આ રીતે તમારી ઘરે બનાવો એકદમ ઝડપથી કાચી કેરીનુ અથાણુ આ રહી બનાવવાની રેસીપી

હાલ ઉનાળા ની ઋતુ કાળઝાળ તાપ વરસાવી રહી છે અને માર્કેટ મા કેરીઓ નુ પણ આગમન થઈ ગયુ છે અને ગૃહિણીઓ આખા વર્ષ માટે છૂન્દો તથા અથાણા બનાવવા ની તૈયારી કરવા માંડી હશે. પરંતુ , અથાણુ જ્યા સુધી ફ્રેશ હોય ત્યા સુધી જ ખાવા ની મજા આવે છે અને જો ભોજન સાથે સાઈડ મા અથાણુ લેવા મા આવે તો તેનો લ્હાવો જ કઈક અલગ હોય છે. તો હાલ આપણે ફટાફટ અથાણુ કઈ રીતે બનાવવુ તેના વિશે જાણીએ.

કાચી કેરી નુ અથાણુ બનાવવા માટે ની જરૂરી સાધન-સામગ્રી :
તોતાપુરી કાચી કેરી – ૨૫૦ ગ્રામ , અથાણા સાંભર – ૧૦૦ ગ્રામ , ઓઈલ – અડધો કપ.

વિધિ :
અથાણુ બનાવવા માટે સૌપ્રથમ કેરી ને બારીક ટુકડાઓ મા સમારી લો. ત્યારબાદ આ કેરી ના ટુકડાઓ પર અથાણા નો મસાલો ભભરાવી દો. હવે એક પાત્ર મા અડધો કપ ઓઈલ લઈ ને તેને ચૂલ્લા પર ગરમ થવા માટે મૂકો અને ત્યારબાદ સાઈડ મા રાખી મૂકો અને ઠંડુ પડવા દો.

હવે જે પાત્ર મા બારીક સમારેલી કેરી અને અથાણા નુ મિશ્રણ છે તેમા ધીમી ધારે ઓઈલ ઉમેરતા જાવ અને મિક્સ કરતા જાવ. એકસાથે બધુ જ ઓઈલ ના રેડી દેવુ. પરંતુ , થોડુ-થોડુ ઉમેરવુ અને વધે તેટલુ સાઈડ મા રાખી દેવુ. ત્યારબાદ આ મિશ્રણ એક ડબ્બા મા સંગ્રહ કરી લો અને જે તેલ વધ્યુ છે તે ઉપર થી રેડી દો. તો તૈયાર છે આપણુ ઈન્સ્ટન્ટ અથાણુ.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,326 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 4 = 10

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>