આ રીતે તમારી ઘરે કુકરમા બનાવો પાર્લે-જી બિસ્કીટ માથી ટેસ્ટી કેક, જાણો આખી રેસીપી

મિત્રો આજે આપણે કુકર માં કેક બનાવતા શિખીશું.આ કેક સસ્તી અને સારી બને છે. અહી આપણે પાર્લે જી બિસ્કિટ ની કેક બનાવીશું. આ કેક બહારની કેક જેવીજ સ્પંજી બને છે.તો ચાલો જાણીએ કેક બનવાની રીત

સામગ્રી

૧) પાર્લે-જી બિસ્કીટના 4 પેકેટ

૨) ૧ ચમચી વેનીલા એસેન્સ

૩) થોડી ટુટી-ફૂટી

૪) દૂધ ૧ કપ

૫) દળેલી ખાંડ 4 ચમચી.

6) 1 નાની ચમચી ખાવાના સોડા

કેક બનાવવા માટેની રીત

શરૂ કરતાં પહેલા માર્કેટ માથી પાર્લે બિસ્કિટ લઈને રાખો. સૌ પ્રથમ બિસ્કિટ ને મીક્ષરમાં ક્રશ કરી લો. એકદમ ઝીણો ભૂકો કરવો. હવે બિસ્કિટ નો ભૂકો કર્યા બાદ. તેને એક વાસણ માં કાઢી લેવો. હવે તેમાં જરૂરયાત મુજબ ખાંડ ઉમેરવી. પછી તેમાં વેનીલા એસેન્સ નાખવું. ત્યારબાદ બધાને હલાવી ને સારી રીતે મિક્ષ કરવું. પછી તેમાં દૂધ નાખવું.માપસર જાડું રાખવું બહુ પાતળું કરવું નહીં. પછી તેને ફેટવું સારી રીતે એકરસ થઈ ગયા પછી તેમાં સોડા નાખો. સોડા નાખવાથી બેટર એકદમ ફૂલી જશે.

હવે તૈયાર થયેલા આ બેટર ને એક વાસણ માં નાખવું. બેટર નાખતા પહેલા વાસણ માં ઘી લગાડવું જેથી વાસણ માથી સરળતાથી કેક નીકળી જાય. કુકર ની અંદર આવી જાઈ તેવું વાસણ લેવું. હવે આના પર થોડો મેંદો નાખવો. અને ગાર્નિશ કરવું .

કુકર માં નમક નાખી ગેસ પર ગરમ કરવા મૂકવું. નીચે કાઠો મૂકવો તેના પર કેક વાળું વાસણ મૂકવું. હવે કુકરનું ઢાકણ બંધ કરવું. અને કૂકરની સીટી કાઢી નાખવી. હવે તેને 30 થી 35 મિનિટ સુધી ધીમા ગેસ પર રાખવું. 30 મિનિટ પછી ચેક કરી લેવું. ચેક કરવા માટે ચપ્પુ ને કેકમાં નાખીને બહાર કાઢો જો ચપ્પુ ને કેક ના ચોટે તો કેક રેડી છે.

હવે કેક ને કુકર માંથી બહાર કાઢી લેવી. અને પછી તેને કિનારીથી છુટ્ટી પાડવી॰ પછી તેને એક ડિશ માં ઊંધું રાખવું જેથી કેક આરામથી નીકળી જશે. હવે ક્રીમ થી કેક પર ડેકોરેશન કરવું. તમારું નામ પણ લખી શકાઈ. તો તૈયાર છે પાર્લે બિસ્કીટની કેક જે ખાવામાં ખુબજ ટેસ્ટી લાગે છે.

Comments

comments


3,324 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 4 = 28