આ રીતે લોટ બાંધી બનાવશો રોટલી તો બનશે બે પડવાળી રોટલી આ છે બનાવવાની અનોખી રેસિપિ

મિત્રો ,આપણા રોજિંદા આહાર મા રોટલી નો સમાવેશ થતો જ હોય છે માટે આપણે તેમા કઈ વિશેષ નિહાળી શકતા નથી. પરંતુ જ્યારે ગરમી ના મૌસમ નો આરંભ થાય અને મધ્યાહન ના ભોજન મા કેરી નો રસ ઉમેરાય ત્યારે આ રેગ્યુલર રોટી આપણ ને પસંદ નથી પડતી. માટે હાલ આપણે આ રસ ની સાથે ઉપયોગ મા લેવાતી એવી બે પડવાળી રોટલી વિશે માહિતી મેળવિશુ.

બે પડવાળી રોટલી બનાવવા માટે ની જરૂરી સાધન-સામગ્રી :
ઘઉ નો લોટ – ૨ બાઉલ , ઓઈલ – ૨ ચમચી , નમક – અડધી ચમચી , પાણી – જરૂરીયાત મુજબ , ઘી – ૧ ચમચી.

સૌપ્રથમ ઘઉ ના લોટ ને એક પાત્ર મા ઉમેરો. ત્યારબાદ તેમા થોડુ પાણી ઉમેરી જેવી રીતે રોટલી નો લોટ મસળો છો તેવી રીતે મસળી-મસળી ને બાંધી લો. લોટ બંધાઈ જાય એટલે તેને ૧૦-૧૫ મિનિટ માટે સાઇડ મા રાખી દો. હવે આ લોટ મા થી નાના-નાના ગોયણા બનાવો અને આ ગોયણા મા ની બંને બાજુ એ તેલ લગાવો.

હવે આ ગોયણા મા તેલ લગાવી તેના પર ઘઉ નો લોટ ભભરાવો અને ત્યારબાદ આ બંને ગોયણા ને જોડી ને વેલણ વડે વણી નાખો. રોટલી એકદમ પાતળી વણવી જોઈએ જેથી તેને સરળતા થી તવા પર શેકી શકાય. આ રોટલી ને તવા પર મૂકી બંને સાઈડ થી વ્યવસ્થિત રીતે શેકી લો.

ત્યારબાદ આ રોટલી ને હાથ વડે પકડી ને ડૂચો વાળી દો એટલે તેના બેય પડ અલગ પડી જશે. આ બંને પડ ને છૂટા પાડી તેના પર ઘી લગાવી દો અને ત્યારબાદ આ પળ ને ત્રિકોણિયા શેપ મા વાળી ને સર્વ કરી લો. તો તૈયાર છે આપની સ્વાદિષ્ટ બે પડવાળી રોટલી. આ રોટલી મુખ્યત્વે કેરી ની મૌસમ મા દરેક ના ઘર મા નિહાળી શકાય અને આ રોટલી અત્યંત સ્વાદિષ્ટ હોવા થી તેને ખાવા નો આનંદ પણ અનેરો હોય છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,064 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 5 = 40

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>