આ રીતે ઘરે જ બનાવો વધેલા ભાતની “ચકરી”, ૧૦ દિવસ સુધી ચાલશે

અત્યારે દરેક ગુજરાતીના ઘરમા ભાત તો લગભગ દરરોજ બનતા જ હોય છે અને થોડા ઘણા વધતા પણ હોય છે માટે આજની કાળઝાળ મોંઘવારીમા વધેલા ભાત ફેંકતા કોઈનો જીવ ચાલે નહી અને બીજીવાર ખાવા કોઇને ગમે નહી એટલે જ આજે અમે તમારા માટે લાવ્યા છીએ વધેલા ભાતમાથી બનતી ટેસ્ટી ચકરીની રેસિપિ તો આ ચકરીને તમે એક વીક સુધી સ્ટોર કરી નાસ્તામા પણ ઉપયોગમા લઈ શકો માટે આ રેસીપી તમારે માટે ખુબ કામની સાબિત થાય છે.

વધેલા ભાતની ચકરી બનાવવા માટે ની રેસીપી નીચે મુજબ છે

ભાતની ચકરી બનાવવા માટે જોયતી સામગ્રી:

૧ બે કપ ભાત
૨ એક ચમચી આદુ, મરચા અને મીઠા લીમડાની પેસ્ટ
૩ સ્વાદ અનુસાર મીઠું
૪ ચપટી હિંગ (ઓપ્શનલ)

ભાતની ચાકરી બનાવવા માટેની રીત

ભાતની ચાકરી બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમા ભાત અને મીઠું અને આદુ મરચા અને મીઠા લીમડાની પેસ્ટ લઈ બરાબર મસળી લો ત્યાર બાદ હિંગનો ટેસ્ટ ગમતો હોય તો હિંગ પણ મિક્સ કરી લો

હવે તેને સેવ ગાંઠિયા પાળવાના સંચામા ઝીણા ગાંઠિયાની જાળી મૂકી આખા સંચામા અંદરની બાજુ તેલ લગાવી અને મિશ્રણ ભરીદો ત્યાર બાદ બીજા બાઉલમા એકવાર બધી જ સેવ પાડીલો અને ફરીવાર બધુ મિક્સ કરી સંચામા ભરી લો આમ કરવાથી મમરી બનવવી સહેલી રહેસે.

હવે તેલ લગાવેલી થાળીમા તમે સંચાથી મમરી પાડી અને મમરી થોડી છૂટી છૂટી પાથરવી જેનાથી એકબીજા પર ચોંટી ન જાય અને હવે તેને એક દિવસ માટે તડકામા સૂકવો અથવા ઘરમા પંખા નીચે સૂકવીદો.

જેવી મમરી સૂકાઇ જાય પછી ગરમ તેલમા તાલી લો અને ઉપર લાલ મરચુ ભભરાવી મજા લો બસ તૈયાર છે વધેલા ભાતની ચકરી.

 

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,321 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 6 = 7

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>