આ મહિનાના પહેલા અઠવાડિયામા બદલાઈ રહી છે શનિની દ્રષ્ટી, આ રાશિના જાતકોને થશે અઢળક લાભ…

આ મહિનાના પહેલા અઠવાડિયામા શનિ માર્ગી થશે. શનિની માર્ગી થવાને લીધે આ પાંચ રાશિઓને થશે અઢળક લાભ. શનિ કર્મકારી અને સેવાકારી ગ્રહ ગણવામા આવે છે જેના કારણે શનિ દ્રષ્ટિની સીધી અસર જે તે રાશિના જાતકની નોકરી અને વ્યવસાય પર પડે છે. શનિ વક્રી અને માર્ગી થવાને લીધે તેની સકારાત્મક અને નકારાત્મક એમ બે પ્રકારની અસર જોવા મળે છે.

ચાલો જાણીએ કે શનિના માર્ગી થવાને કરને કઈ રાશિના જાતકો પર થશે કેવી અસર અને આ અસરથી બચવા શુ ઉપાય કરવા…

મેષ :

શનિના માર્ગી થવાને કારણે મેષ રાશિના જાતકોની આવકમા અચાનક બમણો વધારો થશે. આવકના વિવિધ પ્રકારના રસ્તાઓ ખુલશે. દુશ્મનોનો ત્રાસ દુર થતો જોવા મળશે. નોકરીમા પ્રમોશન મળવાની શક્યતા માલુમ પડે છે. શનિનો શુભ પ્રભાવ મેળવવા માટે મેષ રાશિના જાતકોએ કાળી ગાયને સરસવનુ તેલ લગાવીને ખવડાવવાથી લબ મળશે.

વૃષભ:

શનિના માર્ગી થવાને લીધે આ રાશિના જાતકો માટે નવો ભાગ્યોદય થશે. અત્યાર સુધીના દરેક અટકી ગયેલા કામ વહેલામા વહેલી તકે પૂર્ણ થશે. નવો વ્યવસાય કે પછી નવી જોબ મળવાના ચાન્સ છે. શિક્ષા અને પ્રેમના વિષયમા પણ અનેક ફાયદાઓ જોવા મળશે. આ રાશિના જાતકોએ વધુ લાભ મેળવવા માટે ગરીબ લોકોને કાળા કપડા અને કાળા જૂતા દાન કરવા.

મિથુન:

મિથુન રાશિના જાતકો માટે શનિનુ માર્ગી થવુ એ મીશ્રરૂપી ફળ પ્રાપ્ત કરનાર રહેશે. કાર્યક્ષેત્રમા માન અને સન્માનમા અનેરો વધારો જોવા મળશે. પત્ની સાથે મતભેદની શક્યતા જણાઈ રહી છે. લગ્નઈચ્છુક લોકોના લગ્ન થવાના યોગ બની રહ્યા છે. સતત સારા સમાચાર મળશે, પરંતુ સાથે સાથે ખર્ચમા પણ વધારો જોવા મળશે. માર્ગી શનિ પાસેથી લાભ મેળવવા માટે તમારે શનિવારે મહાદેવના મંદિરે કાળા તલ ચઢાવવા.

કર્ક:

આ રાશિના જાતકોને અત્યાર સુધીના જે પણ કાયદાકીય વિખવાદ ચાલી રહ્યા હતા તેનો અંત આવશે. દુશ્મનો સામે તમારો વિજય થશે. જો લાંબા સમયથી પત્ની સાથે વિખવાદ હોય તો તમે સામેથી તેમને મનાવી લો. વિદ્યાર્થીઓની દરેક સમસ્યાઓનો અંત આવશે. સંતાનોની શારીરિક સ્થિતિ સારી રહેશે. કોઈ જુનો દુખાવો કે દર્દની સમસ્યા યથાવત રહેશે. વધારે લાભ મેળવવા માટે પક્ષીઓને ચણ નાખવી.

સિંહ:

સિંહ રાશિના જાતકો માટે શનિનુ માર્ગી થવુ એ શુભ સંકેત માનવામા આવે છે. લાંબા સમયથી ચાલી આવનારી બીમારીથી છુટકારો મળશે. તમારા સંતાન તરફથી શુભ સમાચાર મળવાની શક્યતા છે. આવકમા અચાનક વધારો થશે. નોકરિયાત વર્ગને પ્રમોશન મળવાના યોગ છે. ખર્ચ વધશે, બચત કરવામા મુશ્કેલી જણાશે. જે લોકોને નોકરી બદલાવવી છે તેમના માટે આ યોગ્ય સમય છે. વધુ લાભ પ્રાપ્ત કરવા માટે પીપળાના ઝાડ નીચે સરસવ તેલનો દિવો કરવો.

કન્યા:

આ રાશિના જાતકો પર શનિની કૃપા દ્રષ્ટિ ચાલી રહી છે, શનિનુ માર્ગી થવુ આ રાશિના જાતકો માટે ફાયદાકારક રહેશે. જમીન, ઘર, વાહન અને સ્થાયી સંપત્તિ વધવાના યોગ છે. માતાની તબિયતમા સુધારો આવશે. પારિવારિક વારસામા મળવાની મિલકતનુ કામ સરળ થઇ જશે. કોર્ટ કચેરીના કાર્યમા લાભ મળશે. સફળતા મેળવવા માટે વધુ મહેનત કરવી પડશે. સારો લાભ પ્રાપ્ત કરવા માટે શનિવાર અથવા મંગળવારે હનુમાનજીને સિંદુર ચઢાવવુ.

તુલા:

આ રાશિના જાતકોને અનેક સુખ પ્રાપ્ત થવાના છે. સાહસીક કામ કરી શકશો. તમારી નિર્ણયાત્મક શક્તિમા વધારો થશે. તમારા નાના ભાઈ અને બહેનોની સમસ્યાઓનો અંત આવશે. માનસિક તણાવમા ઘટાડો થશે. પરિવાર સાથે લાંબી મુસાફરીનો યોગ જણાઈ રહ્યો છે. જમીન મિલકતના કાર્યમા ફાયદો જોવા મળશે. ખર્ચ પર કાબુ રાખવો. જે લોકો વિદેશ જવા માંગે છે તેમની ઈચ્છા પૂર્ણ થશે. વધુ લાભ મેળવવા શનિવારે કાળા કુતરાને ચણાના લાડવા ખવડાવો.

વૃષિક:

આ રાશિના જાતકો પરથી માનસિક તણાવ ઓછો થશે જેના લીધે તમે બીજા દરેક કાર્યમા સારી રીતે કામ કરી શકશો. નોકરીમા પ્રમોશન મળવાના ચાન્સ બની રહ્યા છે. આવકમા અચાનક વધારો થશે. વધારે મહેનત કરવાથી સારુ પરિણામ પ્રાપ્ત કરી શકશો. જે લોકો બેકાર છે તેમને નોકરી મળી શકશે. વધુ લાભ માટે બીમાર લોકોને દવાનુ દાન કરવુ.

ધન:

ધન રાશિના જાતકોને પરિવારમા ખુશીઓનુ મોજુ ફરી વળશે. કુટુંબ અને ભાઈ બહેનથી લાભ પ્રાપ્ત થશે. મુશ્કેલીવાળો સમય સમાપ્ત થશે. માનસિક શાંતિ મેળવી શકશો. જીવનસંગીની સાથે સંબંધ વધુ ગાઢ થશે. કોઈપણ કાર્ય કરવામા બેદરકારી કરશો નહિ. વધુને વધુ ધનલાભ મેળવવા માટે હનુમાનજીના મંદિરે લાલ ફૂલ ચઢાવવા.

મકર:

અત્યાર સુધી જેટલી પણ મુશ્કેલી છે તેનો હવે અંત આવશે. કાર્યક્ષેત્રમા પ્રગતી જોવા મળશે. ધનલાભના યોગ માલુમ પડી રહ્યા છે. દુશ્મનોની સંખ્યામા ઘટાડો થશે. આવક વધારવા માટેના અનેક રસ્તા જોવા મળશે. આરામ અને આનંદના વધારો જોવા મળશે. અટકેલા દરેક કામ પુરા થશે. વિદેશ ફરવા જવાના યોગ જણાઈ રહ્યા છે. સમાજમા તમારી ખુબ નામના થશે. સમૃદ્ધિમા અચાનક વધારો થશે. શનિવારના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી આર્થિક લાભ મળશે.

કુંભ:

કુંભ રાશિના જાતકો માટે શનિનુ માર્ગી થવુ વધુને વધુ લાભ અપાવનાર છે. તમારા દરેક સપના અને મનોકામના પૂરી થશે. આવકના સાધનમા અચાનક વધારો થશે. નવુ કાર્ય અને નવો રોજગાર પ્રાપ્ત થશે. પદ પ્રતિષ્ઠામા વૃદ્ધિ મળશે. વધુ લાભ મેળવવા માટે હનુમાન મંદિરે સિંદુરનુ દાન કરવુ.

મીન:

આવકમા વૃદ્ધિ જવા મળશે. કાર્ય ક્ષેત્રમા પ્રમોશન મળવાની શક્યતા છે. જે લોકો વિદેશ જવા માંગે છે તેમને સારા સમાચાર મળવાની શક્યતા છે. વિદ્યાર્થીઓને સફળતા પ્રાપ્ત થશે. માતાની તબિયતમા તકલીફ થઈ શકે છે. કોઈ સાથે વાદ વિવાદમા પડશો નહિ. શનિવારના દિવસે કાળા કુતરાને રોટલી ખવડાવવી.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,765 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − 1 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>