આ એક વસ્તુ વેચાય છે સોના થી પણ વધારે કીમતે તેની છે એક જબરદસ્ત ખાસિયત જે જાણી ચોકી જશો


અત્યારે યારસાગુમ્બા એટલે કે ગરમીનુ ઘાસ કહેવાય છે અને આ એક પ્રકારની વનસ્પતિ છે પરંતુ આ તમને એ જાણીને નવાઇ લાગશે કે તેની કીમત એ સોનાથી પણ મોંઘી છે કારણ કે ૧ કિલો યારસાગુમ્બાની કિંમત એ લગભગ ૧ લાખ ડોલર એટલે કે ૬૫ લાખ રૂપિયા છે અને તેને હિમાલયની વાયગ્રા પણ કહેવાય છે અને એવુ મનાય છે કે તેનાથી અસ્થમા કેન્સર અને ખાસ કરીને તો પુરુષત્વની કમજોરીમા ખુબ ફાયદો થાય છે અને યારસાગુમ્બા એ માત્ર હિમાલય અને તિબેટના પહાડો પર ૩૦૦૦ મીટરથી ૫૦૦૦ મીટરની ઊંચાઇએ મળે છે.

આ યારસાગુમ્બાને ગોતવા માટે લોકો ત્યાના પહાડો પર જાય છે

અત્યારે બીબીસીના એક રીપોર્ટ અનુસાર દર વર્ષે મે મહિનાથી જૂન મહિનામાં નેપાળના હજારો લોકો પહાડો તરફ જાય છે માટે આ લોકો યારસાગુમ્બાને શોધવા નિકળે છે. તે ૩૦૦૦ મીટરની ઊંચાઇએ કેમ્પ કરીને રહે છે અને પાંચ વર્ષથી યારસાગુમ્બાનો વેપાર કરતા કર્મા લાંબા કહે છે કે દૂરના વિસ્તારોથી ગોરખા અને ધાધિંગ અને લામજુંગ જિલ્લાથી લોકો અહી યારસાગુમ્બાને શોધવા માટે આવે છે.

આ યારસાગુમ્બાની ઉપલબ્ધતા એ દિવસે ને દિવસે ઘટી રહી છે

અત્યારે વધતી માંગ અને જલવાયુ પરિવર્તનની અસરના કારણે અત્યારે યારસાગુમ્બાની ઉપલબ્ધતામા સતત ઘટાડો થઇ રહ્યો છે અને નેપાળના મનાંગ ક્ષેત્રમા આ ૧૫ વર્ષથી યારસાગુમ્બા એ શોધતી સીતા ગુરંગ કહે છે કે પહેલા હુ દરરોજ ૧૦૦ જેટલી યારસાગુમ્બા શોધી કાઢતી હતી પરંતુ હવે હું દિવસમા મુશ્કેલીથી ૧૦ થી ૨૦ માંડ મળે છે.

એમાં નિષ્ણાતોનુ એવુ માનવુ છે કે અત્યારે વધારે માંગ અને જલવાયુના પરિવર્તનના કારણે યારસાગુમ્બા મળવાનુ મુશ્કેલ બની રહ્યુ છે અને સીતા કહે છે કે મને જ્યારે રોજ ૧૦૦ યારસાગુમ્બા મળતા હતા ત્યારે તેની કિંમત ખૂબ ઓછી હતી અને હવે કિંમત વધી છે ત્યારે એ ખૂબ ઓછા યારસાગુમ્બા મળે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,389 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 1 = 2

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>