9444 રૂ.માં ઇન્ટેક્સનો ઓક્ટાકોર સ્માર્ટફોન, એસાર લાવ્યું 1990માં ટેબલેટ કમ લેપટોપ

એસારના આ ટેબલેટ કમ લેપટોપ ટૂ ઇન વન ડિવાઇસમાં 10 ઈંચની ડિટેચેબલ સ્ક્રિન આપવામાં આવી છે જેને કિ-બોર્ડથી અલગ કરી શકાય છે. આ લેપટોપમાં ઇન્ટેલનું એટમ ક્વાડ-કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. સાથે સાથે, આ ડિવાઇસને બે વેરિયેન્ટ્સમાં લોન્ચ કરવામાં આવ્યા છે. જેમાં 1GB રેમ અને 2GB રેમનો સમાવેશ થાય છે.  આ ટૂ ઇન વન ઇન્ટિગ્રેટેડ હાર્ડ ડિસ્ક સાથે આવે છે જેમાં 500GBનું સ્ટોરેજ આપવામાં આવ્યું છે. ઉપરાંત્ત, માઇક્રોસોફ્ટના ક્લાઉડ સ્ટોરેજ પ્લેટફોર્મમાં એક વર્ષ માટે 1TB ફ્રિ વન ડ્રાઇવ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. આ ટૂ ઇન વનના બાકી ફિચર્સમાં HDMI પોર્ટ, ફ્રંટ અને બેક કેમેરા અને માઇક્રો એસડી કાર્ડ સપોર્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટૂ ઇન વનના 2GB રેમ વાળા વેરિયેન્ટની કિંમત 21999 રૂપિયા રાખવામાં આવી છે. આ ડિવાઇસને એક્સક્લુઝિવલી એમેઝોન ઇન્ડિયા સ્ટોર પર ખરીદી શકાય છે.

ભારતીય બજારમાં બે નવા ગેજેટ્સ લોન્ચ થયા. જેમાં એક ઇન્ટેક્સ એક્વા પાવર HD સ્માર્ટફોન અને બીજુ એસારનું ટેબ્લેટ કમ લેપટોપ. ઇન્ટેક્સના નવા એક્વા પાવર HD સ્માર્ટફોનની ખાસિયત છે તેમાની ઓક્ટાકોર પ્રોસેસર. જેને 9444ની કિંમતમાં ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવ્યો છે. બીજી તરફ, એસારનું નવુ ડિવાઇસ Acer One ટેબ્લેટ અને લેપટોપ બન્ને રીતે ઉપયોગી બની શકે છે. આ ડિવાઇસની કિંમત 19990 રાખવામાં આવી છે.

ઇન્ટેક્સનો આ ડ્યુલ સિમ ફોન 5 ઈંચ સ્ક્રિનની સાથે HD ક્વોલિટી (720*1280 પિક્સલનું રેઝોલ્યુશન) આપે છે. આ ફોનમાં 1.4 GHzનું ઓક્ટાકોર પ્રોસેર છે, જે આ ડિવાઇસની ખાસિયત છે. વધુમાં તમને જણાવીએ કે ઓક્ટાકોર પ્રોસેસરમાં આંઠ અલગ અલગ લેયર હોય છે જે મલ્ટિટાસ્કિંગ માટે આ પ્રોસેસરને સૌથી સરળ અને ઝડપી બનાવે છે. ઉપરાંત્ત આ ફોનમાં 2 GB રેમ આપવામાં આવી છે.

કેમેરા પાવરની વાત કરીએ તો આ ફોનમાં 13 મેગાપિક્સના રિયર કેમેરા સાથે LED ફ્લેશ પણ આપવમાં આવી છે જે લો લાઇટ કન્ડિશનમાં પણ ઉત્તમ ફોટોગ્રાફી માટે ઉપયોગ કરી શકાય છે. તદ્દ ઉપરાંત્ત, આ ફોનમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા પણ આપવામાં આવ્યો છે.

આ ફોનમાં 16GBની ઇન્ટરનલ મેમેરી છે જેને કાર્ડની મદદથી 32GB સુધી વધારી શકાય છે. કનેક્ટિવિટી વાત કરીએ તો આ ફોનમાં 3G, EDGE, વાઇફાઇ, માઇક્રો યૂએસબી, બ્લૂટૂથ અને એફએમ રેડિયો જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. આ ફોનમાં બેટરી 4000 mAhની છે જે કમ્પનીના જણાવ્યા પ્રમાણે 20 કલાકનો ટોકટાઇમ અને 500 કલાકનો સ્ટેન્ડબાય ટાઇમ આપે છે.

41_1422980521

એસારના આ ટેબલેટ કમ લેપટોપ ટૂ ઇન વન ડિવાઇસમાં 10 ઈંચની ડિટેચેબલ સ્ક્રિન આપવામાં આવી છે જેને કિ-બોર્ડથી અલગ કરી શકાય છે. આ લેપટોપમાં ઇન્ટેલનું એટમ ક્વાડ-કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. સાથે સાથે, આ ડિવાઇસને બે વેરિયેન્ટ્સમાં લોન્ચ કરવામાં આવ્યા છે. જેમાં 1GB રેમ અને 2GB રેમનો સમાવેશ થાય છે.

આ ટૂ ઇન વન ઇન્ટિગ્રેટેડ હાર્ડ ડિસ્ક સાથે આવે છે જેમાં 500GBનું સ્ટોરેજ આપવામાં આવ્યું છે. ઉપરાંત્ત, માઇક્રોસોફ્ટના ક્લાઉડ સ્ટોરેજ પ્લેટફોર્મમાં એક વર્ષ માટે 1TB ફ્રિ વન ડ્રાઇવ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. આ ટૂ ઇન વનના બાકી ફિચર્સમાં HDMI પોર્ટ, ફ્રંટ અને બેક કેમેરા અને માઇક્રો એસડી કાર્ડ સપોર્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટૂ ઇન વનના 2GB રેમ વાળા વેરિયેન્ટની કિંમત 21999 રૂપિયા રાખવામાં આવી છે. આ ડિવાઇસને એક્સક્લુઝિવલી એમેઝોન ઇન્ડિયા સ્ટોર પર ખરીદી શકાય છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,491 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 × = 24

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>