આ દેશમા ફરવાથી પડી જશે મોજ, જ્યા ૧ રૂપિયો આપવાથી મળશે ૩૦૦ રૂપિયા વાપરવા, જાણો કયા દેશ…

મિત્રો આજે બધા જાણે છે કે એક રૂપિયા બરાબર ૭૦ ડોલર થાઈ છે. ડોલરની સરખામણીએ આજે રૂપિયાનું સ્તર ઘણું નીચું આવી ગયું છે. જ્યારે અંગ્રેજોની થી ભારત આઝાદ થયું ત્યારે ૧ ડોલર અને ૧ રૂપિયાની કિંમત સરખી હતી. પણ આજે અમુક પરીબળોને કારણે અર્થતંત્રની પરીક્ષામાં રૂપિયો ડોલરની સરખામણીએ ઘણો નીચે આવી ગયો છે. જેના કારણે ભારતીયો વિદેશમાં જતાં અચકાય છે. પરંતુ તમને જણાવી દઈએ કે, રૂપિયો અમુક દેશોના ચલણ સામે ભીમકાય સાબિત થયો છે. એટલેકે અમુક એવા પણ દેશો છે જ્યાં આપણા એક રૂપિયાની કિંમત ઘણી જ વધારે આંકવામાં આવે છે. તો ચાલો જાણીએ એવા ખુબસુરત દેશો વિશે જ્યાં રૂપિયો ખરેખર તમને અમીર હોવાનો અહેસાસ કરાવી શકશે.

ઇન્ડોનેશિયા

૧ રૂપિયો = ૨૦૭.૭૦ ઇન્ડોનેશિયન રૂપિયા

ઇન્ડોનેશિયા દેશ દ્વિપો અને શાંત-સ્વચ્છ સમુદ્રજલ માટે જાણીતો છે. તેમા ઘણા ભારતીય પુરાતન મંદિરોના ભવ્ય અવશેષો પણ આવેલા છે. હાલ મા ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે સારા સબંધો વિકસ્યા છે. જેના કારણે ઇન્ડિયનો માટે મફત વિઝાની સુવિધા ઉપલબ્ધ છે. ફરવા માટે વધારે પડતો ખર્ચો ના કરવો પડે તે લક્ષ્યે ઇન્ડોનેશિયા બેસ્ટ છે.

વિયેતનામ

૧ રૂપિયો = ૩૫૫.૦૩ વિએતનામ ડોંગ

ચીનની શૃંગાલથી અલગ પડીને આ દેશ વિયેતનામે ઘણી પ્રગતિ કરી છે. અહીંની સંસ્કૃતિ પણ એકદમ અલગ છે. બૌધ્ધ પેગોડા, વિયેતનામી વાનગીભોજનો અને નદીઓના પ્રાકૃતિક સૌઁદર્ય માટે વિયેતનામ ખૂબ જ જાણીતું છે. ફ્રેન્ચ આર્ટીકેક્ટ અને યુધ્ધ મ્યુઝિયમો પણ અહીંના આકર્ષણનું કેન્દ્ર છે. પ્રવાસખર્ચ પરવડે એવો છે.

કમ્બોડિયા

૧ રૂપિયો = ૬૩.૨૨ કંબોડિયન રિયાલ

કમ્બોડિયા વિશ્વના સૌથી વિશાળ મંદિર ના અંગકોર માટે જાણીતું છે. ભારતીય લોકો અહી વધારે પડતો પૈસાનો બોજો અનુભવ્યાં વગર ફરી શકે છે. અહીંના ભવ્ય પેલેસો, રાષ્ટ્રીય મ્યુઝીયમો અને પુરાતત્ત્વીય ખંડેરો ખરેખર જોવાલાયક છે. કમ્બોડિયા પશ્વિમી દેશોના પર્યટકોમાં ક્યારનું લોકપ્રિય છે જ, જ્યાં ભારતીય નાગરિકો પણ આકર્ષાયા છે.

શ્રીલંકા

૧ રૂપિયો = ૨.૩૮ શ્રીલંકન રૂપિયા

શ્રીલંકા નયનરમ્ય પહાડીઓ, નદીઓ, વનો અને સ્મારકોને લઇને ભારતીય પર્યટકો માટે હંમેશા ગરમીના વેકેશન માટેનું પ્રિય જગ્યા રહ્યું છે. ભારતથી નજીવે અંતરે હોવાને લઇને ઉડ્ડયન ચાર્જ પણ ઓછો ભોગવવો પડે છે.

નેપાળ

૧ રૂપિયો = ૧.૬૦ નેપાળી રૂપિયા

નેપાલ ની શેરપાઓની ભુમિ છે અને અહી ની સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ જેવીજ છે. અહીઁ હિન્દુ અને બૌધ્ધ ધર્મના પ્રસિધ્ધ ચિતહર સ્થાનો આવેલા છે. વળી, માઉન્ટ એવરેસ્ટ સહિતની સાત ઉંચી હિમાલય કંદરાઓ પણ નેપાળમાં આવેલી છે. અને આ વધારામાં નેપાળમાં જવા માટે ભારતીયોએ વિઝાની આવશ્યકતા પડતી નથી.

આઇસલેન્ડ

૧ રૂપિયો = ૧.૬૫ આઇસલેન્ડી ક્રોના

આઇસલેન્ડ ના નામ પ્રમાણે અહી દ્વીપ પર વસેલ આ દેશ વિશ્વભરમાં પ્રકૃતિએ કરેલી સૌથી સુંદર કરામતો પૈકી એક કહી શકાઈ, ઠંડી અને ખુશનુમા મોસમ અહીંની ઓળખ છે. ભૂરાં લેગૂન, ઝરણાં, નયનરમ્ય ગ્લેશિયર અને કાળી રેતીના કિનારાવાળો સિંધુરાજનો જબરદસ્ત માહોલ.

જાપાન

૧ રૂપિયો = ૧.૭૦ જાપાની યેન

બીજા વિશ્વયુધ્ધના કરૂણ અંજામ બાદ જાપાને વિશાળ માત્રામાં પ્રગતિ કરી છે. વર્ષો પુરાણી બૌધ્ધ સંસ્કૃતિ અને દુનિયાને હેરતમાં ધરબી દેતી બેજોડ તક્નીકી જાપાનની ઓળખ છે. અહીંના ધાર્મિક સ્થળો અને રાષ્ટ્રીય ઉદ્યાનો જોવા જેવા છે. સુશી અને ચેરીના ફૂલ પણ નિહાળવા જેવાં છે.

કોસ્ટા રિકા

૧ રૂપિયો = ૯.૦૩ કોસ્ટા રિકાન કોલોન

આ એક ઉષ્ણકટિબંધીય હવામાન ધરાવતો મધ્ય અમેરિકી નો દેશ. અહી જ્વાળામુખીઓ, પહાડો, વનો, વન્યજીવો અને સમુદ્ર તટની અદ્ભુત નયનરમ્યતાની લભ્યતા પ્રાપ્ત કરવી હોય તો કોસ્ટા રિકા ગમન કરવું રહ્યું.

પાકિસ્તાન

૧ રૂપિયો = ૧.૬૫ પાકિસ્તાની રૂપિયા

આ દેશ ને રૂપિયાની હારે કંઇ વધારે લાગે વળગે નહી, એ તો ફક્ત આતંકવાદ માટે જ જાણીતું છે. અહીં તક્ષશિલાના ખંડેરો, ધરમખ ઉભેલા કિલ્લાઓ, હિંગળાજ માતાનું મંદિર વગેરે સ્થળો જોવાલાયક છે જ. કરાંચી, લાહોર અને સ્વાત જીલ્લામાં કેટલાક દર્શનીય સ્થળ આવેલાં છે.

દક્ષિણ કોરીયા

૧ રૂપિયો = ૧૭.૬૫ દક્ષિણ કોરીયાન વોન

દક્ષિણ કોરીયા નયનરમ્ય પ્રકૃતિ, ચેરીના લચી પડતાં તરુવરો અને બૌધ્ધ મંદિરોના શાંતિપ્રિય વાતાવરણથી પ્રવાસીઓના-પર્યટકોના મન મોહી લેતો દેશ છે. ઉષ્ણકટિબંધીય ટાપીઓ અને હાઇ-ટેક સિટીઓ માટે પણ આ દેશ જાણીતો છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,301 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 + 6 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>