આ એક છોડ શ્વાસ, સોજો, ગર્ભધારણ, હરસ અને ભંગદર અને આ સિવાય ઘણા બધા રોગોની કરે છે સારવાર

મિત્રો, આપણો દેશ એ પ્રાચિન ધર્મશાસ્ત્રો થી પરિપૂર્ણ દેશ છે. જેમા જીવન મા આવતી તમામ વિપદાઓ ને દૂર કરવા ના રહસ્યો છુપાયેલા છે. આ શાસ્ત્રો મા નુ એક સમૃધ્ધ શાસ્ત્ર છે આયુર્વેદ કે જેમા તમારી શારીરિક તથા માનસિક તમામ બિમારીઓ ના રામબાણ ઈલાજો નો ઉલ્લેખ કરાયેલો છે. હાલ , આ શાસ્ત્ર મા દર્શાવેલ એક વિશેષ ઔષધ વિશે ચર્ચા કરીશુ જે છે ધતુરો.

ધતુરો એ હિંદુ ધર્મ મા પ્રભુ મહાદેવ ને અર્પણ કરવા મા આવતી એક સામાન્ય એવી વનસ્પતિ છે. ધતૂરા ના ફળ , ફૂલ , પર્ણો વગેરે આપણે મહાદેવ ને અર્પણ કરી શકીએ. આ વનસ્પતિ ધાર્મિક કાર્યો માટે તો ઉપયોગી છે પરંતુ , તેની સાથોસાથ આયુર્વેદ મા પણ તેનુ એક અનેરુ મહત્વ છે.

આ વનસ્પતિ અંદાજે ૧ મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે તથા આ વનસ્પતિ બે પ્રકાર ની હોય છે કાળી તથા સફેદ. કાળી વનસ્પતિ ના પુષ્પ એકદમ લીલા અને ચળકતા હોય છે. ઋષિગણ ચરકે તેમને ‘કનક’ તથા ઋષિગણ સુશ્રુત દ્વારા તેમને ‘ઉન્મત’ ની ઉપમા અપાઈ છે. આ ઉપરાંત ધતૂરા ને અન્ય ભાષાઓ મા અનેક વિધ જુદા-જુદા નામો થી સંબોધાય છે. તો ચાલો જાણીએ આ ઔષધ દ્વારા આપણે કઈ-કઈ બિમારીઓ મા થી મુક્તિ મેળવી શકીએ.

જૂની સમસ્યા દૂર કરવા :
જો તમે વાળ મા જૂ ની સમસ્યા થી પીડાતા હોવ તો અડધો લિટર સરસીયા ના ઓઈલ મા ૨૫૦ ગ્રામ ધતૂરા ના પર્ણો નો રસ કાઢી આ મિશ્રણ ને મધ્યમ આંચ પર પકાવી ત્યારબાદ માથા મા લગાવવા મા આવે તો તમામ જૂ નો નાશ થઈ જાય છે.

સોજા મા રાહત મેળવવા :
જો શરીર ના કોઈપણ અંગ પર સોજો ચડી જાય તો ફક્ત ધતૂરા ના પર્ણો ને હુંફાળા શેકી ને સોજાવાળા ભાગ પર બાંધી દો તો અવશ્ય લાભ થશે. આ ઉપરાંત આ વનસ્પતિ ના ફળ , મૂળ , પર્ણો , ત્વક, કાંડ નો રસ કાઢી તેને તલ ના ઓઈલ મા મિક્સ કરી હળવુ ગરમ કરી ને સાંધા મા માલિશ કરવા મા આવે તો તમે ગઠિયા ના રોગ મા થી પણ મુક્તિ મેળવી શકો.

સેક્સ પાવર :
ધતુરા ના બીજ મા અકલગરો તથા લવિંગ ને ક્રશ કરી ને મિક્સ કરી તેનુ સેવન કરવા મા આવે તો તમારા સેક્સ પાવર મા વૃધ્ધિ થાય. આ ઉપરાંત ધતુરા ના બીજ ને ક્રશ કરી ઓઈલ મા મિક્સ કરી પગ ના તળીયા પર માલિશ કરવા મા આવે તો ઉતેજના મા વૃધ્ધિ થાય. આ સિવાય ધતૂરો , કપૂર , મધ તથા પારા ને સપ્રમાણ ભાગ મા મેળવી તેનો લેપ તૈયાર કરી ને લિંગ ના ભાગ મા લગાવવા મા આવે તો સંભોગ શક્તિ મા વૃધ્ધિ થાય છે.

કાન નો દર્દ દૂર થાય :
૨૫૦ ગ્રામ સરસીયુ નુ ઓઈલ , ૬૦ મીલીગ્રામ ગંધક તથા ૫૦૦ ગ્રામ ધતૂરા ના પર્ણો નો રસ મિક્સ કરી ધીમા તાપે ઉકાળી ને આ ઓઈલ ના એક-બે ટીપા કાન મા નાખવા મા આવે તો કાન મા થતો દર્દ દૂર થઈ જાય.

જ્વર :
ધરૂરા ના બીજ ની રાખ ને ૨૫૦ મીલીગ્રામ હુંફાળા જળ મા ઉમેરી ને સેવન કરવા મા આવે તો જ્વર ની સમસ્યા મા રાહત મળે છે.

ગર્ભધારણ :
ધતૂરા ના ફળ નુ ચુર્ણ બનાવી તેમા અડધી ચમચી ગાય નુ ઘી તથા મધ ઉમેરી ને તેને ચાટવા મા આવે તો ગર્ભધારણ મા સહાયતા મળે.

દમ :
ધતૂરા ના પર્ણો નો ધુમાડો કરી તેને શ્વાસોશ્વાસ ની ક્રીયા મા લેવા મા આવે તો દમ ની બિમારી મા થી રાહત મળે છે.

મીર્ગી ની બિમારી :
જે લોકો મીર્ગી ની બિમારી થી પીડાતા હોય તેમણે ધતૂરા ના મૂળ સૂંઘવા જેથી આ બિમારી મા થી મુક્તિ મેળવી શકાય.

નેત્રો ને લગતી સમસ્યા :
જે લોકો નેત્રો ને લગતી સમસ્યા થી પીડાતા હોય તેમણે ધતૂરા ના પર્ણો ના રસ નુ સેવન કરવુ જેથી તેમની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય.

હરસ ની સમસ્યા :
જે લોકો હરસ ની સમસ્યા થી પીડાતા હોય તેમણે ધતૂરા ના બીજ ને ક્રશ કરી સરસીયા ના ઓઈલ મા મિક્સ કરી હરસ ના ભાગ પર લગાવવુ જેથી તે દૂર થઈ જાય.

શરદી તથા ઉધરસ ની સમસ્યા :
ધતૂરા ના કોમળ પર્ણો પર ઓઈલ લગાવી તેને શેકી ને પેટ પર બાંધવા મા આવે તો તમે શરદી તથા ઉધરસ જેવી સમસ્યા મા થી મુક્તિ મેળવી શકો.

નોંધ :
ધતૂરા એ આયુર્વેદીક દ્રષ્ટિએ ઉપયોગી છે. પરંતુ , તે એક પ્રકાર નુ ઝેર પણ છે. ધતૂરા નુ વધુ પડતુ સેવન ગાંડપણ તથા બેભાન થઈ જવુ જેવા લક્ષણો ઉદ્દભવી શકે તથા આનુ વધુ પડતુ સેવન મૃત્યુ ના દ્વારે પહોચાડી શકે તેમ છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,232 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 × 1 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>