આ એકદમ સરળ ઘરેલુ ઉપચારથી મેળવો કપાસી(ફૂટ કોર્ન્સ) ના દુખાવાથી હમેશા માટે છુટકારો

તમે તમારી આસપાસ એવુ નિરીક્ષણ કર્યુ હશે કે જો કોઈ માણસ કોઈ એક કાર્ય વધુ સમય માટે કરતો હોય તો તેના પગ મા પીડા થવા લાગે છે તેમજ પગ મા છાલા પણ જોવા મળે છે. આ તકલીફ ને લોકો સામાન્ય તકલીફ ગણી ધ્યાન આપતા નથી. પણ તમારે આ તકલીફ ને સામાન્ય ન ગણતા તેના પર પુરતુ ધ્યાન આપવુ જોઈએ.

પગ ની આજુબાજુ કે આંગળીઓ ની આજુબાજુ એક ધોળા કલર નુ એક ખોટી ચામડી નો ગઠ્ઠો જોવા મળે છે. આ ગઠ્ઠા ને જ ફુટ કોર્ન્સ તરિકે ઓળખવામા આવે છે. આ તકલીફ અત્યંત કષ્ટદાયક હોય છે. જેના લીધે લોકો ના હલન ચલન મા પરેશાની અનુભવાય છે. પગ ની સરખી કાળજી ન રાખવા ને લીધે ફુટ કોર્ન્સ ની સમસ્યા પેદા થાય છે.

આ તકલીફો નુ મુખ્ય કારણ ઊચી એડી ના સેંન્ડલ , બુટ મા મોજા નો ઉપયોગ ન કરવો અને કસાયેલ બુટ ને ગણવામા આવે છે. અમુક માણસો આ તકલીફ ને દુર કરવા માટે દવા નો પ્રયોગ પણ કરે છે. પણ તમને અહી અમે ઘરગથ્થુ ઉપચાર બતાવીશુ જેથી તમને આ દર્દ માથી છૂટકારો મળી જાય.

વ્હાઈટ વિનેગર નો ઉપયોગ:

વ્હાઈટ વિનેગર મા વધુ માત્રા મા એસીડીક રહેલુ છે જે કઠણ ચામડી ને નરમ કરવા મા ઉપયોગી છે. વ્હાઈટ વિનેગર મા રહેલ અમુક તત્વો ને કારણે તે ચેપ ને દુર કરવા વપરાય છે. રાત ના સમયે સુવા પહેલા રૂ ના પુમડાને વિનેગર મા બોળી ફુટ કોર્ન્સ પર લગાવો. થોડા દિવસ આ પ્રયોગ કરવો. ધીમે ધીમે આ તકલીફ દુર થતી જણાશે.

લિંબુ ના રસ નો પ્રયોગ:

આ પ્રયોગ મા એક લિંબુ ના રસ ને જ્યા ફુટ કોર્ન્સ રહેલ છે તે જગ્યાએ રૂ ની મદદ થી લગાવવુ. ત્યારબાદ પાટો બાંધી ત્રણ થી ચાર કલાક રાખવો. આ પ્રક્રિયા રોજ કરવી. જેનાથી ઘણો લાભ થશે.

બેકિંગ સોડા નો ઉપયોગ:

બે થી ત્રણ ચમચી સોડા ને પાણી મા ઓગાળી તેમા પગ ને બોળવા. થોડા સમય રાખ્યા બાદ તેને સાદા પાણી થી ધોઈ લેવા. પછી જે જગ્યા પર આ ફુટ કોર્ન્સ છે ત્યા ક્યુમિક સ્ટોન ની મદદ થી સાફ કરવુ. તેના થી આ સમસ્યા દુર થશે.

લસણ નો પ્રયોગ કરવો:

એક મોટી લસણ ની કળી લઈ તેને જે જગ્યાએ આ તકલીફ છે ત્યા ઘસવી. પગ મા આ જગ્યા પર પાટો બાંધી રાખવા થી આ તકલીફ દુર થાય છે.

લિંબુ અને લવિંગ ના મિશ્રણ ને ઉપયોગ:

જે પગ મા આ તકલીફ હોય તે જગ્યા પર લિંબુ ઘસવુ. લિંબુ મા રહેલ નેચરલ એલિમેન્ટસ ને લીધે તે ફાયદો કરે છે તથા લિંબુ સાથે લવિંગ ના ભુક્કા નો પ્રયોગ કારગર સાબિત થાય છે.

કરો ઉપયોગ પપૈયા નો:

પહેલા તો કાચા પપૈયા નો રસ કાઢી ને રૂ ની સહાયતા થી આ રસ ને ફુટ કોર્ન્સ પર લગાવવો અને કસી ને પાટો બાંધી દેવો. થોડા સમય આમ કરવા થી તમને તેનુ સારુ પરીણામ પ્રાપ્ત થશે.

પ્રયોગ કરો ક્યુમિક સ્ટોન નો:

નવશેકા ગરમ પાણી મા પગ પલાળી રાખવા. ત્યારબાદ ક્યુમિક સ્ટોન ની સહાયતા થી ફુટ કોર્ન્સ ને સાફ કરો. આના રોજીંદા ઉપયોગ થી આ સમસ્યા નો હલ મળી જાય છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,171 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 9 = 72

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>