ મળે છે.

પપૈયું

જો તમારા સાંધાઓ ના હાડકા નબળા થવાને લીધે દુખાવો થતો હોય તો પપૈયા નું સેવન લાભદાયી સાબિત થાય છે.પપૈયા માં વધુ પ્રમાણ મા વિટામીન સી હોય છે જે એક અધ્યયન મુજબ જાણવા મળ્યું કે જે વ્યક્તિઓ ની અંદર વિટામીન સી ની કમી હોય છે તે વ્યક્તિઓ મા સાંધાઓ નો દુખાવો થવો એક સામાન્ય વાત છે અને તેથી જો તમે પોતાના સાંધાઓ ના દુખાવા માં રાહત મેળવવા ઈચ્છો છો તો પપૈયા ને આરોગવા નુ ચાલુ કરી દો.

લીલા મરચા

સાંધાઓ સરસ રીતે કામ કરે તે માટે તમે લીલા મરચા આરોગી શકો છો કેમકે તેમાં ભરપુર માત્રા મા મેગેનીજ અને અન્ય તત્વો હોય છે. તેમાં એન્થોસાયનીન હોય છે જે એક પ્રકારનું એન્ટીઓક્સીડેન્ટ હોય છે તે શરીર થી ફ્રી રેડિકલ્સ ને બહાર નીકાળે છે અને સાંધાઓ ને ખરાબ થવાથી પણ બચાવે છે.

ફ્લાવર

લીલી શાકભાજી મા ફ્લાવર હાડકાઓ માટે વરદાન સાબિત થાય છે તેના વડે શરીર મા રહેલ ફ્રી રેડિકલ્સ બહાર નીકાળવાનું કાર્ય થાય છે. જેના લીધે કોઈ પણ સાંધા ને નુક્શાન નથી થતું અને તેમાં કેલ્શિયમ નુ પ્રમાણ વધુ હોવાથી શરીર ના હાડકાઓ ના સાંધા મજબુત થાય છે.

ગ્રીન ટી

જો નિયમિત માત્ર એક કપ ગ્રીન ટી પીવા મા આવે તો તેનાથી તમારા શરીર ના સાંધાઓ ને મજબૂતી મળે છે. તેમાં રહેલ એન્ટીઓક્સીડેન્ટ ફ્રી રેડિકલ્સ થી થતા હાડકાઓ ના નુક્શાન થી બચાવે છે અને તમે હાડકાઓ ના સાંધાઓ માં થવા વાળા દુખાવા થી બચી શકો છો.

આદુ

આદુ મા મળી આવતા તત્વો તમારા દુખાવા અને સોજા ને જલ્દી થી અટકાવે છે. તમે તમારી અનુકુળતા મુજબ આદુ નું સેવન ચા માં નાંખીને અથવા પછી ભોજન માં નાંખીને પણ કરી શકો છો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,428 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 2 = 2

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>