આજથી લગભગ હજારો વર્ષો પહેલા ની આ એક સત્ય ઘટના છે કે જયારે જૂનાગઢ પર તે સમય માં ચૂડાસમા વંશ ના રાજા રા’દિયાસ રાજ કરતા હતા. પાટણ ના સિદ્ધરાજ સોલંકી એ જૂનાગઢ પર ચડાઇ કરીને જૂનાગઢને જીતી લીધું. આ યુધ્ધમાં રા’દિયાસ વીરગતિ પામ્યા અને એમના પત્નિ સોમલદેએ પણ સતી થવાનુ નક્કી કરી લીધુ હતું.
સતી થતા પહેલા તેમને પોતાના એકમાત્ર સંતાન અને રા’ વંશ ના છેલ્લા વંશજ રા’નવઘણ ને પોતાની દાસી ને સોંપી સુચના આપી કે તું કુવરને ઓડીદર ગામ ના દેવાયત બોદર ને ઘરે મુકી આવજે. દેવાયત બોદર રા’દિયાસ ના અતિ-વિશ્વાસુ હતા. દાસી ને કેહવા મુજબ તેને રા’નવઘણ ને લઇ દેવાયત બોદર ના ઘરે પહોંચી ત્યારે દેવાયત બોદરે તેને કહ્યુ કે તે તારી ફરજ પાળી દીધી હવે હું મારી ફરજ બજાવીશ અને મારા જીવ ના જોખમે પણ રા’ ની બચાવીશ અને તેને જૂનાગઢની રાજસત્તા પાછી અપાવીશ.
દેવાયત બોદર ને સંતાનો મા દીકરો ઉગા તેમજ દીકરી જાહલ હતા. રા’નવઘણ તેમના ઘરે બન્ને સંતાનો સાથે ઉછરવા લાગ્યો. આમ સમય વીત્યો ગયો અને જૂનાગઢ ના સોલંકી રાજા ને ભાણ મળી કે રા’દિયાસ નો દિકરો રા’નવઘણ જીવે છે અને તે ઓડીદર ગામે દેવાયત બોદર ના ઘરે ઉછરી રહ્યો છે. રા’નવઘણ ને મારવા માટે ફરમાન જારી કરવામાં આવ્યું.
ત્યારબાદ જૂનાગઢ ના સૈનિકો દેવાયત ના ગામ મા આવ્યા અને તેને બોલીવાની પૂછવામાં આવ્યું ત્યારે તેમને જવાબ આપ્યો કે હા તમને મળેલ જાણકારી સાચી છે નવઘણ એને ત્યાં જ છે અને તે જ એને ઉછરે છે પરંતુ તેમણે દર્શાવ્યું કે મેં તેને કેદ કરી રાખ્યો છે અને તે મોટો થતા તેને રાજ સામે સોપવાનો હતો.
સૈનિકોના કેહવા મુજબ નવઘણ ને બોલાવવા નુ કીધું ત્યારે દેવાયત બોદરે ઘરે તેમની ધર્મપત્નિ સોનલબાઇ ને કહેણ મોકલાવ્યુ કે “રા’રાખીને વાત કરજો” આ શબ્દો મા આહીરાણી બધુ સમજી ગઇ હતી કે આમાં નવઘણ ના જીવ નુ રક્ષણ કરીને આજે પોતાના પતિએ આપેલું વચન પાળવા માટે સોનલબાઇએ નવઘણ ને બદલે પોતાના એકના એક દિકરા ઉગા ને એક કુંવર જેવા વેશ પેહરાવી ને મોકલી દીધો.
જ્યારે ઉગા ને નવઘણ ની જેમ સામે લયાવવા મા આવ્યો ત્યારે સૈનિકો ને સંદેહ થયો અને તેમના સંદેહ ના સમાધાન માટે તેમણે દેવાયત બોદર ના હાથે આ આવેલ દીકરા ની હત્યા કરવાનું નક્કી કર્યું કેમકે જો આ તેમનો દીકરો હશે તો તેનું મન વિચલિત થશે અને તેના હત્યા કરતા હાથ અટકશે પરંતુ તેવું બન્યું નહિ આ ખમીરવંત દેવાયાતે એક જાટકે પોતાના એક ના એક દિકરા ઉગા નું માથું ઘડ થી અલગ ઉતારી લીધું.
આ જોતા સૈનિકોને વિશ્વાસ આવ્યો પણ તેમણે હજુ વધારે નક્કી કરવા સોનલબાઈ ને બોલાવી ને કીધું કે આ જો તમારો દિકરો ના હોય તો તમે એની બંને આંખો કાઢી તેને જમીન પર નાખી તેના પર ચાલો. એક જનેતા પોતાના દિકરા ના શરીર પર નાનો ઉઝરડો પણ ના જોઇ શકે તો પછી આવું કેમ કરશે?
પરંતુ તેમણે પોતાના દિકરા ઉગાની બંને આંખો શરીર થી અલગ કરી જમીન પર મુકી અને આંખ માંથી આંસુડા નુ એક પણ ટીપું પાડ્યા વગર તે ચાલવા લાગ્યા. સૈનિકો ને આ જોઈ ખાત્રી થઇ ગઈ કે આ જ રા’નવઘણ છે અને તે લોકોએ જુનાગઢ ના રાજા ને સમાચાર પોહચાડી દીધા કે રા’ નો વંશવેલો સમાપ્ત થઈ ગયો.
જયારે રા’નવઘણ મોટો થયો ત્યારે દેવાયત બોદર અને બીજા આહિરો ને ભેગા કરી જુનાગઢ ઉપર ચઢાઈ કરી અને સોલંકી રાજા ને પરાજય નો સ્વાદ ચખાડ્યો અને પોતાના વચન મુજબ નવઘણ ને જૂનાગઢ ની ગાદી સોંપી. પોતાના પેટ ના દિકરા ને ખોનાર સોનલબાઇ ત્યાં સુધી રડ્યા નોહતા.
આજે જયારે દસ વર્ષ બાદ નવઘણ ને રાજ અપાવ્યાં બાદ પોતાનું વચન પુરુ થતા સોનલબાઇ દિકરા ઉગા ને યાદ કરી પોંકી-પોંકી ને રોયાં અને ત્યારે તેના મૃત્યુ ના ગીતો ગવાયા. આહીર દેવાયત અને સોનલબાઇ ની રાષ્ટભક્તિ અને રા’ પ્રત્યે ની વફાદારી ભૂલાઇ ના જાય એટલે ઉગા ના મોસાળ પક્ષ વાળા નાઘેરા આહિરો મા સ્ત્રીઓ આજે પણ કપાર મા સેંથો નથી પુરતી અને હાથ મા ચૂડલો નથી પહેરતી. આહીર બહેનો આજે પણ ઉગા ના આ બલિદાન ને યાદ કરી કાળું કાપડું પહેરવાની પરંપરા જાળવી રાખી છે.
ધન્ય આપા દેવાયત બોદરને,સોનલઆઇને અને ઉગાને એની રાષ્ટભક્તિ માટે અને એના બલીદાન માટે કોટી-કોટી વંદન.