આ રીતે ઘરે જ બનાવો ચટાકેદાર સ્પ્રિંગ ઢોસા, બધા આંગળા ચાટતા રહી જશે

અત્યારે સાઉથ ઇન્ડિયન ભોજન એ ઘણા માણસોનુ ફેવરિટ હોય છે અને તમે ઢોંસાને ઘણી અલગ અલગ જેવા કે સદા મસાલા ટ્રાય કર્યા હશે પરંતુ શુ તમે ક્યારે પણ સ્પ્રિંગ ઢોંસા ટ્રાય કર્યા છે સ્પ્રિંગ ડોસા ના ટ્રાય કાર્ય હોય તો આજે અમે તમારા માટે સ્પ્રિંગ ઢોંસાની રેસિપી લઇને આવ્યા છીએ અને એ આજકાલ બાળકો અને યંગ જનરેશનને ખૂબ પસંદ આવે છે અને તમને પણ આ વાનગી જરૂરથી પસંદ આવશે એવી અમે આશા રાખીએ છીએ માટે તો આવો આપણે જોઇએ કે કેવી રીતે બનાવાય છે સ્પ્રિંગ ઢોંસા.

 

સંભાર બનાવવા માટે ની સામગ્રી

સ્ટફ માટે જોયાતી વસ્તુઓ

 

૨ નંગ – ડુંગળી

૧ ચમચી – ચાટ મસાલો

૧ નંગ – કેપ્સીકમ

૧ કપ – કોબીજ

૧/૨ કપ – ગાજર

મીઠુ સ્વાદાનુસાર

ઢોંસા બનાવાવા માટે

૧ કપ – ઢોસાનુ ખીરુ

કોથમીર ફુદીનાની ચટણી

તેલ અથવા બટર

મીઠુ સ્વાદાનુસાર

આ છે સ્પ્રિંગ ઢોસા બનાવવાની રીત


સૌ પ્રથમ તમારે સ્પ્રિંગ ઢોસા બનાવવા માટે ડુંગળી અને કેપ્સીકમ મરચા અને આ સિવાય કોબી અને ગાજરને લાંબા કટ કરી લો પછી ત્યાર બાદ તેને તમે ઉકળતા પાણીમા એક ઉભરો આવે ત્યા સુધી તેને ઉકાળી પછી બહાર કાઢીને સાઈડ પર રાખો.

પછી હવે કોથમીર અને ફુદીનાની ચટણી અને લસણની ચટણી લઇ તેમા ૧ ચમચી બટર નાખી હલાવીલો અને ત્યાર પછી સ્પ્રિંગ ઢોંસા બનાવવા માટે તમારે સૌપ્રથમ એક નોન સ્ટીક તવી પર ૧/૨ ચમચી તેલ લગાવી ફેલાવી દો અને ત્યાર પછી તેના પર પાણી છાંટી કપડા વડે લુછી લો.

પછી હવે તવી પર ૧ ચમચો ઢોસાનુ ખીરુ મૂકી અને પાથરી લો ત્યારબાદ તેના ઉપર બટર મિક્સ કરેલી ચટણીનુ પાતળુ લેયર કરો અને હવે તેના પર જે લાંબી સુધારેલી ડુંગળી અને ગાજર અને કોબી અને કેપ્સીકમ મરચા પાથરો અને ત્યાર બાદ તેના પર સ્વાદ પ્રમાણે મીઠુ અને ચાટ મસાલો છાટો.

સ્પ્રિંગ ઢોસા કડક થાય પછી તેને તવી પર રોલ વળી લો અને તેને નીચે ઉતારી લો પછી તેને ગરમાં ગરમ સ્પ્રિંગ ઢોસાને છીણેલી ચીઝ વડે ગાર્નિશ કરી અને કટ કરી સંભાર અને નાળીયેરની ચટણી સાથે સર્વ કરો.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ” પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

 

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,366 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 × 6 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>