આ એક આકળાનું ફૂલના ઉપયોગથી તમારા શરીરના ગોઠણ સાંધાનો દુખાવો બધું મટાડી દેશે ચપટીમાં

મિત્રો , આપણુ આયુર્વેદ શાસ્ત્ર એ અત્યંત સમૃધ્ધ શાસ્ત્ર છે કે જેમા અનેક ઔષધિઓ નો ઉલ્લેખ કરવા મા આવ્યો છે. જે આપણા શરીર ના સ્વાસ્થ્ય ને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા મા મદદરૂપ થાય છે. હાલ , આમા ની જ એક ઔષધી આંકળા વિશે આપણે વિસ્તૃત મા ચર્ચા કરીશુ.

આ આંકળા ને આપણે મદાર , અર્ક , અકડ વગેરે નામો થી ઓળખીએ છીએ. આ એક દિવ્ય ઔષધિ છે. આ આંકળા મા એક વિશેષતા એ છે કે તે સૂર્ય ના તાપ સાથે વૃધ્ધિ પામે છે અને સૂર્ય નો તાપ ઘટતા તેની અસર પણ ઘટી જાય છે તથા વર્ષા ઋતુ ના માહોલ મા તો આ ઔષધિ ની કોઈ અસર જ નથી થતી. આંકળો સૂર્ય જેટલા જ નામ ધરાવે છે.

આમ તો આંકળા ના મુખ્ય ૪ પ્રકારો છે. પરંતુ , તેમા થી ૨ મુખ્ય એવા પ્રકારો છે કે પ્રાપ્ત થવા અત્યંત દુર્લભ છે. આ પ્રકારો મા એક પ્રકાર swallow wort અને બીજો પ્રકાર છે giant milk weed. એવી ભાગ્યે જ કોઈ બિમારી હશે કે જેના નિદાન મા આંકળા ના ઉપયોગ ના થતો હોય .આ ઔષધિ જીવલેણ રોગો મા થી પણ મુક્તિ અપાવવા માટે સહાયરૂપ બને છે. હાલ આ ઔષધિ ના ઉપયોગ થી ક્યા-કયા શારીરિક દર્દ મા રાહત મળી શકે તેના વિશે ચર્ચા કરીશુ.

આંકળા મા પ્રાકૃતિક રીતે સ્ટેરોઈડ , આલ્કોઈડ , ટેટ્રાપેનોઈડ , કાર્ડેનોઈડ્સ , સેપોનીન ગ્લાયસીકોઈડ વગેરે જેવા રાસાયણિક તત્વો પ્રાપ્ત થઈ આવે છે. આ રાસાયણિક તત્વો આપણા શરીર મા ઉદ્દભવતા દર્દ મા થી મુક્તિ મેળવવા માટે સહાયરૂપ બને છે. વિશેષ તો ગઠિયા , આર્થરાઈટીસ , કમર દર્દ , એડી નો દર્દ . સાંધા નો દુઃખાવો વગેરે બિમારીઓ જડમૂળ થી દૂર કરવા મા મદદરૂપ બને છે.

એડી નો દર્દ :
આ સમસ્યા દૂર કરવા માટે સૌપ્રથમ આંકળા ના ૧૫ ફૂલ એક પાત્ર મા ૧ ગ્લાસ પાણી મા ઉકાળી લો. ત્યારબાદ આ પાણી ને ગાળી લો. હવે આ હુંફાળા જળ થી તમારી પગ ની એડી સાફ કરી લો. હવે જે ફૂલો ગાળીને આપણે સાઈડ મા રાખ્યા હતા તેને સુતરાઉ કપડા ની સહાયતા થી એડી પર બાંધી દો અને તેના ઉપર મોજા પહેરી લો. આ પ્રયોગ ૧૦-૧૫ દિવસ સુધી અજમાવો તમારો એડી નો દર્દ દૂર થઈ જશે.

આ ઉપરાંત આકળા ના પર્ણો ને તાવડી પર ગરમ કરી લો. ત્યારબાદ તેના પર તલ અથવા તો સરસીયા નુ ઓઈલ લગાવો. ત્યારબાદ આ પર્ણો ને કોઈ કપડા ની સહાયતા થી એડી પર બાંધી વાળો. હવે એડી ને કોઈ ગરમ વસ્તુ થી શેક આપતા રહો. આ પર્ણો મા સમાવિષ્ટ રાસાયણિક તત્વો એડી મા અંદર સુધી જશે અને તમને દર્દ મા થી રાહત અપાવશે.

 

આ સિવાય નો ત્રીજો ઉપચાર એ છે કે આંકળા નુ દૂધ લઈ તેના થી એડી પર માલિશ કરવી અને માલિશ એવી રીતે કરો કે તેના ગુણતત્વો દર્દ વાળા ભાગ મા શોષાઈ જાય. થોડા દિવસ મા જ તમને આ સમસ્યા મા થી રાહત મળી જશે.

 

ગોઠણ ના દર્દ મા :
જો તમે ગોઠણ ના દર્દ ની સમસ્યા થી પીડાતા હોવ તો મધ્યાહન ના સમયે આંકળા નુ દૂધ લઈ ગોઠણ ના ભાગ પર તેની હળવી માલિશ કરવી. આ માલિશ એવી રીતે કરવી કે આંકળા મા રહેલા તમામ ગુણતત્વો તમારા શરીર મા સમાઈ જાય. ફક્ત ૧૦-૧૫ દિવસ આ પ્રયોગ અજમાવવા થી તમને ગોઠણ ના દર્દ મા થી મુક્તિ મળી જશે.

આ ઉપરાંત આંકળા ના તાજા પર્ણો ને તાવડી પર શેકી તેના પર સરસીયા નુ કે તલ નુ ઓઈલ લગાવી તેને ગોઠણ પર સુતરાઉ કપડા ની સહાયતા થી બાંધી લો અને ગોઠણ પર શેક કરો.

કમર ના દર્દ મા :
આંકળા ના દૂધ મા કાળા તલ ને ક્રશ કરી તેનો ભૂક્કો ઉમેરો અને એક પાતળુ એવુ મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણ ને ગરમ કરી ને કમર ના જે ભાગ મા દર્દ થતો હોય ત્યા લગાવવુ અને સારી રીતે માલિશ કરવી. જેથી આંકળા મા રહેલા તમામ ગુણતત્વો શરીર મા શોષાઈ જાય. ત્યારબાદ આંકળા ના પર્ણો પર તલ અથવા સરસીયા નુ ઓઈલ લગાવી ને તાવડી પર શેકી કમરદર્દ વાળા ભાગ પર બાંધી લેવુ. જેથી દર્દ મા રાહત મળે.

શેમા ઓછુ કામ કરશે ?
જો તમને ફેક્ચર ના કારણે અથવા તો એનિમીયા ના કારણે શારીરિક દુઃખાવો ઉદ્દભવતો હોય તો ત્યા આ નૂસ્ખો થોડો ઓછો અસરકારક બનશે. આ ઉપરાંત આ નૂસ્ખો અજમાવતા સમયે એ ખાસ સાવચેતી રાખવી કે આંકળા ના દૂધ નુ ૧ ટીપુ પણ આંખ મા ના પડે નહીતર આંધળાપણા ની સમસ્યા ભોગવવી પડી શકે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,189 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 3 = 21

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>