આ ગામ મા દરેક પુરુષોએ બે લગ્ન કરવાની વિચિત્ર પરંપરા છે, જાણો કારણ

દેરાસર ગામ બાડમેર જિલ્લા રાજસ્થાન માં આવેલ છે જે હાલ ખૂબ જ ચર્ચામાં છે. લગ્ન બાદ પણ જલસા કરવા ઇચ્છતા પુરુષો માટે સપના સમાન છે આ ગામ કારણ કે અહીં દરેક પુરુષોએ બે લગ્ન કરવાની વિચિત્ર પરંપરા છે. ગામની વિચિત્ર પરંપરા પાછળ કારણ પણ એક વિચિત્ર છે, આવો જાણીએ શું છે આ વિચિત્ર કારણ…

રાજસ્થાનના જેસલમેરમાં દેરાસર ગ્રામ પંચાયતમાં રામદેયો વસ્તી નામનું એક ગામ વસે છે, અહીં દરેક ઘરમા પુરુષોની બે પત્નીઓ છે. મુસ્લિમ વસ્તી ધરાવતા આ ગામમાં બે પત્ની રાખવી એક વિચિત્ર પરંપરા છે. ગામ લોકોનું કહેવું છે કે આ પરંપરા અમારા બાપદાદા વખતની એટલે કે અનેક પેઢીઓથી ચાલતી આવે છે, જેથી અમે આ પરંપરા નું પાલન કરીએ છીએ.

વિચિત્ર પરંપરા પાછળ નુ વિચિત્ર કારણ

૭૦ પરિવારની વસ્તી ધરાવતા આ ગામમાં દરેક પુરુષ બે પત્નીઓ ની સાથે રહે છે. આ પાછળ પુરુષોનું માનવું છે કે પ્રથમ પત્ની ગર્ભધારણ કરવામાં નિષ્ફળ રહે અથવા તો ફરી પુત્રીને જ જન્મ આપે તો? આ કારણ થી તેઓને બીજા લગ્ન કરવા પડે છે. આ માન્યતા વર્ષોથી આ ગામમાં કાયમી બની ગઇ છે. પુરુષોનું કહેવું છે કે અમારા વડીલોનું માનવું હતું કે બીજી પત્ની જ પુત્રને જન્મ આપી શકે છે. અહીં બીજી પત્નીને પુત્રની ગેરંટી તરીકે જોવામાં આવે છે.

ઘરમા જગડો ન થાય તે માટે શું કરે છે

આપણે ત્યાં કહેવત છે કે મહિલાઓ વચ્ચે ઝઘડો તો થાય જ છે, તો આ ગામમાં બે મહિલા એ પણ એકબીજાની સોતેલી તો અહીં ખૂબ જ ઝઘડા થતાં હોવા જોઈએ, પરંતુ અહીંના લોકોનું કહેવું છે કે અહીં બંને પત્નીઓ વચ્ચે ક્યારેય ઝઘડા થતાં જ નથી, એ પાછળનું કારણ છે કે અમે એક જ રસોડામાં જમવાનું બનાવવાથી લઇને સાથે બેસીને જમીએ છીએ. અહીં મદરસેમાં ભણતા એક વ્યક્તિએ કહ્યું કે અહીં પતિઓ મહિલાઓને બરાબરનો સમાન દરજ્જો આપે છે જેથી મુશ્કેલીઓ આવતી નથી. પોતાની પત્નીને ખુશ રાખવાની જવાબદારી પુરુષોની હોય છે અને જેનો સંપૂર્ણ ખ્યાલ પણ રાખવામાં આવે છે. અત્યાર સુધીમાં કોઇ મોટો ઝઘડો આ ગામમાં ક્યારેય થયો નથી. અને મહિલાઓ પણ ખુશ છે.

બાડમેર અને જેસલમેરના કેટલાક વિસ્તારોમાં બે પત્નીની આ પરંપરા હજુ પણ ચાલે છે, જો કે હવે બે પત્નીના રીવાજ ખૂબ જ ઓછા ગામમાં જ જોવા મળે છે. રામદેયો જેવા થોડા જ ગામના લોકો આ પરંપરાનું હાલ પાલન કરે છે. ગામમાં રહેતા મોલવી નિશરુ ખાનના બંને ભાઇઓને પણ બે પત્નીઓ છે.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું મોજે મસ્તરામ” પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

બીજા લેખ વાંચવા માટે નીચે click કરો….

Comments

comments


3,421 views

Leave a Reply

Your email address will not be published.


7 − 1 =