આસુસે લૉન્ચ કર્યો નવો સ્માર્ટફોન, 8MP કેમેરા અને 3GB રેમ સાથે

Selfies 8MP camera, 3GB RAM asuse launched with a new smartphone

ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ બનાવનાર કંપની આસુસે પોતાનો નવો સ્માર્ટફોન બજારમાં લૉન્ચ કરી દીધો છે. આસુસે Pegasus 2 Plus સ્માર્ટફોનને ચીની માર્કેટમાં લૉન્ચ કરી દીધો છે અને તેની કિંમત અને ઉપલબ્ધતાની કોઇ જ માહિતી આપી નથી. પણ એવું કહેવાય છે કે, આ ફોનને ટુંક સમયમાં જ ભારતીય બજારમાં લૉન્ચ કરાશે.

Pegasus 2 Plusના ફિચર્સ

આસુસ કંપનીએ આ ફોનને 5.5 ઇંચની ફૂલ એચડી ડિસ્પ્લે આપી છે. તેની ક્વૉવિટીની વાત કરીએ તો આ ફોન 1080*1920 પિક્સલ રિઝોલ્યુશન ક્વૉલિટી આપે છે. કંપનીએ આ ફોનમાં 64 બીટનું પાવરફૂલ પ્રોસેસર આપ્યું છે.

આમાં ક્વાલકોમનું ઓક્ટાકોર (ક્વાડ કોર Cortex-A53 & ક્વાડ કોર Cortex-A53) સ્નેપડ્રેગન 615 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં 3 GB રેમ આપવામાં આવી છે. બતાવી દઇએ કે ગેમિંગના શોખીન લોકો માટે આ ફોન સારો ઓપ્શન છે.

Selfies 8MP camera, 3GB RAM asuse launched with a new smartphone

Pegasus 2 Plusના કેમેરાની વાત કરીએ તો ફોનમાં 13 મેગાપિક્સલનો રિયર કેમેરો આપ્યો છે. આ ફોનમાં કંપનીએ સેલ્ફી લવર્સને ખાસ ધ્યાનમાં રાખ્યા છે. ફોનમાં 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપ્યો છે.

આસુસનો આ નવો સ્માર્ટફોન એન્ડ્રોઇડના 5.1.1 લૉલીપોર ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.તેની સાથે આમાં Zen UI skin યૂઝર ઇન્ટરફેસ આપવામાં આવ્યું છે. Pegasus 2 Plus ડ્યુલ સીમ સપોર્ટ 4G નેટવર્ક સપોર્ટ કરે છે.

Selfies 8MP camera, 3GB RAM asuse launched with a new smartphone

મેમરીની વાત કરીએ તો આ ફોનમાં 32 GB ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. તેને માઇક્રો એસડી કાર્ડની મદદથી વધારી શકાય છે.

કંપનીના આ નવા ફોનમાં 3030 mAh પાવરની બેટરી આપી છે. પરંતુ તેના ટોકટાઇમ અને સ્ટેન્ડબાય ટાઇમ વિશે કોઇ માહિતી આપી નથી.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,615 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 2 = 3

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>