આ ઘરેલુ ઉપાયથી ૧૫ દિવસે એક વાર આંતરડા ને જરૂર સાફ કરો, પેટ થઈ જાશે સાફ અને કબજિયાતથી મળશે છુટકારો…

આજ ની સવ થી મોટી સમસ્યા છે પેટ ની તકલીફ અને તેના તી થતા રોગો. લગભગ આશરે ૭૦ ટકા લોકો આ સમસ્યા થી પીડાતા હોય છે. સવાર ના જો પેટ સાફ નો થયો હોય તો આખો દિવસ બેચેની રહે છે, કામ મા પણ મન નથી લાગતું અને શરીર સુસ્ત બની જાય છે. આ બધા નુ મોટું કારણ છે આજ નો ખાન-પાન.

તીખા તમતમતા ચટપટા મસાલા વાળા ખોરાક અને એ ખાધા પછી નથી લેવાતી કાળજી. આપડા શરીર ને સારો ખોરાક મળ્યો હોય કે નહિ પણ પાચન થવા તો તે પેટ માં જ જાય છે અને જયારે પાચન નો થાય તો તેના થી થાય છે અપચો અને કબજિયાત. હવે આ કબજિયાત આખા શરીર ને નુકશાન પોહ્ચાડે છે તેમજ બીજી ઘણી બધી બીમારીઓ ને નિમંત્રણ પણ આપે છે.

તો ચાલો આજે જાણીએ એવા ઘરગથ્થું ઉપચાર કે જેનાથી આપડા શરીર ને નીરોગી બનાવવા અને કબજિયાત જેવી બીમારી થી બચાવવા માટે આપળે શુ શું કરી શકીએ. સવ થી મહત્વ નો અંગ ગણતા પેટ ને સાફ રાખવા આંતરડા ની સફાઈ મહત્વ નો ભાગ ભજવે છે તો ચાલો જાણીએ કે કઈ રીતે કરવામાં આવશે આંતરડા ની સફાઈ આ ઘરગથ્થું ઉપચાર થી.

આ આંતરડા ની સફાઈ માં ઉપયોગ માં આવતી વસ્તુઓ:

૧. ૩ થી ૫ ગ્રામ ત્રિફલા પાવડર
૨. એક ચમચી મધ
૩. એક ગ્લાસ નવસેકું પાણી

હવે આને બનાવવાની રીત તેમજ સેવન કરવાની રીત :

આ પ્રયોગ દર ૧૫ દિવસે એક વાર જરૂર કરવો જેથી કબજિયાત થી નિવેડો લઈ શકાય. રાત ના સુતા પહેલા એક ચમચી મધ સાથે ૩ થી ૫ ગ્રામ ત્રિફળા પાવડર ને એક ગ્લાસ નવશેકા પાણી સાથે ભેળવી ને પીવો. આવું કરવાથી પહેલા દિવસ થી તમને કબજિયાત મા રાહત જોવા મળશે તેમજ તમારા પેટના તમામ રોગ દુર થતા જાય છે. એટલા માટે પેટ ની સમસ્યા વાળા દર્દીઓ ને તેનું સેવન જરૂર કરવું જોઈએ. તમારું પેટ સવારે પાણીની જેમ સાફ અને હળવું થઈ જાશે.

બીજા ઘરગથ્થું ઉપચાર કબજિયાત માટે:

સવારે નવશેકા પાણી સાથે લીંબુ ભેળવીને પીવાથી પેટ સાફ થાય છે તેમજ વજન પણ ઓછું થવા લાગે છે.

આપડા જમવામાં લસણનો ઉપયોગ કેમકે તેમાં રહેલા સેલેનિયમ શરીરના રક્ત ને પ્રવાહિત કરે તેમજ પાચનશક્તિ મજબુત બનાવી પાચન ક્રિયા ને વેગ આપે છે.

વરીયાળી ખાવાથી પેટ અને કબજિયાત ની બીમારી થતી નથી. વરીયાળી સાથે સાકર કે ખાંડ વાટીને ફાકી બનાવી રોજ રાતે ૧ ચમચી હુફાળા પાણી સાથે લેવાથી પણ ગેસ અને કબજિયાત દુર રહે છે.

રાતે સુવાં ની એક કલાક પેહલા કીસમીસ દ્રાક્ષ સુકી ચાવીને ખાવી અને પછી દૂધ પીવાથી પણ સવારે પેટ સાફ થાય છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,439 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 + 2 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>