આ દેશી આયુર્વેદિક અને હોમીયોપેથીક ઉપચારથી, હરસ અને મસ્સાથી હમેશા માટે છુટકારો મેળવો…

મિત્રો હરસ બે પ્રકારના હોય છે. એક અંદરના અને બીજા બહારના. અંદરના હરસમાં મસ્સા જોવા મળતા નથી. પરંતુ બહારના હરસમાં મસ્સા ગુદામાંથી બહાર તરફ નીકળતા હોય છે. આ રોગમાં જયારે આપણે મળ ત્યાગ કરીયે ત્યારે લોહી નીકળે છે. ક્યારેક તો વધુ પ્રમાણ માં તે લોહી પડવા લાગે છે. અને દર્દી માં અશક્તિ આવી જાઈ છે. બહારના હરસ માં દર્દી ને દુ:ખાવો, બળતરા અને ખંજવાળ આવે છે. તો અહી આપણે હરસ મટાડવાના આયુર્વિદિક ઉપચાર અજમાવીશું. બે ચમચી લીંબુનો રસ એનીમા સાધનથી ગુદામાં નાખો. અને પછી થોડી વાર સુતા રહો, અને પછી શૌચ જાવ. આ પ્રયોગ પાંચ દિવસે એક વખત કરો. જેનાથી હરસ માં આરામ મળે છે.

ઇન્દ્રફળાના મૂળને છાયામાં સુકવીને અથવા કણેરના મૂળને પાણીમાં ઘસીને હરસ ઉપર લગાવવાથી હરસ મટે છે. સૂરણને ઉકાળીને પછી સૂકવી દેવું સુકાઈ ગયા બાદ તેનો પાઉડર બનાવી તેમાં, ચિત્રક ૧૬ તોલા, સુંઠ ૪ તોલા, કાળા મરી ૨ તોલા, ગોળ ૧૦૮ તોલા આ બધાને ભેળવીને નાની ગોળી બનાવી લેવી રોજ 3 ગોળી સવારે અને સાંજે ખાવી. જેનાથી હરસ મટી જશે.

હરડેના ચૂર્ણનું રોજ સેવન કરો. અને હરસ ઉપર એરંડિયાનું તેલ લગાવવું. તેનાથી હરસ માં ફાયદો થાંઈ છે.

બે લીટર છાશ માં ૫૦ ગ્રામ જીરૂ અને મીઠું ભેળવી દો. જયારે તરસ લાગે ત્યારે છાસ પીવો, છાશમાં સુંઠનું ચૂર્ણ, સીંધવ મીઠું, વાટેલું જીરું અને થોડી હિંગ નાખીને પીવાથી હરસમાં ફાયદો થાય છે. રાત્રે ૧૦૦ ગ્રામ કિશમિશ પાણીમાં પલાળી સવારે તે પાણી પીઇ અને કિસમિસ ખાઈ જવી જાંબુ ના ઠળિયા અને કેરીની ગોટલી સૂકવી તેનું ચૂર્ણ બનાવી લો. અને પછી આ ચૂર્ણને ગરમ પાણી કે મધ સાથે થોડા દીવસો સુધી નિયમિત પીવો. રોજ ૮-૧૦ ગ્લાસ પાણી પીવું.

હરસ ના દર્દી ને શું ખાવું જોઇયે.

જમ્યા પછી જમરૂખ ખાવાથી ફાયદો થાંઈ છે.

કેળા, કાચું નાળીયેર, આંબળા, અંજીર, દાડમ, વગેરે હરસના દર્દી એ ખાવું જોઇયે.

પાલક, ગાજર, બીટ, ટામેટા, તુરિયા, જીમીકંદ, મૂળા વધુ ખાવા જોઇયે.

લચ્છી, ચોખા, કારેલાનો રસ, દહીં, મગ-દાળની ખીચડી, દેશી ઘી.

હરસ ના દર્દી એ શું ના ખાવું જોઇયે.

મચ્છી, અડદની દાળ, વાસી ખોરાક, ખટાશ ના ખાવી.

બટેટા, રીંગણા, દારુ, તમાકુ.

ચા અને કોફી પણ ના પીવા જોઇયે.

તળેલું અને તીખું ના ખાવું.

હરસ મટાડવા માટેના ઉપાય

મસાલાદાર(ચટાકેદાર) અને તીખા મરચા વાળી વસ્તુ ન ખાવ.

કબજિયાત ના રહેવા દેવો જેનાથી ગુદા માર્ગ માં દુખાવો થાઈ છે.

દિવસ માં પાણી વધુ પીવો.

ત્રિફળા અને આંબળા નું ચૂર્ણ સવાર સાંજ પીવો.

દાડમના છાલ ની ફાકી કરી ને પીવો.

મૂળાનો રસ મીઠું નાખી પીવો.

જમરૂખ ખાવા

પાલખ અને ગાજર નો રસ પીવો.

નાની પીપરી નું ચૂર્ણ મધ સાથે લેવું.

માખણ ખાવું.

મીઠી સાકર અને કડવા કારેલાનો રસ પીવો.

ગોળ માં હરડે ચૂર્ણ નાખી ખાવું.

ધ્રુમપાન ના કરવું. અને દારૂ ના પીવો.

લેપ

લીમડાનું તેલ લગાવઉ.

માખણ અને હરડે ચૂર્ણનો લેપ લગાવવો.

અશોકા ઓફ Q-1 ડ્રામમા વેસેલીન-એક ચમચી ભેળવી લો. આ મલમને મસ્સા ઉપર લગાવવાથી આરામ મળે છે.

લીમડો અને કણેરના પાંદડા વાટી ને લગાવવા.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,340 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 2 = 4

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>