હવે દિવસેને દિવસે બદલાઇ રહેલી આ તમામ ખાણી પીણીની આ ખરાબ આદતોને કારણે તમે જોવા જાવ તો આજે ૫ માથી ૩ વ્યક્તિઓને કઈકને કઈ સ્વાસ્થ્યને લગતી સમસ્યા રહે છે અને જેમા આમતો સાંધાનો દુખાવો એ સામાન્ય છે પણ સાંધામા દુખાવો થવાની સમસ્યા એ પહેલા ફક્ત મોટી ઉંમરના લોકોમા જ જોવા મળતી હતી પરંતુ આજકાલ તો ઓછી ઉંમરના લોકોમા પણ આ સાંધાનો દુખાવો જોવા મળે છે.
માટે એવામા જરૂર છે એવી ડાયેટ લેવાની કે જે તમારા હાડકાને મજબૂત બનાવી રાખે અને હાડકાને મજબૂત રાખવા માટે તમારે કેલ્શ્યિમ અને વિટામિન ડી એ ખૂબ જ જરૂરી છે અને જો તમને શરીરમા આ બન્ને તત્વોમા કોઇ એકનુ પણ પ્રમાણ ઓછુ થઇ જાય તો તમને સાંધામા દુખાવો થવાની ફરિયાદ સતાવતી રહે છે પરંતુ શુ તમે એ જાણો છો કે આપણે જાણતા અજાણતામા આપણી લાઇફમા ઘણી એવી વસ્તુઓનુ સેવન કરી રહ્યા છીએ કે જે આપણા હાડકાઓને દિવસે ને દિવસે કમજોર બનાવે છે.
બજારના કોલ્ડ ડ્રિંક્સ
જો ગરમીમા તમે કોલ્ડ ડ્રિંકસ એ દરેક લોકોની ડાયેટનો એક મહત્વનો ભાગ બની જાય છે પરંતુ તમને એ જણાવી દઇએ કે તમને કોલ્ડ ડ્રિંક્સમા કાર્બન ડાઇઓક્સાઇડ અને ફોસ્ફરસ જેવા તત્વો હોય છે અને જે શરીરમા જઇને હાડકાનો નબળા બનાવવાનુ કામ કરી શકે છે.
વધારે પડતુ મીઠુ ખાવાથી
જો તમે ભોજનનો સ્વાદ વધારવા માટે આપણે મીઠુ ઉપયોગમા લેતા હોય છે પરંતુ જો ખાવામા મીઠાનુ પ્રમાણ વધારે લેવાથી તમારા હાડકા એ કમજોર થઇ શકે છે અને મીઠામા સોડિયમનુ પ્રમાણ વધારે હોય છે અને જે તમારા શરીરમા ગયા પછી તમારા કેલ્શ્યિમને યુરિન દ્વારા શરીરમાથી બહાર કાઢે છે. અને જેના કારણથી શરીરમા કેલ્શ્યિમનુ પ્રમાણ એ ઓછુ થઇ જાય છે અને તમારા હાડકાઓ એ નબળા થઇ જાય છે.
ચા અને કોફી પીવાથી
જો ચા અને કોફીથી ખાસ કરીને ઘણા લોકોની દિવસની શરૂઆત થતી હોય છે પરંતુ તમે તેનુ સેવન કરતા પહેલા તમને અમે જણાવી દઈએ તેના કેટલાક નુકસાન જે તેના દ્વારા થઇ શકે છે. પણ જો કે ચા અને કોફીમા કેફીન એ ભરપૂર પ્રમાણમા હોય છે અને જો તે વધારે પ્રમાણમા તમારા શરીરમા જાય તો તમારા હાડકાને એ ખુબ નુકસાન પહોંચાડી શકે છે.
ચોકલેટ ખાવાથી
ચોકલેટ એ દરેક લોકોને ખૂબ પસંદ હોય છે અને તે ના ફક્ત તમારા મૂડ ફ્રેશ કરે છે અને સાથે મોંમા સ્વાદમા પણ વધારો કરે છે પરંતુ જો તમારે ચોકલેટની જરૂરિયાતથી વધારે ખાવામા આવે તો તેની સીધી ઇફેક્ટ સીધી હાડકા પર પડે છે અને વધારે ચોકલેટ ખાવાથી શરીરમા શુગર અને ઓક્સલેટનુ પ્રમાણ વધી જાય છે અને જેના કારણથી શરીરમા કેલ્શ્યિમ પ્રવેશ કરી શકતા નથી અને હાડકા એ ધીમે ધીમે કમજોર થવા લાગે છે.